જેમ & જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલની સુરત શાખા દ્વારા ખાસ જેમ & જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે “એક્સપોર્ટ પ્રોસેસ – G&J ઈન્ડસ્ટ્રી” વિષય પર બે-દિવસીય કોર્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોર્સ ખાસ જેમ & જ્વેલરી ઈન્ડસ્ટ્રી ને અનુલક્ષી ને તૈયાર કરવામાં આવ્યો છે જે 17મી અને 18મી ડિસેમ્બર દરમિયાન આઇડીઆઇ, કતારગામ ખાતે આયોજિત થયેલ છે. ઉપરોક્ત કોર્સનું ઉદ્ઘાટન સમારોહ 17મી ડિસેમ્બર 2021ના રોજ યોજાયો હતો.
કાર્યક્રમમાં એમ કે લાડાણી, જીએમ, ડીઆઈસી, દિનેશ નાવડીયા, RC- ગુજરાત, GJEPC, સમીર જોશી, ED, IDI, અમિત મુલાણી, ટ્રેનર, જયંતિ સાવલીયા, પ્રમુખ, SJMA ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.
દિનેશભાઈ નાવડીયા, રિજયોનલ ચેરમેન – ગુજરાત એ તમામ મહાનુભાવો અને મેમ્બર્સને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો કોર્સ G&J ઉદ્યોગના ઇતિહાસમાં ક્યારેય યોજાયો નથી. આ કોર્સ નો અભ્યાસક્રમ વિશેષ રીતે જેમ & જ્વેલારી ઉદ્યોગ માટે તેની બારીકીઓ અને વિસંગતતાઓ ને ધ્યાન માં રાખી બનાવવામાં આવ્યો છે GJEPC ને ઈન્ડસ્ટ્રી તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. નિકાસ શરૂ કરવા માટે સુરતના જી એન્ડ જે ઉદ્યોગના ઉત્પાદકો માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે શ્રોતાઓને એ પણ જણાવ્યું કે GJEPC આગામી મહિનાઓમાં ગુજરાતના વિવિધ શહેરોમાં આ પ્રકારના અનેક કોર્સનું આયોજન કરશે.
એમ. કે. લાડાણી, જીએમ, ડીઆઈસી, સુરતએ MSME અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે સભ્યોને માહિતગાર કર્યા. તેમણે મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો અને ભાવિ નિકાસકારોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે G&J નિકાસના આવા કસ્ટમાઇઝ્ડ અને ક્રાફ્ટેડ કોર્સ રજૂ કરવા માટે GJEPCની પહેલની પ્રશંસા કરી.
જયંતિ સાવલિયા અને સમીર જોશીએ સભ્યોને જી એન્ડ જે ઉદ્યોગમાં નિકાસના ભાવિ અને તેને ટેકો આપતા વિવિધ પરિબળો વિશે માહિતગાર કર્યા હતા. સંકેત નાવડિયાએ કાર્યક્રમને સપોર્ટ આપવા બદલ DIC, સુરતનો વિશેષ આભાર વ્યક્ત કરી સત્રનું સમાપન કર્યું. સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાંથી કુલ 50+ સભ્યોએ આ 2 દિવસના નિકાસ પ્રક્રિયા કોર્સમાં નોંધણી કરાવી છે.
GJEPC એ જેમ એન્ડ જ્વેલરીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય “નિકાસ પ્રક્રિયા – G&J ઉદ્યોગ” કાર્યક્રમનું આયોજન કર્યું
- Advertisement -
- Advertisement -