DMCCના CEO અહેમદ બિન સુલેયામે GJEPC લીડર્સ સાથે મુંબઈમાં મીટિંગ કરી

GJEPCના ચૅરમૅન વિપુલ શાહે અહેમદ બિન સુલેયામ અને DMCCના પ્રિસીયશ સ્ટોન્સના સ્પેશિયલ એડવાઇઝર ડો. માર્ટીન લીકનું ઉષ્માસભર સ્વાગત કર્યું

DMCC CEO Ahmed Bin Sulayem held meeting with GJEPC leaders in Mumbai
ફોટો સૌજન્ય : GJEPC
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

Dubai Multi Commodities Center (DMCC)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO અહેમદ બિન સુલેયામે તાજેતરમાં મુંબઈમાં GJEPCની હેડ ઓફિસ ખાતે યોજાયેલી બેઠકમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચૅરમૅન વિપુલ શાહ, GJEPCના વાઈસ ચૅરમૅન કિરીટ ભણશાળીને મળ્યા હતા.

GJEPCના ચૅરમૅન વિપુલ શાહે અહેમદ બિન સુલેયામ અને DMCCના પ્રિસીયશ સ્ટોન્સના સ્પેશિયલ એડવાઇઝર ડો. માર્ટીન લીકનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ બેઠકમાં GEJPCની ડાયમંડ પેનલના કન્વીનર અજેશ મહેતા, GEJPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે, ભારત ડાયમંડ બુર્સના ચૅરમૅન અનૂપ મહેતા, ભારત ડાયમંડ બુર્સના વાઈસ પ્રેસિડન્ટ મેહુલ શાહ  ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ભારત અને દુબઈ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવા અને હીરા, કિંમતી ધાતુઓ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓમાં વેપારને પ્રોત્સાહન આપવાના સહયોગી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ભારત અને UAE વચ્ચે સતત સહકાર માટે સકારાત્મક દૃષ્ટિકોણ સાથે બેઠકનું સમાપન થયું હતું. વિપુલ શાહે મિસ્ટર બિન સુલેયામ અને તેમની ટીમનો તેમની મુલાકાત અને ફળદાયી ચર્ચાઓ ભારત અને UAE વચ્ચે સતત સહકાર માટે સકારાત્મક દૃષ્ટિકોણ સાથે બેઠકનું સમાપન થયું.

વિપુલ શાહે મિસ્ટર બિન સુલેમ અને તેમની ટીમનો આગામી વર્ષોમાં ફળદાયી ભાગીદારીની અપેક્ષા રાખતા. તેમની મુલાકાત અને ફળદાયી ચર્ચાઓ માટે આભાર માન્યો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS