Double coloured tourmaline rough will be auctioned in November for the first time in the world
ફોટો સૌજન્ય - ઇરિડીસ
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ચમકતા રંગીન સ્ટોન રફ ટુરમાલાઈનની દુનિયાની પહેલી હરાજી નવેમ્બરમાં બેંગ્કોક ખાતે યોજાવા જઈ રહી છે. ઝામિબ્યાની જગોડા ખાણના નવા માલિક ઇરિડીસનું કહેવું છે કે, આ અસાધારણ પિન્ક, ગ્રીન રંગનો ડબલ કલર્ડ ટુરમાલાઈન સૌથી મોટું કલેક્શન પ્રદર્શિત કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે, પોટેન્શિયલ બાયર્સ માટે પહેલીવાર ટુરમાલાઈન ગ્રેડિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.

કંપનીના સીઈઓ સિરીલ ડીજાનકોફે જણાવ્યું હતું કે, આ આગામી હરાજી અમારા ઝામ્બિયા કામગીરીના 18 મહિનાના ઉત્પાદનના પરિણામે કરવામાં આવી છે, જે આ અદ્દભૂત સ્ટોનને 100 ટકા ટ્રેસેબિલિટી સાથે તેના પ્રકારની પ્રથમ ગ્રેડિંગ સિસ્ટમમાં જોઈ શકાશે.

ઈરિડીસ વધુમાં કહે છે કે જેગોડા ખાણ જે પહેલીવાર 1997માં સપાટી પર આવી હતી. શરૂઆતમાં આ ખાણમાંથી અસામાન્ય પિન્ક ટુરમાલાઈન સ્ટોન મળતા હતા. તેના માટે તે જાણીતી હતી.

પરંતુ જીઆઈએ અને અન્યો લેબ તેમજ નિષ્ણાતોના સર્વે સૂચવે છે કે તે ટુરમાલાઈનના સૌથી મહત્ત્વપૂર્ણ સ્ત્રોતમાંનું એક સાબિત થઈ શકે છે, જે વિશ્વમાં ક્યારેય જાણીતું નહોતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant