વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર હાલના સમયમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં હોય ભારતની નિકાસ પર ગંભીર અસરો પડી છે. ભારતમાંથી વિશ્વના અનેક દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિયમિત નિકાસ થતી રહે છે, તેમાં હાલના સમયમાં ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં સુરત સેઝ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સુરતના સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોનથી એક્સપોર્ટમાં 61 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયામાં ચીનની ઘેરાબંધી અને વૈશ્વિક મંદી વચ્ચે ભારત સરકારે એક્સપોર્ટ વધારવા એક્સપોર્ટરને બીજા દેશોની જેમ કોઈ ખાસ પ્રોત્સાહન નહીં આપતાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનથી થતો એક્સપોર્ટ સતત ઘટી રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. સેઝ તરફથી જાહેર કરાયેલા ડેટા અનુસાર 2022-23ની તુલનાએ 2023-24ના અપ ટુ જુલાઈ સુધી સુરત સેઝથી કુલ એક્સપોર્ટમાં 61.44 %નો એક્સપોર્ટ ઘટ્યો છે. સુરત સેઝથી ડાયમંડ જ્વેલરીના એક્સપોર્ટમાં 65.39 %નો સૌથી તોતિંગ ઘટાડો નોંધાયો છે. સુરતથી ટોબેકોનો 62.32 %, મિસેલિનીયસનો 20.73, લેસર ટેક્નોલોજીનો 15.11 %, પ્લાસ્ટિક રબરનો 13.54 % એક્સપોર્ટ ઘટ્યો છે.
હીરા, ઝવેરાત ઉદ્યોગને સંબંધિત પ્રોડક્ટને વ્યાપક અસર થઈ છે. જો કે, એન્જિનિયરિંગનો એક્સપોર્ટ 7.49 %, મેડિકલ ડિવાઇસનો 6.24 %, ફાર્મા-કેમિકલનો 10.04 % અને ટેક્સટાઇલ-ગારમેન્ટનો 0.78 % એક્સપોર્ટ વધ્યો છે. મંદીમાં પણ સૌથી વધુ એક્સપોર્ટ સોફ્ટવેર સર્વિસનું 28.23 % વધ્યું છે. 2022-23માં અપ ટુ જુલાઈ-2022 સુધી જ્યાં સુરત સેઝથી કુલ એક્સપોર્ટ 9613.49 કરોડ હતો. એ 2023-24માં અપ ટુ જુલાઇ-2023 સુધી માત્ર 3706.96 કરોડ જ નોંધાયો છે. એ દર્શાવે છે કે, કુલ એક્સપોર્ટમાં 61.44 %નું ગાબડું પડ્યું છે.
બાંગ્લાદેશ, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં એક્સપોર્ટરને ઓછા વ્યાજની લોન, લાંબા ગાળાની સીસી અને વધુ ઇન્સેન્ટિવ જે પ્રમાણમાં આપે છે, પરંતુ ભારતમાં કેન્દ્ર સરકાર પૂરતું પ્રોત્સાહન આપતી ન હોવાના લીધે નિકાસ ઘટી છે.
સુરત સેઝના એક્સપોર્ટના ડેટા
વર્ષ-નાણાકીય વર્ષ | કુલ એક્સપોર્ટ (કરોડમાં) |
2020-21 | 17,845.55 |
2021-22 | 22,035.90 |
2022-23 | 28,258.16 |
2022-23 (અપ ટુ જુલાઈ-2022) | 9613.49 |
2023-24 (અપ ટુ જુલાઈ-2023) | 3706.96 કરોડ |
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM