એચઆરડી એન્ટવર્પ અને તેના બેલ્જિયન ભાગીદારો વચ્ચેનો વિવાદ વકર્યો
ડાયમંડ ગ્રેડિંગના અપગ્રેડ મામલે બંને કંપનીઓ આમનેસામને : એકબીજા પર અનેક આક્ષેપો કર્યા

આ વિવાદ માર્ચમાં ત્યારે વધુ વકર્યો જ્યારે મીડિયાએ આક્ષેપો કર્યા કે HRDએ 2020માં અન્ય લેબો કરતા હીરાને વધુ ઊંચા ગ્રેડ આપવાની વ્યૂહરચના રજૂ કરી

Disputes between HRD Antwerp and its Belgian partners escalated
સૌજન્ય - HRD એન્ટવર્પ ખાતે હીરા. (HRD એન્ટવર્પ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

એચઆરડી એન્ટવર્પ કંપનીએ તેના જૂની પાર્ટનર તુર્કીશ કંપની સામે આક્ષેપ કર્યા છે કે બેલ્જીયન લેબોરેટરીએ ડાયમંડને નિયમિત રીતે અપગ્રેડ કર્યા છે. જે કરાર વિરુદ્ધ છે. આ સાથે જ એચઆરડી એન્ટવર્પ કંપનીએ બેલ્જીયન કંપની પર દાવો માંડ્યો છે.

એચઆરડી એન્ટવર્પ અને એંસ્ટિટુ ઈસ્તાંબુલ બિલિમ એકેડમી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેના પગલે 2021માં કંપનીએ કરાર સમાપ્ત કર્યો હતો. આ વિવાદ માર્ચમાં ત્યારે વધુ વકર્યો જ્યારે બેલ્જિયન મીડિયાએ આક્ષેપો કર્યા કે એચઆરડીએ 2020માં અન્ય લેબોરેટરી કરતા હીરાને વધુ ઊંચા ગ્રેડ આપવાની વ્યૂહરચના રજૂ કરી હતી. એચઆરડીએ જણાવ્યું હતું કે તેઓએ તુર્કીમાં ભૂતપૂર્વ ભાગીદારો સામે દાવો માંડ્યો છે. એચઆરડીની વ્યવસાયીક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ માનહાનિનો દાવો માંડવામાં આવ્યો છે.

દરમિયાન બેલ્જિયન ન્યૂઝ એજન્સી ડી તિજડ દ્વારા 9 માર્ચના એક રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે આ બે કંપનીઓ વચ્ચેના મતભેદ એ નાગરિક કાયદાની આસપાસ ફરે છે, જે એન્સ્ટીટૂ ઈસ્તાંબુલ બિલિમ એકેડમી મેનેજમેન્ટ કન્સલ્ટન્સીએ 2021ના અંતમાં એન્ટવર્પ કોર્ટમાં એચઆરડી કંપની વિરુદ્ધ દાખલ કરેલા કેસને આનુષાંગિક હતો. તપાસ એજન્સીઓ એચઆરડીની ગ્રેડિંગ પદ્ધતિઓ અંગે તપાસ કરી રહ્યાં છે, તેમાં કશું ખોટું હોવાની એજન્સીઓને શંકા છે.

ડી તિજડના અહેવાલ અનુસાર લગભગ છ વર્ષ પહેલાં ઈન્ટરનેશનલ ડાયમંડ કાઉન્સિલ (IDC) કે જેની સ્થાપના વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સિસ (WFDB) એ 1970ના દાયકામાં કરી હતી. આ સંસ્થાનો હેતુ વિશ્વભરમાં ડાયમંડ ગ્રેડિંગમાં પારદર્શિતા લાવવા તથા એકીકૃત કરવાનો હતો. એચઆરડીને તેના સભ્યપદમાંથી બાકાત રાખવામાં આવી હતી. એચઆરડીના તત્કાલીન સીઈઓ મિશેલ જેન્સેન્સને લખેલા પત્રમાં એવી નોંધ હતી કે IDCના પ્રમુખ હેરી લેવીએ IDCના નિયમો અનુસાર એચઆરડીની ગ્રેડિંગ સિસ્ટમ નથી.

ન્યૂઝ એજન્સીએ લીક થયેલી આંતરિક વિગતોને ટાંકવા સાથે ડચ ભાષાના એક રિપોર્ટના આધારે જાહેર કરાયું હતું કે, એચઆરડીની નાણાકીય સ્થિતિ 2020 સુધી ખરાબ હતી. જ્યારે બીજા એક લીક થયેલા પેપર્સમાં લખેલું હતું કે વર્તમાન પરિણામો સાથે એચઆરડી વ્યવસાયમાંથી બહાર ફેંકાઈ ગયું છે. 

દરમિયાન એચઆરડીએ નવી વ્યૂહરચના હેઠળ નિર્ધારિત કર્યું છે કે જે પત્થરોમાં પહેલાથી જ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) ના રિપોર્ટથી તેમને એક અથવા બે રંગ અપગ્રેડ અથવા એક ક્લિયારિટી અપગ્રેડ કરવાની પરવાનગી હતી. રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે લેબ ડાયમંડને ત્યાં સુધી ડાઉનગ્રેડ નહીં કરી શકે જ્યાં સુધી તેમાં ખરેખર કોઈ ખામી ન હો. તેથી રિપોર્ટ જાળવી રાખવામાં આવ્યો છે. આઈજીઆઈના સ્ટોન્સને અપગ્રેડ કરવાની પરવાનગી નથી તેમ પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો. પેપરને એક આંતરિક ઓનલાઈન બેઠકના હવાલો આપ્યો જેમાં એચઆરડી એન્ટવર્પ ઈસ્તાંબુલના તત્કાલીન ડિરેક્ટર માઈક ડેવીની નીતિને બજારમાં ઠગાઈ કરવાની રીત દર્શાવવામાં આવી હતી.

તે જ બેઠકમાં એચઆરડી ઈસ્તાંબુલના માલિક મેહમત કૈન ઓઝદેમિરે રિપોર્ટના આધારે કહ્યું હતું કે ડાયમંડની કિંમતમાં એક ચોક્કસ માત્રામાં તેના ગ્રેડિંગ સામેલ છે. જો ખરેખર ખૂબ જ પાતળો ભેદ છે તો લેબોરેટરી ગ્રેડ મામલે ઉપર નીચે જઈ શકે છે, પરંતુ તે ક્યારેય પૂર્ણ ડિગ્રી મામલે હોતો નથી.

એચઆરડીએ આરોપો લાગ્યા બાદ ગ્રેડિંગની સિસ્ટમનું ઓડિટ કર્યું અને તેમાં કોઈ અનિયમિતતા નહીં હોવાનું જાહેર કર્યું હતું. એચઆરડીના સીઈઓ એલેન જૌનચરે કહ્યું કે ખરેખર અમે જીઆઈએની સરખામણીમાં થોડા વધુ ઉદાર છે. પરંતુ કટ અને ફોલરેસેન્સ મામલે કડક વલણ રાખીએ છે.

ટ્રેડમાર્ક મામલે અસહમતિ

એચઆરડીએ આરોપોનો જવાબ આપતા કહ્યું કે ઓઝડેમિરે આભાસી કરારો કર્યા છે અને એચઆરડીની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કર્યો છે. ભાગીદારી તૂટવા પાછળના મુખ્ય કારણો એ હતા કે કંપનીનું મેનેજમેન્ટ સંભાળતા ભાગીદારોએ ટ્રેડમાર્ક એચઆરડીને સોંપ્યું નહોતું જે ખરેખર એચઆરડી ઈસ્તાંબુલ નામ પર ખોટી રીતે રજિસ્ટર્ડ થયું હતું. પોતાના પાછલા કરારો હોવા છતાં આવું ખોટું કાર્ય કર્યું હતું એમ એચઆરડી એન્ટવર્પના વકીલ ટુન્કેએ કહ્યું હતું.

ટુન્કે કૈલટેકિને વધુમાં આરોપ મુકતા કહ્યું હતું કે ભાગીદારોએ પોતાના પરિવારના સભ્યોની માલિકી ધરાવતી અન્ય કંપનીઓના માધ્યમથી એચઆરડી ટ્રેડમાર્ક પર પણ કબ્જો કર્યો હતો અને એચઆરડીની સંપત્તિને તે કંપનીઓમાં ટ્રાન્સફર કરી હતી. બીજા શબ્દોમાં તેઓએ કરારથી વિપરીત અનિયમિતતા દાખવી છેતરપિંડી કરી હતી.

દરમિયાન જોનેચરે બેલિજયનના એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે તુર્કીશ ભાગીદારોએ ટેક્સ અને ફાઈનાન્સિયલ ફ્રોડ કર્યું છે. આ તરફ ઓઝડેમિરે જોનેચરના દાવાઓને ફગાવી દીધા હતા.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS