હીરાઉદ્યોગને મળશે AOCના ઓરીજીનલ ડાયમંડ-કટ લેસર!

ભારતમાં STPL બન્યું AOCના ડાયમંડ-કટ લેસર માટે એકમાત્ર ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર.

Diamond industry will get AOCs original diamond-cut laser
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

STPLએ હીરાને તૈયાર કરવાના દરેક તબક્કાને સરળ બનાવતી અત્યંત આધુનિક મશીનરીનું ઉત્પાદન કરતી વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની છે. જેમણે ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલૉજીસની વિસ્તૃત શ્રેણી તથા મૂલ્ય આધારિત અભિગમથી પોતાની આગવી અને અત્યંત મજબૂત વૈશ્વિક ઓળખ ઊભી કરી છે.

૧૯૯૩માં સ્થાપિત STPL હીરા ઉદ્યોગ માટે અત્યાધુનિક ટેક્નોલોજિકલ સોલ્યુશન્સ ડેવલપ કરે છે. આજે સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં STPL એક માત્ર એવી કંપની છે જે ડાયમંડ એનાલિસિસ અને પ્લાનિંગ, ડાયમંડ કટિંગ, બ્લોકિંગ, પોલિશિંગ અને સેફ ડાયમંડ ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ માટે ટોટલ ટેક્નોલૉજી સોલ્યુશન્સ અને રોબોટ્સ વિક્સાવે છે. છેલ્લા 30થી વધુ વર્ષોથી વૈશ્વિક હીરાઉદ્યોગની ટેક્નોલૉજીમાં અગ્રણી STPL એ પોતાના તમામ ગ્રાહકોને ઓછા ખર્ચે વધુ પ્રોડ્કશન કરી શકે એવી ટેક્નોલૉજી પ્રદાન કરી છે, જેનું મૂળ કારણ મશીનોમાં વપરાયેલા ઓરીજીનલ પાર્ટ્સ છે.

તાજેતરમાં મળતી માહિતી મુજબ એડવાન્સ્ડ ઓપ્ટોવેવ કોર્પોરેશન (AOC) એ STPLને પોતાના ડાયમંડ-કટ લેસર માટેના ભારતના એકમાત્ર અધિકૃત વિતરણકર્તા (ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર) જાહેર કર્યા છે. આ સ્ટ્રેટેજિક ટાઈ-અપથી સમગ્ર હીરાઉદ્યોગને ફાયદો થવાનો છે. હાલ, ઘણી અનધિકૃત સંસ્થાઓ AOC નામે નકલી, ગેરકાયદેસર અથવા હલકી ગુણવત્તાની ડાયમંડ-કટ લેસર ઑફર કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે, જેમાં કોઈપણ ગેરંટી, વોરંટી અને ઉત્પાદનો સંબંધિત સેવાઓ આપવામાં આવતી નથી, જેથી આ પ્રોડક્ટ લેનારા એકમોને ભારે ખોટ વેઠવી પડે છે.

એડવાન્સ્ડ ઓપ્ટોવેવ (AOC)ના ડાયમંડ-કટ લેસર ઉચ્ચ ગુણવત્તાવાળા હોઈ, હીરાના પ્રોડ્કશનમાં સટીક પરિણામો આપવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. STPLના ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર બનવાથી તમામ વ્યાપારી ભાઈઓ વોરન્ટી અને સર્વિસમાં નિશ્ચિંત થઇ STPL પાસેથી ઓરીજીનલ ડાયમંડ-કટ લેસર ખરીદી શકશે. આ સાથે બજારમાં મળતા ડુપ્લિકેટ અને હલકી ગુણવત્તા વાળા લેસર બંધ થશે જેમાં ન તો સર્વિસ મળતી હતી કે ન વોરન્ટી.

STPLના સી.ઈ.ઓ શ્રી રાહુલ ગાયવાલાએ જણાવ્યું હતું કે “STPLના મશીનોમાં અમે ફક્ત ઓરીજીનલ પાર્ટ્સ વાપરતાં હોઇએ છીએ અને એટલે જ અમારા ગ્રાહકો અમારાથી સન્તુષ્ટ છે. થોડા રૂપિયા બચાવવા માટે ઘણા વ્યાપારીઓ ડુપ્લિકેટ અથવા હલકી ગુણવત્તા વાળા ડાયમંડ-કટ લેસર અથવા તો આખા મશીન ખરીદતાં હોય છે, જેમણે લાંબા ગાળે વધુ નુકસાન ભોગવવાનો વારો આવે છે. AOCના અમારાથી ખરીદેલા ડાયમંડ-કટ લેસરમાં સર્વિસ અને વોરંટીની અમે બાહેંધરી આપીએ છીએ.”

AOCના ઓરીજીનલ ડાયમંડ-કટ લેસર વાપરવાથી હીરાનું પ્રોડ્કશન કરતા એકમોને સટીક રિઝલ્ટ અને ઓછા સમયમાં વધુ પ્રોડ્કશન કરવા માટે વરદાન રૂપ સાબિત થશે. આ સાથે ઉત્તમ ક્વોલિટી પ્રોડ્કશન થવાથી તેમનો નફો પણ વધશે. STPL જેવા વિશ્વસનીય અને પ્રામાણિક સ્ત્રોતથી AOC ના ડાયમંડ-કટ લેસર ખરીદવાથી સર્વિસ અને વોરંટીની બાબતે વ્યાપારીઓ નિશ્ચિંત થઈને વ્યાપાર આગળ વધારી શકશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS