DIAMOND CITY NEWS, SURAT
અમેરિકાના એટર્ની ઓફિસનો દાવો છે કે હીરાના વેપારી નાઝેમ અહેમદ કાવતરું ઘડીને ગુનાખોરી આચરી છે. અહમદે અમેરિકામાં આર્ટવર્ક અને ડાયમંડ ગ્રેડિંગ સર્વિસમાં આશરે 160 મિલિયન ડોલર મેળવવા માટે બિઝનેસ એન્ટીટીના નેટવર્કનો દુરુપયોગ કર્યો હતો.
યુએસએ ડિસેમ્બર 2019માં અહેમદ પર પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં યુએસમાં લોકો સાથે વેપાર કરવાનો નિયમ પણ લાગુ કરાયો હતો. એટર્નીનો આરોપ છે કે અહેમદ લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહને ફાઇનાન્સ કરે છે.
દરમિયાન એપ્રિલ મહિનામાં યુએસના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે વિશ્વના 52 લોકો અને કંપનીઓ પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે અહેમદના લાભ માટે કેટલાક વ્યવહારો કરાયો છે.
યુનાઈટેડ સ્ટેટ્સે આતંકવાદ પ્રતિબંધો લાગુ કર્યા જેથી હિઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનોને ભંડોળ મળે નહીં. ન્યુયોર્કના પૂર્વ જિલ્લાના યુએસ એટર્ની બ્રેઓન પીસે કહ્યું હતું કે, અહેમદની આતંકવાદી સંગઠન સાથે સંડોવણી બહાર આવી છે. નાઝેમ અહેમદ અને તેના કેટલાંક સાથીઓ આર્ટવર્ક અને હીરાના વેપારથી કરોડો ડોલર કમાયા હતા, જે આતંકવાદી સંગઠનોને ફંડીગ કરાયા હતા.
અહેમદ અને તેના સાથીઓએ યુએસ આધારિત સંસ્થાઓ પાસેથી ગ્રેડિંગ સર્વિસ મેળવવાનું કાવતરું ઘડ્યું હતું, જેને ફક્ત ડાયમંડ ગ્રેડિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આરોપીઓએ અહેમદ વિરુદ્ધ પ્રતિબંધોની રજૂઆત બાદ અનામી સંસ્થાને આશરે 1546 કેરેટ વજનના 482 હીરા મોકલ્યા હતા.
ઉદાહરણ તરીકે 18 માર્ચ 2021ના રોજ અહમદ માટે કામ કરતી એક એન્ટીટીએ આશરે 45 કેરેટના હીરા મોકલ્યા હતા, જેની કિંમત 80 મિલિયન ડોલર થાય છે. આરોપો અનુસાર ન્યુયોર્કમાં ગ્રેડિંગ કંપનીની સુવિધાને 256 એપ્રિલ 2021ના રોજ હીરાના તે જ એન્ટિટીને પરત મોકલવામાં આવ્યો હતો.
અહમદ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આર્ટવર્કના આંતરરાષ્ટ્રીય સેલીંગમાં પણ સામેલ હતો એવો દાવો એટર્નીએ કર્યો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM