DIAMOND CITY NEWS, SURAT
દુબઇની અગ્રણી કલર જેમસ્ટોન માઇનીંગ કંપની, Fura Gems Inc. DMCC તેના એક્ઝિક્યુટીવ લીડરશીપમાં ફેરફારની જાહેરાત કરી છે. Fura Gems Inc. DMCC એ જાહેરાત કરી હતી કે ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) દેવ શેટ્ટીએ કંપનીમાંથી પદ છોડી દેવોનો નિર્ણય કર્યો છે. તેમને અન્ય જગ્યાએ સારી તક મળી છે.
જ્યાં સુધી નવા CEOની જાહેરાત ન થાય ત્યાં સુધી, ફ્યુરાનું બોર્ડ ઓફ ડિરેક્ટર પ્રાથમિક નિર્ણય લેતી સંસ્થા તરીકે કાર્ય કરશે.
ફ્યુરાએ ઓપરેશનલ સાતત્ય સુનિશ્ચિત કરવા માટે બોર્ડ સાથે નજીકના સહયોગથી કંપનીના રોજિંદા કાર્યોનું સંચાલન કરવા માટે વર્તમાન સિનિયર લીડરશીપ ટીમનું નામ આપ્યું છે.
ફ્યુરા જેમ્સના બોર્ડના ડિરેક્ટર અને ફ્યુરાના બહુમતી શેરહોલ્ડર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમારી લીડરશીપ ટીમનું પુનર્ગઠન એ અમારી વ્યૂહરચના આગળ વધારવા તરફનું આગલું પગલું છે, જે વિશ્વ-કક્ષાના બિઝનેસનું નિર્માણ કરવા માટે અમે કરેલી પ્રગતિ પર આધારિત છે. જે જેમસ્ટોન માર્કેટની ઉભરતી માંગને પૂર્ણ કરે છે.
બૉર્ડ ઑફ ડિરેક્ટર્સે દેવ શેટ્ટીનો ફૂરા જેમ્સમાં તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમના નેતૃત્વ હેઠળ, કંપનીએ વૃદ્ધિ અને નવીનતા માટે મજબૂત પાયો નાખ્યો છે. આગળ જોતાં, અમે અમારી લાંબા ગાળાની વ્યૂહરચના અમલમાં મૂકવાની અમારી ક્ષમતામાં વિશ્વાસ ધરાવીએ છીએ અને જેમ સ્ટોન ઉદ્યોગમાં સ્થિરતા અને શ્રેષ્ઠતા માટે ફ્યુરા જેમ્સની પ્રતિબદ્ધતા ચાલુ રાખીએ છીએ.
બોર્ડ Fura Gemsની વર્તમાન મેનેજમેન્ટ ટીમને સંપૂર્ણ સમર્થન આપે છે અને Fura Gemsની યાત્રા ચાલુ રાખવા માટે જરૂરી વ્યૂહાત્મક પગલાંઓ પર સંપૂર્ણ સંમત છે, જે અમે આવનારા વર્ષો માટે નિર્ધારિત કરેલા મહત્વાકાંક્ષી ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે કામ કરીશું.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp