દુબઈ મલ્ટીકોમોડિટી સેન્ટરને નવમી વખત ગ્લોબલ ફ્રી ઝોન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો

વ્યાપાર વિસ્તારવા માટે તેમનું મુખ્ય ધ્યાન અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ડીએમસીસી દુબઈના સીધા વિદેશી રોકાણમાં 11 ટકાનો ફાળો આપે છે.

Dubai Multicommodity Centre awarded Global Free Zone of the Year for ninth time
ફોટો : બર્ડ આઈ વ્યુનું જુમેરાહ લેક ટાવર્સ (JLT), દુબઈ.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટરની સિદ્ધીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એફડીઆઈ મેગેઝિન દ્વારા સતત 9માં વર્ષે ડીએમસીસીને ગ્લોબલ ફ્રી ઝોન ઓફ ધી યર 2023નો એવોર્ડ એનાયત કરાયો છે. ફાઇનાન્સિયલ ટાઈમ્સની એડિટોરીયલ ટીમ અને સ્વતંત્ર જ્જોની પેનલે આ વર્ષે સ્કોપ અને મુશ્કેલી વધારતા માપદંડોના સેટ સામે કુલ 69 નોમિનીની એન્ટ્રીને ચકાસી હતી. ત્યાર બાદ આ એવોર્ડ ડીએમસીસીને ફાળે ગયો હતો. તમામ માપદંડો પર ખરા ઉતરી ડીએમસીસીએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો હતો.

આ એવોર્ડ માટે જે કસોટી રાખવામાં આવી હતી તેના મૂલ્યાંકનના સેન્ટરમાં રોકાણ માટે કેટલું અનુકૂળ વાતાવરણ કંપનીઓને પ્રોવાઈડ કરાવવામાં આવે છે તે રહ્યું હતું. કંપનીઓને એક્સપાન્સન માટે કેટલીક છૂટછાટ મળે છે તે બાબતો ધ્યાન પર લેવામાં આવી હતી. ડીએમસીસી ફ્રી ઝોન તરીકે રોકાણકાર કંપનીઓ માટે સ્વર્ગ સમાન છે. વ્યાપાર વિસ્તારવા માટે તેમનું મુખ્ય ધ્યાન અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ડીએમસીસી દુબઈના સીધા વિદેશી રોકાણમાં 11 ટકાનો ફાળો આપે છે. ડીએમસીસીએ આ બે ક્ષેત્રોમાં ખાસ કરીને ઊંચો સ્કોર મેળવ્યો છે.

ડીએમસીસીમાં સ્થાપિત થયેલા અગ્રણી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને ટ્રેડ હબને પણ એવોર્ડ મળ્યા છે.

  • ફ્રી ઝોન ઓફ ધ ઇયર – મિડલ ઈસ્ટ
  • લાર્જ ટેનેટ ફ્રી ઝોન ઓફ ધ ઇયર – ગ્લોબલ
  • લાર્જ ટેનેટ ફ્રી ઝોન ઓફ ધ ઇયર – મિડલ ઈસ્ટ
  • હાઈલી કમેન્ડેડ એસએમઈ ફ્રી ઝોન ઓફ ધ ઇયર – મિડલ ઈસ્ટ
  • એક્સેલેસ એવોર્ડ ફોર ગર્વનન્સ – ગ્લોબલ
  • એક્સેલન્સ એવોર્ડ ફોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ – ગ્લોબલ

ડીએમસીસીના એક્ઝિક્યુટીવ ચૅરમૅન અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અહેમદ બિન સુલેમે કહ્યું કે, “ડીએમસીસીની સફળતા એ યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તેમજ દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમના વિઝનનો પુરાવો છે. વૈશ્વિક વેપાર કેન્દ્ર અને બિઝનેસ ડિસ્ટ્રિકટ માટે પાયો નાંખવાનો આઈડિયા તેમનો હતો. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન લિંક્સ અને લોજિસ્ટિક્સ હબના વિકાસ દ્વારા ડીએમસીસીએ કોમોડિટીની વિવિધ કેટેગરીમાં વૈશ્વિક અગ્રણી બનવાની અને અપેક્ષાઓ કરતા વધારે કામ કર્યું છે. હવે તે દુબઈના 11 ટકા એફડીઆઈ માટે જવાબદાર છે.”

બિન સુલેમે વધુમાં ઉમેર્યું કે, ડીએમસીસીની સૌથી મોટી તાકાત અસાધારણ વેલ્યુ સર્વિસ આપવાની છે. અમે સતત રેગ્યુલેટરી એન્વાયરમેન્ટને ઈવોલ્વ કરતા રહી આ ક્ષેત્રમાં ચૅમ્પિયન બનવાનું ચાલુ રાખીશું.

2022 એ ડીએમસીસીનું રેકોર્ડ સફળ વર્ષ રહ્યું હતું. આ વર્ષે 2049 નવા વ્યવસાયો ડીએમસીસીના બિઝનેસ ડિસ્ટ્રીક્ટનો હિસ્સો બન્યા હતા. ત્યાર બાદ એચ1 2023માં લગભગ સમાન છ મહિનાનું પ્રદર્શન સારું રહ્યું હતું, જેમાં ડીએમસીસીમાં નવી 1469 કંપનીઓ ઉમેરાઈ હતી. જે 23,000ના આંકડા સુધી પહોંચી હતી.

2023નું વર્ષ એ બાબત તરફ અંગૂલીનિર્દેશ કરે છે કે જ્યારે ડીએમસીસીએ લેબગ્રોન ડાયમંડ અને કલર્ડ સ્ટોનમાં ગ્લોબલ ટ્રેલને ટેકો આપવા માટે તેના ડાયમંડની એક્સપર્ટીઝને એક્ટિવેટ કરવા ડિમાન્ડ કરી હતી. તેણે એલજીડી ઉદ્યોગને આગળ વધારવા માટે સમર્પિત પ્રદેશનું પ્રથમ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું અને ઈન્ટરનેશનલ કલર્ડ જેમસ્ટોન એસોસિએશનની વાર્ષિક કોંગ્રેસનું પણ આયોજન કર્યું હતું.

ડીએમસીસીએ ગ્લોબલ કોમોડિટી માર્કેટની પ્રગતિને ટેકો આપતા અને અગ્રણી હબ તરીકે દુબઈની સ્થિતિને મજબુત કરવા ગોલ્ડ, ડાયમંડ અને પ્રિશિયસ મેટલ તેમજ સ્ટોન, ચા અને કોફી જેવી સ્ટ્રેટીજીકલી મહત્ત્વપૂર્ણ કોમોડિટી સહિતની વિશાળ કેટેગરીમાં વેપારને સરળ બનાવવાનું ચાલુ રાખ્યું છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS