Diamond Industry worries as diamond prices reach 2008 levels-1
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જુલાઈ 2024માં પણ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના ભાવ તૂટ્યા છે. વૈશ્વિક મંદી અને યુદ્ધની સ્થિતિ વચ્ચે તૈયાર હીરાનાં ભાવ એની ટોચની સ્થિતિએથી 22 ટકા તૂટી ગયા છે. હીરાનાં ભાવ વર્ષ 2008નાં સ્તરે પહોંચ્યા છે એ દર્શાવે છે કે, ઉદ્યોગની સ્થિતિ ગંભીર છે.

રેપાપોર્ટે સુસ્ત છૂટક વેચાણ, ભારતમાં વધુ પડતો પુરવઠો અને મંદી સહિતના પરિબળોના સંયોજનને કારણે ભાવમાં ઘટાડો થવા સાથે જુલાઈમાં હીરા બજારમાં નોંધપાત્ર મંદી જોવા મળી હોવાનું કારણ જાહેર કર્યું છે.

રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સ મુજબ, 1-કેરેટ માલની કિંમતો – પ્રતિબિંબિત રાઉન્ડ, D થી H, IF થી VS2 હીરાનાં ભાવ ડિસેમ્બર 2008નાં ભાવ સૂચવી રહ્યાં છે. 0.30-કેરેટ અને 0.50-કેરેટ RAPI સૂચકાંકો અનુક્રમે 8.9% અને 7.9% ઘટ્યા છે.

3 કેરેટથી પણ મોટા હીરાની કિંમતમાં 5.8%નો ઘટાડો જોવા મળ્યો હતો. RAPI કેટેગરીઝ કરતાં હળવો ઘટાડો જોવા મળ્યો, જે US માંગને પ્રતિબિંબિત કરે છે.

Diamond Industry worries as diamond prices reach 2008 levels-2

રાઉન્ડ, 1-કેરેટ, D થી H, SI હીરાના ભાવ 3.2% ઘટ્યા છે, નબળાં વેચાણને કારણે પોલીશ્ડ ઈન્વેન્ટરીમાં વધારો થયો હતો. RapNet પર હીરાની સંખ્યા જુલાઈમાં 2% વધીને કુલ 1.7 મિલિયન થઈ હતી અને 1લી એપ્રિલ થી 1લી ઓગસ્ટની વચ્ચે 9% વધી હતી.

નબળાં બજારની સ્થિતિને ધ્યાનમાં લઈ ભારતીય હીરા ઉત્પાદકોએ તેમની ઇન્વેન્ટરીને વર્તમાન માંગ સાથે તુલના કરી જુલાઈમાં ઉત્પાદન કાપ મૂક્યો હતો. જોકે, ઈન્વેન્ટરીના સ્તરને અસર કરવામાં આ કટ માટે છ અઠવાડિયા લાગવાની અપેક્ષા છે.

જુલાઈમાં રફ માંગ સુસ્ત હતી. ડી બીયર્સે જુલાઇમાં પોતાના સાઈટ હોલ્ડરોને મોંઘી કિંમતના હીરા નહીં ખરીદવા છૂટ આપી હતી. અને અમુક કેટેગરી માટે 30% બાયબેક ઓફર કરી હતી.

Diamond Industry worries as diamond prices reach 2008 levels-3

ડી બીયર્સનું વેચાણ જુલાઈમાં $200 મિલિયનથી પણ ઓછું રહ્યું હતું. લક્ઝરી બ્રાન્ડ્સે પાછલા વર્ષોની સરખામણીએ ઓછા હીરા ખરીદ્યા હતા, જેના કારણે હાઈ-એન્ડ માલસામાનમાં નબળાઈ સર્જાઈ હતી. ધીમી અર્થવ્યવસ્થાને કારણે અને રોકાણકારો હીરાથી દૂર જતા ચીન અને અમેરિકામાં વેચાણ નબળું રહ્યું છે.

ભારતના જ્વેલરી ઉદ્યોગને 8 મી થી 13મી ઓગસ્ટ સુધી ચાલનારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS)થી અપેક્ષા છે, જે દિવાળી પહેલા મજબૂત સ્થાનિક માંગનો સંકેત આપશે.

જોકે, ચીનની સુસ્ત માંગ વચ્ચે સપ્ટેમ્બરમાં જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ (JGW) હોંગ કોંગ શોની સફળતાને લઈ ઉદ્યોગકારો શંકા વ્યક્ત કરી રહ્યાં  છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant