તમે કયુ કામ કરો છો એ માત્ર મહત્વનું નથી;
તમે કોની સાથે કામ કરો છો એ પણ મહત્વનું છે!

આપણે સૌ જે વિષયનું જ્ઞાન ધરાવતા હોય તે બિઝનેસમાં પ્રવેશવાનું મોટેભાગે પસંદ કરીએ છીએ, કારણ કે જે ક્ષેત્રની જાણકારી જ ના હોય અને તે ક્ષેત્રમાં જ્યારે આપણે ઝંપલાવીએ છીએ ત્યારે સફળ થવું અઘરૂ થઈ પડે છે.

Dr Sharad Gandhi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

ઉપરોક્ત વાત અહિયા બિઝનેસલક્ષી છે. પરંતુ ઉંડાણપૂર્વક વિચારીએ તો આ વાત આપણા જીવનના દરેક પહેલુમાં, દરેક સંબંધોમાં, દરેક પસંદગીમાં પણ લાગું પડે છે. આમ તો વાત સ્વાનુભવની છે, પરંતુ આવા અનુભવો તો દરેકને થતાં જ હોય છે અને આ સિલસિલો તો હંમેશા ચાલું જ રહેવાનો. આપણી સફળતા પાછળ ઘણા સારા લોકોનો હાથ હોય છે, તેવી જ રીતે આપણી નિષ્ફળતા પાછળ પણ ક્યારેક ઘણા ખોટા લોકોનો હાથ હોય છે. પરંતુ જેટલી સતર્કતા વધારે એટલી નૂક્શાની ઓછી, એવું માનીને થોડા જાગૃત થઈએ તો આપણા ઘણા કામ બગડતા અટકી જાય અને આપણે ઘણી સમસ્યાઓમાંથી બચીને બહાર નીકળી શકીએ.

આપણે સૌ જે વિષયનું જ્ઞાન ધરાવતા હોય તે બિઝનેસમાં પ્રવેશવાનું મોટેભાગે પસંદ કરીએ છીએ, કારણ કે જે ક્ષેત્રની જાણકારી જ ના હોય અને તે ક્ષેત્રમાં જ્યારે આપણે ઝંપલાવીએ છીએ ત્યારે સફળ થવું અઘરૂ થઈ પડે છે. એટલે જ આપણે ક્યું કામ હાથ પર લઈએ છીએ એ મહત્વનું છે. આપણી પાસે એ ધંધાનું જ્ઞાન હોય, ધગશ પણ હોય, મહેનત પણ હોય, સફળ થવાની તાલાવેલી પણ હોય એ સાથે પરિસ્થિતિ પણ અનુકુળ હોય અને સમયનો પણ સાથ હોય ત્યારે સફળ થવામાં વાર નથી લાગતી. કારણ કે આમાં મોટાભાગે બધુ આપણા પર આધારિત છે. તેથી આપણે આ કાર્યને પાર પાડવામાં પોતાએ જ લડવાનું હોય છે. પરંતુ આનાથી પણ એક મહત્વની બાબત એ છે કે આપણે કોની સાથે કામ કરીએ છીએ. જો આપણે આ ‘સાથ’માં થાપ ખાઈ ગયા તો આપણું જ્ઞાન, મહેનત, ધગશ બધું જ પાણીમાં જાય તો નવાઈની વાત નથી. આપણી આસપાસના પરિવેશમાં નજર કરજો. ઘણા લોકો ખૂબ જ સક્ષમ હતા છતાં નિષ્ફળ ગયા. કારણ કે તેને સાચો અને અને સારો સાથ ના મળ્યો. ક્યાંક તેના પાર્ટનર યોગ્ય ન મળ્યાં. ક્યાંક તેની સાથે કામ કરવાવાળાએ દગો કર્યો. ક્યાંક તેમનો કર્મચારી લંપટ નિકળ્યો, તો ક્યાંક વધુ પડતા વિશ્વાસને કારણે કોઈના દ્વારા ગેરલાભ લેવાયો. ખરાબ દાનતવાળી વ્યક્તિ જ્યારે આપણા કાર્યોમાં કોઈપણ પ્રકારે જોડાય ત્યારે તે આપણા કામને જખ્મી કરે જ છે.

આપણી સફળતા અને નિષ્ફળતામાં આપણી સાથે કામ કરનારાઓનો ફાળો ખૂબ મહત્વનો હોય છે. એક સારો ભાગિદાર આપણી સફળતાના માર્ગે આવેલી અડચણોને હટાવે છે. એક સાચો ભાગિદાર પોતાનું ઉપરાંત કંપનીનું અને આપણુ અહિત ના થાય તે માટે હંમેશા સજાગ હોય છે. એક સમર્પિત ભાગિદાર હંમેશા પોતાની ખુશીઓની સાથોસાથ સંકળાયેલા દરેકની ખુશીઓનો પણ ખ્યાલ રાખે છે. એક આદર્શ ભાગીદારનું લક્ષ્ય હંમેશા સૌને સાથે લઈને ચાલવાનું હોય છે. એક નીતિવાન પાર્ટનર હંમેશા સત્ય અને નિષ્ઠા દ્વારા કંપનીનું નામ રોશન કરે છે.

હું અહિંયા ભાગીદારો અલગ થવાની કે કર્મચારી અલગ થઈને સ્વતંત્ર ધંધો કરે તેની વાત કરતો નથી. હું તો માત્ર મેલી મુરાદવાળા લોકોની જ વાત કરુ છું. આપણે ઘણી કંપનીઓમાં જોયું છે કે બે પાર્ટનર હોય અને બન્ને અલગ થાય તો તેમાં કઈ ખોટુ નથી. જો બન્ને પાર્ટનર વ્યક્તિગત રીતે સક્ષમ હશે તો બન્નેની પ્રગતિ થશે. જો તેઓ એકબીજાના પુરક હશે તો બન્નેની કંપની ડાઉન જશે. યોગ્યતા અને જરૂરીયાતના આધાર પર જ્યારે ફેસલો થાય ત્યારે જ બન્ને પક્ષે ફાયદો થાય છે.

આજે લોકોમાં વિશ્વસનિયતામાં ભરપૂર ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાર્થી અને સ્વકેન્દ્રિત લોકો વધતા જાય છે. એકબીજા સાથે મળીને પરસ્પર પ્રગતિનો ભાવ ઓછો થતો જાય છે. પોતાના રોટલા શેકવા માટે સામેવાળાનું જે થાય તે, તેવી વૃત્તિવાળા માણસો વધતા જાય છે. હું મારું કામ કેમ કઢાવી લઉં એવી વિચારધારા વધુ પ્રવર્તતી જાય છે. એટલે જ સંબંધોમાં દરારો પડતી જાય છે. એટલે જ આપણે કોની સાથે કામ કરવું એ આજના સમયમાં ખૂબ જ અગત્યનો નિર્ણય સાબિત થઈ રહ્યો છે.

કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ ભાગિદાર હોય કે કર્મચારી હોય, તે સમય સાથે પોતાની ક્ષમતા મુજબ પોતે પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરે તો તેમાં કશું ખોટુ નથી. પરંતુ જો તે બીજાને હેરાન કરીને કે ગેરલાભ લઈને કે સંબંધો ખરાબ કરીને બિઝનેસ શરૂ કરે તો તે ક્યારેય સન્માનને પાત્ર ના બની શકે. ભેગા થવા માટેના કારણો હોય તેમ અલગ થવા માટે ના પણ પ્રામાણિક કારણો હોય. પ્રેમથી અલગ થનારા હંમેશા એકબીજાની જરૂરીયાત સમયે સાથે ઉભા હોય છે.

Dr Sharad Gandhi-book

સૌરાષ્ટ્ર તળાજા તાલુકાના ખોબા જેવડા ગામ હબુકવડમાં તા. 20 એપ્રિલ, 1960ના જન્મેલા બાળક પર કિસ્મત રૂઠેલી હતી. અત્યંત ગરીબ ખોરડું, છ ભાઈભાંડું અને એમાં નાની વયે પિતાનું અવસાન થતાં ઘરના મોટા પુત્ર તરીકે ફક્ત 11 વર્ષની કિશોરાવસ્થામાં સુરતની વાટ પકડવી પડી. સુરતમાં હીરા ઘસતો કિશોર દિવાળીની રજાઓમાં ગામ આવી શેત્રુંજી નદીના કાંઠે ભેંસો ચરાવતો નજરે પડે. 11 વર્ષની વયે પહેલી કવિતા રચનારા આ કિશોરનાં હૃદયના એક ખૂણામાં એક કલાકાર વસતો હતો, પણ ત્યારે એના માટે હૃદયના ખૂણા કરતા પેટનો ખાડો પૂરવો વધુ મહત્ત્વનો હતો. 26 વર્ષની વયે આ યુવાને પહેલી ગુજરાતી સુપરહિટ ફિલ્મ લખી અને આજ સુધીમાં લેખક, ગીતકાર, નિર્માતા અને નિર્દેશક તરીકે 35 ફિલ્મો અને 400 હિંદી ગુજરાતી ગીતો એના નામે બોલે  છે. ગુજરાત સરકારના 60થી વધુ એવોર્ડ્સ ઉપરાંત પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ મેળવનાર જશવંત ગાંગાણી ‘કસુંબલ પ્રીતનો કેફી રંગ’ થકી કાવ્યજગતમાં પદાર્પણ કરે છે.

આમ જુઓ તો આપણા જીવનસાથીની પસંદગી કરીએ ત્યારે એ ધ્યાન રાખીએ છીએ કે એ પાત્ર સાથે જીવન પસાર કરી શકીશું ને ? કોઈ ઘરની પસંદગી કરીએ ત્યારે એ તપાસ કરીએ છીએ કે પાડોશી કોણ છે ? આસપાસમાં કેવા લોકો રહે છે ? મિત્રોની પસંદગી કરીએ ત્યારે એ જોતા હોઈએ છીએ કે ખરેખર મને, મારા વિચારોને સમજી શકે તેવા છે ને ? ગ્રાહકની પસંદગી કરીએ ત્યારે તે જોઈએ છીએ કે તેમનો વ્યવહાર બરાબર છે ને ? તેવી જ રીતે ભાગીદારની પસંદગી કરતા પહેલા પણ એ જોવું, જાણવું જરૂરી છે કે તેની સાથે વૈચારિક રીતે જોડાઈ શકીશું ને ? તે વ્યક્તિ આ ધંધાને લાયક, મારી સાથે કામ કરવાને લાયક છે ને ? જો આપણી પાસે માણસ પારખવાની શક્તિ હોય તો ધંધામાં ઘણી ઉથલપાથલમાંથી બચી શકાય છે. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ ને કે ખોટો માણસ ભટકાઈ ગયો ! હા, એ ખોટો હતો એ સાચી વાત છે પણ આપણે તેને ઓળખ્યો નહોતો એટલે ગળે વળગાડ્યો હતો એવું પણ બન્યું હોય !

આપણી સફળતા અને નિષ્ફળતામાં આપણી સાથે કામ કરનારાઓનો ફાળો ખૂબ મહત્વનો હોય છે. એક સારો ભાગીદાર આપણી સફળતાના માર્ગે આવેલી અડચણોને હટાવે છે. એક સાચો ભાગીદાર પોતાનું ઉપરાંત કંપનીનું અને આપણુ અહિત ના થાય તે માટે હંમેશા સજાગ હોય છે. એક સમર્પિત ભાગીદાર હંમેશા પોતાની ખુશીઓની સાથોસાથ સંકળાયેલા દરેકની ખુશીઓનો પણ ખ્યાલ રાખે છે. એક આદર્શ ભાગીદારનું લક્ષ્ય હંમેશા સૌને સાથે લઈને ચાલવાનું હોય છે. એક નીતિવાન પાર્ટનર હંમેશા સત્ય અને નિષ્ઠા દ્વારા કંપનીનું નામ રોશન કરે છે.

વર્તમાન સમયની મહત્વપૂર્ણ ઘટનાઓની વાત કરીએ તો સ્વિઝર્લેન્ડ સ્થિત “સિનોવા’ કંપની ઇઝરાયલની “સરીન ટેક્નોલોજીસ’ સાથે કરાર કર્યા તે બદલ બંને કંપનીઓને અભિનંદન. તાજેતરમાં દુબઈ ડાયમંડ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન થયું. આ સાથે યુએઈ વિશ્વનું સૌથી મોટું રફ ડાયમંડ ટ્રેડિંગ હબ બન્યું. ભારત અને યુએઈના સંબંધો હંમેશા મજબૂત રહ્યાં છે, જેમાં આપણો હીરાઉદ્યોગ વધુ પ્રાણ પુરશે.

“ડાયમંડ સિટી’ ન્યૂઝપપેરના તમામ વાચકો અને ચાહકો માટે એક આનંદના સમાચાર એ છે કે હવે આપણા વેબપોર્ટલ www.diamondcitynews.comને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અપગ્રેડ થયાને માત્ર ૫૦ દિવસમાં એક લાખ સાડત્રીસ હજારથી વધુ લોકો આપણી આ સાઇટ પર આવી રહ્યાં છે અને પસંદ કરી રહ્યાં છે. આપ સૌ પણ આ વેબપોર્ટલની મુલાકાત લેતા રહેશો કે જેથી આપને દરરોજ હીરાઉદ્યોગના નવા તેમજ માહિતીસભર સમાચારો મળતા રહે !

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS