Diamond sold diamond broker disappeared after doing WhatsApp message
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા હીરા વેપારીએ તેમના પરિચિત હીરા દલાલને 6.12 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા. આ હીરા દલાલે 15 દિવસની ડિમાન્ડ ઉપર હીરા વેચી તેની ચિઠ્ઠી વોટ્સએપ ઉપર હીરા વેપારીને મોકલી આપી હતી. બાદમાં મોબાઇલ સ્વીચ ઓફ કરી ભાગી જઈ છેતરપિંડી કરી હતી.

અમરોલી કોસાડ રોડ ઉપર પરમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 39 વર્ષીય ધીરજભાઈ જયંતીભાઈ બેલડીયા, વરાછા એલએચ રોડ ઉપર હીરાનો ધંધો કરે છે. તેમને વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હીરા દલાલ હિતેશ રમેશભાઈ બાબરીયા (ઉં.વ.42, રહે. શ્રીનાથ દ્વાર એપાર્ટમેન્ટ હીરાનગર સામે એકે રોડ વરાછા)ની સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ધીરજભાઈના મિત્ર ગજેન્દ્રભાઈ હસ્તક હીરા દલાલ હિતેશભાઈ સાથે મુલાકાત થઈ હતી. અને તેઓએ હીરા દલાલીનું સારું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં તેમની સાથે હીરા દલાલીનો ધંધો કરતા તેમણે સમયસર પેમેન્ટ આપ્યું હતું. અને તેમની ઉપર વિશ્વાસ આવતા બાદમાં તેણે 42.25 કેરેટના ભાવના હીરા તેમની પાસેથી વેચાણ અર્થે માંગણી કરી હતી. 6.12 લાખના હીરા જાંગડ બનાવી વેચાણ માટે લઈ ગયા હતા.

બાદમાં હિતેશભાઈ બાબરીયાએ વોટ્સએપના માધ્યમથી 15 દિવસની ઉધારીએ પંકજભાઈને હીરા વેચ્યા હોવાની ચિઠ્ઠી મોકલી આપી હતી. પંકજભાઈ 15 દિવસમાં પેમેન્ટ કરાવી આપશે તેમ કહી પોતે જવાબદારી લીધી હતી.

પરંતુ બાદમાં પેમેન્ટની ઉઘરાણી કરતા શરૂઆતમાં તેમણે બહાનું કાઢી સમય પસાર કર્યો હતો. અને બાદમાં ફોન બંધ કરી છેતરપિંડી કરી નાસી ગયા હતા. આ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC