DRI seized 70 kg of gold
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કસ્ટમ વિભાગે છેલ્લા ચાર વર્ષમાં 20 કિલો સોનું પકડ્યું છે જેની બજાર કિંમત અંદાજે 12 કરોડ જેટલી છે. જ્યારે ડીઆરઆઇએ 70 કિલો પકડયું છે. જેની બજાર કિંમત 42 કરોડની છે. જ્યારે પોલીસે પણ સાડા ચાર કરોડનું ગોલ્ડ એરપોર્ટની બહારથી જ પકડ્યું હતું ડીઆરઆઇની એક ટીમે 15 કિલો ગોલ્ડ તો વરાછામાં પકડ્યું હતું.

તપાસમાં સામે આવ્યું હુત કે આ ગોલ્ડ સુરત એરપોર્ટ પરથી જ સીધું વરાછામાં એક જ્વેલર્સને ત્યાં પહોંચ્યુ હતું. જપ્ત થયેલું સોનું મોટાભાગે પેસ્ટ ફોર્મમાં પકડાયું છે અને તેને ફરી હાર્ડ ફોર્મમાં સ્ટોર કરી સરકારી તિજોરીમાં જમા કરાવી દેવાયું છે.

15 ટકા ડ્યૂટી બચાવવા માટે દાણચોરી થાય છે

ડીઆરઆઇના સૂત્રો કહે છે કે જે ગોલ્ડ પકડાય તે અંતે આરબીઆઇના ખજાનામાં જમા થાય છે. હાલ ગોલ્ડ પર 15 ટકા ડ્યૂટી છે. જ્યારે એરપોર્ટથી કોઈ ગોલ્ડ લાવે તો 37 ટકા ડ્યૂટી છે. સ્મગલરો 15 ટકા ડ્યૂટી બચાવવાના ચક્કરમાં હોય છે. અને એક કિલો પર તેમને અંદાજે પાંચ થી છ લાખનો ફાયદો થાય છે.

ડ્યૂટી તો બચે જ છે સાથે-સાથે રેટનો ડિફરન્સનો પણ ફાયદો થાય છે. જો કોઇ પકડાયેલું ગોલ્ડ ક્લેઇમ કરે તો તેણે સોનાની જેટલી કિંમત હોય તેટલી જ પેનલ્ટી ચૂકવવાની આવે છે. એટલે સોનું લેવા પછી કોઈ આવતું જ નથી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC