DIAMOND CITY NEWS, SURAT
રશિયા-યુક્રેન યુદ્ધની છાયા વચ્ચે ફેબ્રુઆરીના વર્ષ-2023ના વર્ષની ડીટીસીની બીજી સાઇટ ખૂલી હતી. ફેબ્રુઆરી મહિનાની સાઈટમાં ડિમાન્ડને પગલે પાતળી રફના ભાવ 5 થી 7 % ટકા વધારો કંપનીએ જાહેર કર્યો હતો. જ્યારે જાડી રફ (સોલિટેર)ના ભાવ સ્થિર રાખ્યા હતા. જાડી રફમાં માંગ નહીં હોવાના લીધે ભાવ વધારવામાં આવ્યા નથી. કંપનીએ 0.75 કેરેટથી નાના હીરાની કિંમતમાં 5થી 7 ટકાનો વધારો જાહેર કર્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે હીરા બજારમાં 30 ટકા રફની અછતને લીધે ભાવ વધ્યા હોવાનું માર્કેટના જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો.
યુક્રેન-રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સ્લોડાઉનની સ્થિતિના લીધે હીરા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેની વચ્ચે વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડીટીસીની 2023ના નવા વર્ષની બીજી સાઇટ 5 દિવસ માટે ઓપન થઈ હતી. તહેવારોને લીધે બજારની સ્થિતિ થોડી સુધારતાં પાતળી રફના ભાવો ઊંચકાયા છે.
હીરા ઉદ્યોગને ચાઈનીઝ ન્યૂ યરમાં વેપાર સુધરવાની આશા હતી, પણ ચીનમાં કોરોના વકરતાં વેપારની સિઝન નિષ્ફળ રહી છે. પણ એક પછી એક દુબઈમાં જેમ એન્ડ જ્વેલરી શો યોજાઈ રહ્યા છે. હવે વેપારનું કેન્દ્ર યુરોપને સમાંતર મિડલ ઇસ્ટના દેશો બની રહ્યા છે. સઉદી અરબ, કતાર, તુર્કી, જોર્ડન, કુવૈત, ઇઝરાયલ જેવા દેશોમાં વેપાર વધી રહ્યો છે.
જાન્યુઆરીની સાઈટમાં ડીટીસીએ ભાવ ઘટાડ્યા હતા
ડીટીસીની જાન્યુઆરી મહિનાની સાઇટમાં એલબી ડાયમંડની કિંમતમાં પાંચ ટકા સુધીનો વધારો થયો હતો, જ્યારે તેની સામે વ્હાઇટ જાડી સાઇઝની હીરાની કિંમતોમાં સરેરાશ સાત ટકાનો ઘટાડો થયો હતો. સુરતના હીરા ઉદ્યોગકારો રફ હીરાની કિંમતોમાં ઘટાડો થવાની રાહ જોઇ રહ્યા હતા અને બજારમાં વ્હાઇટ જાડા હીરાની કિંમતોમાં ઘટાડો આવતા તેમને થોડી રાહત અનુભવી હતી.
યુક્રેન-રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સ્લોડાઉનની સ્થિતિ વચ્ચે વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડિટીસીની 2023ના નવા વર્ષની સાઇટ 5 દિવસ માટે ઓપન થઈ હતી. ત્યારે સાઇટ હોલ્ડરોએ અમેરિકા સહિત યુરોપના દેશોમાં તૈયાર હીરા અને જ્વેલરીની નબળી ડિમાન્ડનો મુદ્દો રજૂ કરી મોટી સાઈઝના રફની ખરીદી કોવિડ-19 ની સ્થિતિ મુજબ અટકાવવા અને રાહત આપવા માંગ કરતા ડીટીસી એ 2 કેરેટ કે એથી મોટી સાઈઝની રફમાં સીધો 10 % ભાવ ઘટાડી સાઇટ હોલ્ડરોને લલચાવ્યા હતાં. અને બીજી તરફ માર્જિનનું થઈ રહેલું નુકશાન વસૂલવા 0.75 કેરેટથી નાની રફની કિંમતમાં બે થી ત્રણ ટકાનો વધારો કર્યો હતો.
હીરા ઉદ્યોગને વિશ્વના બીજા ક્રમના હોંગકોંગ જ્વેલરી શોમાં સારા વેપારની અપેક્ષા
આગામી તા.1થી 5 માર્ચ દરમિયાન હોંગકોંગમાં યોજાનારા ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શોમાં સારો વેપાર થવાની અપેક્ષા છે. અમેરિકાના જેસીકે-લાસ વેગાસ પછી હોંગકોંગનો જેમ એન્ડ જ્વેલરી શો ઉદ્યોગની દશા અને દિશા નક્કી કરતો હોય છે. અહીં વિશ્વના 70 દેશમાંથી બાયરો ઊમટી પડતા હોય છે. ડાયમંડ -જ્વેલરીના આ એક્ઝિબિશનમાં સુરતની 14 કંપની ભાગ લેશે, જેમાં 4 લેબગ્રોન ડાયમંડ, 1 જ્વેલરી અને બાકીની નેચરલ ડાયમંડનો વેપાર કરનાર કંપનીઓએ સ્ટોલ બુકિંગ કરાવ્યું છે. હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી શોમાં ડિમાન્ડ નીકળશે તો સુરત, મુંબઈના હીરા બજારમાં ડિમાન્ડ જોવા મળશે.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM