દેશવિદેશમાં અતિ લોકપ્રિય ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની નામિબિયાની મુલાકાત હીરા ઉદ્યોગની જાણીતી કંપની અંકિત જેમ્સ માટે ખૂબ જ મહત્ત્વની બની રહી હતી. અંકિત જેમ્સના ડિરેક્ટર્સને નામિબિયાની હાઈ કમિશનની કચેરીમાં વિઝનરી લીડર ડો. એસ. જયશંકરને મળવાની તક મળી હતી.
તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી નામિબિયાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ભારત અને નામિબિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા મામલે એક વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ભારતના વિદેશમંત્રીએ ભાગ લીધો હતો. વ્યાપારિક તકોને શોધી વિકાસ સાધવા અંગે નામિબિયા અને ભારત સરકાર વચ્ચે અહીં ગહન ચર્ચા થઈ હતી, જેથી બંને દેશોને ભરપૂર લાભ પહોંચી શકે. ડો. જયશંકર તેમના ડિપ્લોમેટીક પાવર માટે જાણીતા છે. ડો. એસ. જયશંકર આંતરરાષ્ટ્રીય બાબતોમાં બહોળો અનુભવ ધરાવે છે તે સૌ કોઈ જાણે છે. નામિબિયા ખાતેની તેમની મુલાકાત અતિ મહત્ત્વની છે. વિદેશમંત્રીએ અંકિત જેમ્સના ડિરેક્ટર્સ સાથે હીરા ઉદ્યોગના વિકાસ, આર્થિક વૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક આપ લે મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી.
વિદેશમંત્રીએ ભારત અને નામિબિયા વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવામાં અંકિત જેમ્સના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મિટીંગમાં બંને દેશોમાં હીરા ઉત્પાદનના વેપારને વધુ વેગ આપવા માટે કોલોબ્રેશન, ટેક્નોલૉજી ટ્રાન્સફર અને કુશળતાના આદાનપ્રદાનના નવા રસ્તા શોધવા સૂચન કર્યું હતું. વિદેશમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ભારત અને નામિબિયા વચ્ચેના વ્યાપારીક સંબંધો મજબૂત થાય તે તક અંકિત જેમ્સ માટે સારી છે.
અંકિત જેમ્સ માટે ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પોતાની અગ્રિમતા સાબિત કરવાની ઉત્તમ તક છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે ૩૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતી કંપની અંકિત જેમ્સે નામિબિયામાં માત્ર એક અદ્યતન ડાયમંડ પ્રોસેસિંગ સુવિધા જ ખોલી નથી પરંતુ વિશ્વ સ્તરના હીરાના ઉત્પાદન માટે અદ્યતન મશીનરી વિકસાવી છે. તેમજ નામિબિયાના સ્થાનિક લોકોને રોજગારીની તકો આપી છે. તે સારી બાબત છે. વધુમાં અંકિત જેમ્સ કંપની નામિબિયાના આર્થિક, માળખાકીય અને સર્વાંગી વિકાસ માટે વિવિધ સીએસઆર પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
અંકિત જેમ્સ ઉત્કૃષ્ટતા તરફની તેની સફરને નિરંતર ચાલુ રાખી રહ્યું છે. માનનીય વિદેશમંત્રી ડો. એસ. જયશંકર સાથેની મુલાકાત બાદ કંપનીના ડિરેક્ટર્સનો ઉત્સાહ વધ્યો છે. આ મુલાકાત બાદ કંપની પોતાના મૂલ્યવાન આંતિરક મૂલ્યોને વધુ ઊંચાઈ તરફ લઈ જવા પ્રેરાયા છે. નવા જોડાણો કરી ગ્લોબલ ફૂટપ્રિન્ટને વિસ્તારે તેવી અપેક્ષા છે. આવી તકો વૈશ્વિક સ્તરે ભારતીય ઉદ્યોગકારોને તેમની વધતી જતી ઓળખ અને વિકાસમાં યોગદાન આપવાની તેમની તાકાતનો પુરાવો છે. ભારતીય ઉદ્યોગકારોના દેશની બહાર જઈ વિદેશમાં આ રીતે વિકાસ સાધવાના લીધે ભારત અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો બંનેની પ્રગતિ થઈ રહી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM