યુએઈની છેલ્લાં 50 વર્ષની સિદ્ધિઓને સેલિબ્રેટ કરવાના હેતુથી સોના અને ચાંદીના બુલિયન સિક્કાઓની એક નવી સિરીઝના પ્રોટોટાઈપનું ડીએમસીસી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. આ સિક્કા રમજાન પછી રિટેલ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
યુએઈની DPMC (દુબઈ પ્રિસિયસ મેટલ કોન્ફરન્સ)ની 2022ની શ્રેણીમાં કરાયેલી જાહેરાત અનુસાર આ સિક્કા ચેક મિન્ટ સાથેની ભાગીદારના પરિણામ સ્વરૂપ બનાવવામાં આવ્યા છે. આ કરાર પર ડીએમસીસીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અહેમદ બિન સુલેયમ અને ચેક મિન્ટના બોર્ડના સીઈઓ અને ચૅરમૅન મિચલ ડરટિનાએ હસ્તાક્ષર કર્યા હતા.
યુએઈની સફળતાની ગાથા દર્શાવતા આ નવા પ્રોટોટાઈપ બુલિયન સિક્કામાં અનેક પ્રકારની ડિઝાઈન જોવા મળે છે, જેમાં યુએઈના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન, ઉપરાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની તસવીરો પણ સામેલ છે. અબુ ધાબી એક મોટું વૈશ્વિક સાંસ્કૃતિક સ્થળ હોવાની સાબિતિ આ સિક્કા આપે છે.
આ અનાવરણ વૈશ્વિક સ્તરે સોના અને કિંમતી ધાતુઓના વેપાર લેન્ડસ્કેપને ટેકો આપવા માટે DMCCની ભૂમિકાને ચિહ્નિત કરે છે, જે સમગ્ર વર્ષ દરમિયાન તેનું નિર્માણ ચાલુ રાખશે અને આ વર્ષના અંતમાં DMCCની વાર્ષિક દુબઈ કિંમતી ધાતુ પરિષદમાં તે રજૂ કરવામાં આવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM