લાંબા સમયથી હીરા બજાર ઠંડું છે. પોલિશ્ડમાં ઘરાકી નહીં હોવાના લીધે રફની કિંમતો પર પણ માઠી અસર પડી રહી છે. તાજેતરમાં રેપાપોર્ટ દ્વારા ગઈ તા. 1 ઓગસ્ટના રોજ એક પ્રેસ રિલિઝ બહાર પાડવામાં આવી હતી તેમાં પણ હીરાની ઘટતી કિંમતો અને બજારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
રેપાપોર્ટની પ્રેસ રિલિઝમાં જણાવાયું છે કે, નબળી રિટેલ ડિમાન્ડ યથાવત રહેવાના લીધે જલાઈ મહિનામાં હીરાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ડી બિઅર્સના વિવિધ કેટેગરીના રફની કિંમતોમાં 5 ટકા થી માંડીને 15 ટકા સુધીનો ભાવ ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં સિન્થેટીક ડાયમંડ તરફથી નેચરલ ડાયમંડે મજબૂત કોમ્પિટિશનનો પણ સામનો કરવો પડ્યો હતો.
રેપાપોર્ટ અનુસાર જુલાઈ મહિનામાં 0.50 થી 2.99 કેરેટ સુધીના રાઉન્ડ ડાયમંડનું માર્કેટ ખૂબ નબળું રહ્યું હતું. ફૅન્સી શેપના ડાયમંડનું માર્કેટ સારું હતું પણ ગતિ ધીમી હતી. ખૂબ જ ઉત્તમ ગુણવત્તાના ફૅન્સી શેપના ડાયમંડની જ ડિમાન્ડ હતી.
1 કેરેટના હીરા માટે રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સ મહિના દરમિયાન 2.7 ટકા ઘટ્યો હતો. તે 1 ઓગસ્ટના રોજ 6,716 પર સ્થિર થયો હતો. જે 1 જાન્યુઆરીથી 10.9 ટકાનો ઘટાડો સૂચવે છે. રેપનેટે અન્ય સાઈઝના ડાયમંડની કિંમતોમાં પણ ઘટાડો કર્યો હતો. જેમાં 0.50 કેરેટના હીરા સૌથી નબળાં રહ્યાં હતાં.
રેપી તરફથી હલકા રંગ અને ક્લેયરિટી ધરાવતા ડાયમંડની કિંમતોમાં તીવ્ર ઘટાડો કરાયો હતો. જુલાઈમાં 1 કેરેટ, ડીએલ, આઈએફ-એસ12 ગુડ્સનો પ્રાઈસ ઈન્ડેક્સ 3.7 ટકા ઘટ્યો હતો.
ઊંચા ફુગાવા અને વ્યાજદરોના લીધે સેન્ટ્રલ અમેરિકામાં લોકોએ ખર્ચ મર્યાદિત કરવાનું જુલાઈમાં પણ ચાલુ રાખ્યું હતું. તેના લીધે હાઈ એન્ડ સેગમેન્ટના બજારને ટેકો આપ્યો હતો. કારણ કે બચત ધરાવતા ગ્રાહકોએ બ્રાન્ડેડ જ્વેલરી ખરીદી હતી. ચીનમાં લોકડાઉનના પ્રતિબંધો દૂર થયા બાદ ડાયમંડ માર્કેટમાં રિકવરી જોવા મળી હતી, પરંતુ તેમાં હવે કોઈ પોઝિટિવ ગ્રોથ જોવા મળી રહ્યો નથી.
બજારની અસંતુલિત પરિસ્થિતિ અને નબળી માંગના લીધે ઉત્પાદકો રફની ઈન્વેન્ટરી રાખી રહ્યાં નથી. જોકે, એસઆઈ કેટેગરીના સુંદર ડાયમંડની માંગ હતી. પરંતુ તે મળી રહ્યાં નહોતા. મહિના દરમિયાન રેપનેટ પર હીરાની સંખ્યા એકસમાન સપાટ રહી હતી અને ઓગસ્ટ 1 ના રોજ 1.75 મિલિયન થઈ હતી, જે ઓછા ઉત્પાદનને દર્શાવે છે.
ડીલરો અને ઉત્પાદકોએ તેમની ઇન્વેન્ટરી ઘટાડવાની માંગ કરી હતી પરંતુ ભાવ વધુ ઘટશે તેવા ડરથી ડીલરો ખરીદીમાં સાવચેત રહ્યાં હતા. ભાવમાં ઘટાડાની તીવ્રતા અને ભવિષ્યના ભાવ સ્તરો વિશે અનિશ્ચિતતા પેદા કરી રહ્યાં છે.
લેબગ્રોન ડાયમંડે બજારમાં પોતાનો હિસ્સો વધારવાનું ચાલુ રાખ્યું છે. ખાસ કરીને 1 થી 3 કેરેટ સુધીના SI1 ગુડ્સમાં સારી ઘરાકી જોવા મળી છે. જ્વેલર્સ મજબૂત માર્જિનના લીધે લેબગ્રોન ડાયમંડ તરફ આકર્ષાયા છે. બીજી તરફ હોલસેલ સિન્થેટીક્સના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ રિટેલ કિંમતો ઊંચી રહી છે. સંખ્યાબંધ મુખ્ય પોલિશ્ડ ઉત્પાદકોએ પણ સિન્થેટીક્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.
પોલિશ્ડમાં નબળી માંગ અને અનિશ્ચિત ઉત્પાદન માર્જિનને કારણે રફની ખરીદી ઓછી રહી હતી. ડી બિઅર્સે જુલાઇની સાઈટમાં મોટા રફ હીરાના ભાવમાં 5% થી 15% ઘટાડો કર્યો અને 410 મિલિયન ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું, જે ડિસેમ્બર 2021 પછી સૌથી નીચું છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM