વર્ષે દિવસે 10000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા અને દેશ અને દુનિયામાં નામના ધરાવતા શ્રીરામક્રિષ્ણા એક્સ્પોર્ટસ (SRK)ના ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાએ તેમની જન્મભૂમિ દુધાળાના 300 ઘરોમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરી છે આને કારણે ગામના લોકોને વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે. ગોવિંદભાઇ ભગત અને ગોંવિદ કાકાના નામથી જાણીતા આ ડાયમંડ ઉદ્યોગપતિ તેમની સખાવત માટે પંકાયેલા છે. કર્મ ભૂમિ સુરત હોય કે જન્મ ભૂમિનું ગામ દુધાળા હોય તેમણે ખુલ્લાં હાથે ઉદારતા બતાવીને અનેક વખત તેમની દરિયાદીલીનો પરિચય આપ્યો છે.પોતાના લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી પહેલીવાર પોતાના વતન ગયેલાં ગોવિંધાભઇએ મફતમાં સોલાર પેનલ આપવા ઉપરાંત અનેક જાહેરાતો કરી હતી. મહત્ત્વની વાત છે કે દુધાળા ગામને તેમણે આ પહેલીવાર મદદ કરી નથી અગાઉ પણ તેમણે ગામને આધુનિક હોસ્પિટલની ભેટ આપેલી છે.
ગોવિંદભાઇ ધોળકિયાને થોડા સમય પહેલાં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ બાદ નવજીવન મળ્યું હતું અને તેઓ તાજેતરમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા પોતાના માદરે વતન ગયા હતા. ગોવિંદભાઇ પાસે 30થી વધારે લક્ઝરી કાર છે, પરંતુ ગામમાં જઇને તેમણે સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો હતો. તેમણે કહ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ હું પ્રથમ વખત વતનમાં આવ્યો છું અને મારા પરિવારની ભાવના છે કે ગામના નાના મોટા દરેક વ્યકિતને આર્થિક સહાય આપવામાં આવે એટલું જ નહી તેમણે કહ્યું કે, દુધાળાના દરેક ઘર ઉપર પોતાના ખર્ચે સોલાર પેનલ લગાવી દેવાનો આવશે . જેના કારણે આવનારા સમયમાં ગામ લોકોને લાઇટબીલ ભરવું ન પડે . અથવા કોઇને વધારે વપરાશ હોય તો માત્ર વધારાનુ બીલ ભરવુ પડે . અને લોકોને લાંબાગાળાનો ફાયદો થાય . આ ઉપરાંત તેમણે રામકૃષ્ણ ગ્રુપ દ્વારા અહીના બિમાર લોકોની સારવાર તેમણે જે વ્યકિતનો દુધાળામાં જન્મ થયો હોય તે તમામને આર્થિક સહાય જાહેર કરી હતી . જે વ્યકિતની ઉંમર જેટલા દિવસની થઇ હોય તેટલા રૂપિયાની અને ઓછામા ઓછી રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય તેમના દ્વારા આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત પરણીને ગયેલી ગામની દીકરીને પણ 10 હજારની સહાય અપવામાં આવશે તેમ પણ કહ્યું હતું . આ માટે 8 કરોડનો ખર્ચ કરાશે.
દુધાળાના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વતનના તમામ મકાનોની છત પર પોતાના ખર્ચે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યો છે . જેથી ગામ લોકોને લાઇટબીલમાંથી મુકિત મળે . તેમણે વતનના લોકો માટે જુદાજુદા પાંચ નિર્ણયો જાહેર કર્યા હતા. ગોવિંદભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે ગામને વાઇફાઇની સુવિધા આપવામાં આવશે, જેના કારણે અહીના લોકોને ફ્રી
ઇન્ટરનેટની સુવિધા મળી રહેશે.
દુધાળા ગામમાં 1200 લોકોની વસતિ છે અને 300 ઘર છે. બધા જ ઘર પર બે કિલો વોટથી લઇ પાંચ કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવવામાં કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ડાંગ જિલ્લામા ધર્માંતરણ અટકાવવા માટે 300 હનુમાન મંદિર નિર્માણ કરવાનો પણ તેમણે સંકલ્પ કર્યો હતો . દુધાળાના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વતનના તમામ મકાનોની છત પર પોતાના ખર્ચે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યો છે . જેથી ગામ લોકોને લાઇટબીલમાંથી મુકિત મળે. તેમણે વતનના લોકો માટે જુદાજુદા પાંચ નિર્ણયો જાહેર કર્યા હતા. ગોવિંદભાઇ ધોળકીયાએ જણાવ્યું હતુ કે ગામને વાઇફાઇની સુવિધા આપવામાં આવશે, જેના કારણે અહીના લોકોને ફ્રી ઇન્ટરનેટની સુવિધા મળી રહેશે.
જે લોકો ગોવિંદભાઇ ધોળકિયાને નજીકથી ઓળખે છે તેમને ખબર છે કે અપાર ધન સમૃધ્ધિના માલિક હોવા છતાં તેઓ હંમેશા ડાઉન ટુ અર્થ જ જોવા મળે છે. મતલબ કે અમીર હોવાનું કોઇ ગુમાન નહી, બધા સાથે સરળતાથી અને નિખાલસતાથી વાત કરે છે. ગોવિંદભાઇ વધું ભણ્યા નથી, પણ છતાં IIMના વિદ્યાર્થીઓને લેકચર આપી શકે છે. તેમનામાં ગજબની કોઠાસૂઝ છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા ગામથી વર્ષો પહેલાં સુરત આવેલા ગોવિંદભાઇ પાસે કશું નહોતું. લાંબી સંઘર્ષ યાત્રા પછી આજે દુનિયાભરમાં જાણીતી કંપની SRK એંપાયરના માલિક છે અને તેમની કંપનીનું વર્ષે દિવસે લગભગ 10 હજાર કરોડ જેટલું ટર્નઓવર ધરાવે છે. આજે તેમની ડાયમંડ ફેકટરીમાં લગભગ 5,000 લોકો કામ કરે છે. સુરતમાં CCTV પ્રોજેક્ટ હોય, કિરણ હોસ્પિટલ હોય કે એજ્યૂકેશન ફિલ્ડ હોય તેમણે દરેક જગ્યાએ દાનની સરવાણી હમેંશા વહેવડાવી છે. રૂપિયા કમાવવાની સાથે જ તેઓ પરિવારના યુવાનોને સંસ્કાર અને નીતિમત્તાનું સિંચન કરવાનું પણ ભુલ્યા નથી.
રૂપિયાની કદર અને માણસાઈની સમજ મળે એટલા માટે ગોવિંદભાઈએ તેના પુત્ર શ્રેયાંશને ખાલી ખિસ્સે એક મહિના માટે અજાણ્યા શહેરમાં નસીબ અજમાવવા મોકલ્યો હતો.
ગોવિંદભાઈની ઈચ્છા હતી કે તેનો પુત્ર અબજોનો ડાયમંડ ઉદ્યોગ સંભાળે એ પહેલાં તેને જિંદગીની સાચી સમજ મળે. ગોવિંદભાઈએ માત્ર પોતાના પુત્ર શ્રેયાંશને જ નહીં પરંતુ પોતાના પરિવારનાં અન્ય ચાર સંતાનો અક્ષય અરજણભાઈ ધોળકિયા, મિતેષ મનજીભાઈ ભાતિયા, નીરવ દિનેશભાઈ નારોલા અને બ્રિજેશ વિજયભાઈ નારોલાને પણ આ જ રીતે અજાણી જગ્યાએ ઓળખ છુપાવી અનુભવો મેળવવા મોકલ્યા હતા.
શ્રેયાંશ હૈદરાબાદ, અક્ષય બેંગ્લોર, નીરવ જયપુર, બ્રિજેશ ઈંદોર અને મિતેષ ચંદીગઢ ખાતે એક મહિનો કામ કરવા ગયા. આ વાર્તા આ પાંચેય યુવાનોના અનુભવનો નિચોડ છે. ઘરેથી રવાના થયા ત્યારે તેમને ખર્ચ પેટે સાત હજાર અપાયા હતા. જરૂર પડે તો જ તેમાંથી ખર્ચ કરવાનો. અલબત્ત, કોઈ ઈમરજન્સી ઊભી થાય અને રૂપિયાની જરૂર પડે તો કામ લાગે એ માટે મોટાં બેલેન્સવાળાં ક્રેડિટ કાર્ડ પણ અપાયાં હતાં.
આ પાંચેયમાંથી એકેય યુવાને આ ક્રેડિટ કાર્ડ તો વાપર્યું જ નહોતું. સાત હજારમાંથી પણ ઘણા રૂપિયા બચાવ્યા હતા. આ પાંચેય યુવાનો માટે એવી પણ શરત હતી કે કોઈ જગ્યાએ એક અઠવાડિયાથી વધુ કામ નહીં કરવાનું. તમામે રોજ રાતે પોતાના અનુભવો ડાયરીમાં લખવાના. આ પાંચેય યુવાનો આવા અનોખા પ્રયોગ માટે ગયા છે તેના વિશે ગોવિંદભાઈ સહિત ઘરના ચાર વડીલો સિવાય કોઈને ખબર નહોતી. પરિવારમાં બધાને એવું જ કહેવાયું હતું કે છોકરાં ફરવા ગયા છે. એક મહિનામાં આ પાંચેય યુવાનોને ઘણા સારા-નરસા અનુભવો થયા.
દુધાળા ગામમા 1200 લોકોની વસતિ છે અને 300 ઘર છે. બધા જ ઘર પર બે કિલો વોટથી લઇ પાંચ કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવવામા કરવાની પણ જાહેરાત કરી હતી . આ ઉપરાંત ડાંગ જિલ્લામા ધર્માંતરણ અટકાવવા માટે 300 હનુમાન મંદિર નિર્માણ કરવાનો પણ તેમણે સંકલ્પ કર્યો હતો.
આ ઉપરાંત વાત કરીએ તો ગોવિંદભાઇએ તાજેતરમાં જ અયોધ્યામાં નિર્માણ પામી રહેલાં શ્રીરામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું માતબર દાન આપ્યું હતું અને તેમની જાહેરાત પછી તો સુરતમાંથી જાણે દાનનો ધોધ વહેવા માંડ્યો હતો.
હવે તેમણે પોતાની જન્મ સ્થાન દુધાળાના દરેક ઘરોમાં સોલાર પેનલ મફતમાં પુરી પાડવાની જાહેરાતથી તેમણે સાબિતી આપી હતી કે તેઓ ગામનો ઉપકાર હજુ ભુલ્યાં નથી.