હીરાની કિંમત વધે છે, પરંતુ વેચાણ ધીમું છે : રેપાપોર્ટ

બાયર્સ આ કિંમતો પર સોદા કરવા માટે ઈચ્છા ધરાવતા જોવા મળ્યા ન હતા. યુએસ ડીલરો મોટે ભાગે તાત્કાલિક માંગ માટે ખરીદી કરે છે.

Diamond prices rise but sales slow Rapaport
ફોટો : રેપાપોર્ટ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં દોઢેક વર્ષથી વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા, યુરોપ જેવા પશ્ચિમી બજારોમાં હીરાની માંગ ઘટવાના લીધે બજાર આર્થિક સંકટથી પીડાઈ રહ્યું છે. ઉત્પાદકો પાસે સ્ટોકનો ભરાવો થઈ રહ્યો છે.

જોકે, વર્ષ 2024માં સ્થિતિ ધીમી ગતિએ સુધરવા તરફ આગળ વધતી દેખાઈ રહી છે, ત્યારે હીરા ઉદ્યોગમાં પ્રાઈસ લિસ્ટ જાહેર કરતી જાણીતી કંપની રેપોપોર્ટે તાજેતરમાં એક રિપોર્ટમાં કહ્યું કે, તહેવારોની સિઝનને લીધે મર્યાદિત સ્તરે રી-સ્ટોકિંગ વચ્ચે જાન્યુઆરીમાં હીરાનું વેચાણ સુસ્ત રહ્યું હતું.

તા. 15મી ડિસેમ્બરના રોજ પૂરી થયેલી રફ આયાત પર પ્રતિબંધની ભારતની બે મહિનાની સ્થિરતાને પગલે પસંદગીની કેટેગરીનો પુરવઠો ઓછો હોવાથી હીરાના ભાવમાં વધારો થયો છે. જ્યાં સુધી ઈન્વેન્ટરી ખૂબ મોટી ન થાય ત્યાં સુધી ભાવ વધારાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે.

જોકે, તેમ છતાં બાયર્સ આ કિંમતો પર સોદા કરવા માટે ઈચ્છા ધરાવતા જોવા મળ્યા ન હતા. યુએસ ડીલરો મોટે ભાગે તાત્કાલિક માંગ માટે ખરીદી કરે છે. તેઓ ઈન્વેન્ટરી વધારવાનું પસંદ કરતા નથી. પાછલા કેટલાંક સમયથી ચીનમાં વેચાણ ધીમું છે, તેથી પણ બાયર્સ ખરીદીથી દૂર રહ્યાં છે.

1 કેરેટ હીરા માટેનો રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સ (RAPI™) જે ડી ટુ એચ, આઈએફ ટુ વીએસટુ ગુડ્સને પ્રતિબિંબિત કરે છે. જાન્યુઆરીમાં 0.8 ટકા કિંમત વધી છે. 0.50 કેરેટ માટે રેપનેટ 2.4 ટકા વધ્યો છે. મોટા ભાગનો ભાવ વધારો મહિનાના પહેલાં ભાગમાં થયો હતો, ત્યારથી ભાવ સ્થિર છે.

RapNet Diamond Index (RAPI)
 IndexJanuaryYear on Year
Feb. 1, 2023, to Feb. 1, 2024
RAPI 0.30 ct.1,4190.00%-7.10%
RAPI 0.50 ct.2,0282.40%-23.90%
RAPI 1 ct.6,0270.80%-19.30%
RAPI 3 ct.22,0450.10%-10.90%
© Copyright 2024, Rapaport USA Inc.

ગયા વર્ષના ભાવ ઘટાડા પછી ઓછી ગુણવત્તાના ડાયમંડ ગુડ્સમાં વધુ સુધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં 1 કેરેટ સાઈઝના ડી ટુ એલ, એસઆઈ1 થી એસઆઈ2 સુધીની હીરાની કિંમતમાં 2.1 ટકાનો વધારો થયો છે. ફૅન્સીની કિંમતો સ્થિર અથવા ઘટાડા તરફી રહી હતી.

રેપોપોર્ટના અહેવાલ અનુસાર ડી બિયર્સે જાન્યુઆરીની સાઈટમાં સરેરાશ 13 ટકા જેટલો ભાવ ઘટાડો કર્યો હતો. સાઈટધારકોએ આ ભાવ ઘટાડાને આવકાર્યો છે, પરંતુ  તે પોલિશ્ડ અને ઓક્શન તેમજ ટેન્ડરમાં રફની કિંમતોની સરખામણીએ તે મોંઘો છે.

2024માં યુએસ રિટેલ માર્કેટનો અંદાજ મિક્સ જોવા મળ્યો છે. રિટેલર્સે વેલેન્ટાઈન ડેના સેલમાં સ્થિરતાની અપેક્ષા રાખી હતી. જોકે, ફેડરેલ રિઝર્વના વ્યાજ દરોને 23 વર્ષના ઊંચા સ્તરે રાખવાના નિર્ણયથી કન્ઝ્યુમર્સના વિશ્વાસમાં ઘટાડો થયો છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS