છૂટાછેડા એટલે કે લગ્નસંબંધનો અંત આજે પણ સ્ત્રી એને પતિ ન ગમે તો અને પોતાને ગિલ્ટ થવા માંડે છે. જેને જીવન સોંપ્યું, શરીર સોંપ્યું એને કઈ રીતે છોડી શકાય? દરેક સંબંધની સરખામણીમાં પતિ-પત્નીનો સંબંધ સૌથી લાંબો ગણવામાં આવે છે. સમાજ વ્યવસ્થાના ભાગરૂપે લગ્ન સંસ્થાને કાયદામાં પણ સ્થાન મળ્યું.
સ્ત્રી -પુરુષ વચ્ચેના શારીરિક સંબંધને સમાજદ્વારા મળતી પરવાનગીના ભાગરૂપે લગ્નની ગણના થઈ. લગ્ન સંબંધની ગરિમા જળવાઈ રહે આથી અને દરેક ધર્મમાં શાસ્ત્રોકત્ત વિધિ સાથે જોડવામાં આવ્યો. ધર્મએ આદિકાળથી જ માનવ વર્તનને અંકુશમાં રાખવા માટે માર્ગદર્શન પૂરું પાડવું અને અમુક બંધનો આપ્યાં. આથી જ લગ્ન વિચ્છેદનનો પ્રશ્ન ઊભા થાય ત્યારે આખી કાયનાત સમજાવવા માટે હાજર થઈ જાય છે.
હા, દરેક સમસ્યાનો ઉકેલ છૂટાછેડા નથી જ, પણ જયારે સહજીવન ખુદ જીવવાની એક મોટી સમસ્યા બની જાય ત્યારે એનો ઉકેલ લાવવો જ રહ્યો. ખાસ કરીને જયારે બાળક હોય છે ત્યારે એ સ્ત્રી પત્ની ઓછી અને માતા વધુ હોય છે. એના માટે આશ્રય, જીવનનિર્વાહ માટેની જરૂરિયાતો અને બાળકનો અભ્યાસ વગેરે સચવાઈ જતું હોય તો એ પોતાના અંગત ગમા-અગણમાને ખાસ ધ્યાન નથી આપતી. બાળક માટે અણગમતી વ્યકિત્ત સાથે આખું જીવન ખેંચી નાંખ્યા પછી પણ અંજપો યથાવત્ રહે છે.
એક સ્ત્રી જયારે છૂટા પડવાનું વિચારે છે ત્યારે એની સાથે કેટલાય પ્રશ્ન, ભય, મનોમંથન આવે છે, એનાં નામ સાથે જોડાયેલી ઓળખ બદલાઈ જશે. મિસિસ સો એન્ડ સો ફરી મિસ બની જશે. જેને પરિચય આપી શકતી હતી એ લોકો કદાચ સાથે નહીં રહે. એક સંદર્ભ નહીં રહે. સમાજ, આર્થિક, અસલામતી અને એકલાતાનો ભય, એકલી સ્ત્રીને અમુક (કામક) નજરે જોતા પુરુષો, ભવિષ્ય માટેની ઝાંખપ સ્ત્રીને અણગમતો સંબંધ ખેંચવા મજબૂર કરે છે. અભ્યાસમાં કે કારકિર્દીમાં મળેલી નિષ્ફળતા એ સ્વીકારીને આગળ વધી શકે છે, પણ લગ્નજીવનમાં મળેલી નિષ્ફળતા પચાવવી અઘરી હોય છે.
છૂટાછેડાનો એક ઉપાય છે શેરિંગ, ઘરની, કુટુંબની, બાળકના પ્લાનિંગથી માંડીને એજ્યુકેશનની બધી ચર્ચા જેમ ખૂલ્લા મનથી થઈ શકે, બિલકુલ એ જ રીતે એકબીજાની ટેવ, અણગમતી બાબતો અને સેકસલાઈફની પણ દિલ ખોલીને ચર્ચા કરવી જોઈએ. એના પરસેવાની વાસ એની ભાષા કે અમુક ખાસ વર્તન જો અસહ્ય તો વિશ્વાસના રણકા સાથે પતિને ગળે ઊતરે એવી રીતે કહી દેવું જોઈએ. લગ્નજીવન એ સહનશકિતની હરીફાઈ નથી કે સતત એકબીજાને સહન કરતા રહેવાનું. નથી ગમતુંની ભાવના જ્યારે બંને પક્ષે અસહ્ય સુધી પહોંચી જાય ત્યારે છેડાછેડી છોડવી પડે. જેમ લગ્ન એ બે વ્યક્તિનાં મન શરીરનો મેળાપ હોય તેમ છૂટાછેટાનો નિર્ણય પણ એ જ બે વ્યકિત્તનો સહિયારો એ જરૂરી છે.
આપણા સમાજમાં હજી આજે પણ તરછોડાયેલી સ્ત્રીને ત્યકતા બોલ્યા પછી એનું નામ બોલવામાં આવે છે. છૂટાછેડા તેની ઓળખનો ભાગ બની જાય છે. ભાગ્યે જ કોઇ છૂટાછેડા લીધેલા પુરુષ સાથે તલાકશુદા કે કોઈ પણ બીજું વિશેષણ લાગે છે. પુરુષવર્ગ માટે ફલર્ટથી માંડીને બધી રીતે નજીક આવવાનો સોફટ ટાર્ગેટ બની જાય અને સ્ત્રીવર્ગ માટે છૂપી ઈર્ષા અથવા હાયહાયબા માટેનું રમકડું બની જાય છે.
જે સ્ત્રી આર્થિક અને વૈચારિક સ્વતંત્રતાની દરેક સમસ્યા અને ઘટના “લેટ ગો” નામના પાયા પર ઊભેલી હોય છે. એ પાયો પણ જયારે હલબલી જાય ત્યારે એ સંબંધને ખેંચવાનો કોઈ અર્થ નથી.
છૂટાછેડા કોઈ પણ સ્ત્રીની હોબી ન હોય અને ખાસ કરીને ભારતીય સ્ત્રી નિર્ણય લેતાં પહેલા વિચારે જ. છતાં બંધન રોજ શ્વાસ રૂંધે ત્યારે છેડો ફાડવો બહેતર છે. પુરુષની જેમ સ્ત્રીને પણ પૂરો અધિકાર નવેસરથી જિંદગી જીવવાનો.