વહેલા વેલેન્ટાઇન ડે શોપિંગને કારણે અમેરિકાના જવેલરી સેક્ટરમાં જોમ આવી રહ્યું છે : માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગપલ્સ

જ્વેલરી કેટેગરી માટેની આવક આ મહિના દરમિયાન વાર્ષિક ધોરણે 6.5 ટકા વધી છે. આ વધારો નવ મહિનાની સ્થિર વૃદ્ધિને પગલે થયો છે.

Early Valentine's Day shopping boosts US jewelry sector-MasterCard SpendingPulse
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકામાં ગ્રાહકોએ વેલેન્ટાઇન ડે ગિફ્ટ માટે વહેલી ખરીદી શરૂ કરતા જાન્યુઆરી મહિનામાં જ્વેલરીના વેચાણમાં વધારો થયો છે. આ વાત માસ્ટરકાર્ડ સ્પેન્ડીંગ પલ્સના એક અહેવાલ પરથી જાણવા મળી છે.

માસ્ટરકાર્ડ સ્પેન્ડીંગ પલ્સે ગયા સપ્તાહમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો,જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્વેલરી કેટેગરી માટેની આવક આ મહિના દરમિયાન વાર્ષિક ધોરણે 6.5 ટકા વધી છે. આ વધારો નવ મહિનાની સ્થિર વૃદ્ધિને પગલે થયો છે. 1 નવેમ્બર થી 24 ડિસેમ્બરની હોલિડે સિઝન દરમિયાન જ્વેલરીના વેચાણમાં 5.4 ટકાનો ઘટાડો થયો હતો.

ઓવરઓલ રિટેલ સ્પેન્ડીંગ દર વાર્ષિક ધોરણે 9 ટકા વધ્યો છે, જેમાં ઈ-કોમર્સનો હિસ્સો 8 ટકા અને સ્ટોરમાં ખરીદી 9 ટકા વધી છે. આ વધારો અગાઉના મહિનાની સરખામણીએ ઉછાળો દર્શાવે છે, ગયા મહિને રિટેલ સ્પેન્ડીંગનો દર 8 ટકા હતો. તે ક્રિસમસ સમયગાળાની તુલનામાંbrick-and-mortar (પરંપરાગત વ્યવસાય) સ્થાનો પર ખરીદી પર વળતર પણ દર્શાવે છે, જ્યારે ઓનલાઇન વેચાણ 11 ટકા અને ફિઝિકલ રિટેલ સ્ટોર્સ પર માત્ર 7 ટકા વધ્યું હતું.

Brick and Mortarનો અર્થ એ થાય છે કે જ્યારે જે બિલ્ડીંગોમાં ઓપરેટ થતા ટ્રેડિશનલ બિઝનેસ કે જેને brick-and-mortar stores/retailers કહેવામાં આવે છે. તેની ર્સ્પધા ઇન્ટરનેટ પર થતા ઓનલાઇન રિટેલ બિઝનેસ સાથે થાય છે. ઓનલાઇન રિટેલર્સ brick-and-mortar stores/retailersના ગ્રાહકોને તેમનાથી દુર રાખવા માટે લલચામણી ઓફર આપે છે.

માસ્ટર કાર્ડ સ્પેન્ડીંગ પલ્સના એક રિપોર્ટ “Consumer spending remains resilient in the first few weeks of 2023”માં વરિષ્ઠ સલાહકાર સ્ટીવ સેડોવે જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં રિટેલ સ્ટોરી મોટા પાયે પોઝિટિવ રહેવાને કારણે જાન્યુઆરી મહિનામાં મજબુત ગ્રોથ જોવા મળ્યો.”

માસ્ટરકાર્ડે એ પણ નોંધ્યું છે કે કન્ઝુયમર સ્પેન્ડીંગ (ગ્રાહકોનો ખર્ચ) સર્વિસીસ તરફ શિફ્ટ થયો છે.કારણ કે રેસ્ટોરન્ટ પરનો ખર્ચ વાર્ષિક ધોરણે 24 ટકા વધ્યો છે. હાઉસિંગ સંબંધિત ક્ષેત્રોની સાથે ઘર માટે માલસામાનનું વેચાણ ઘટ્યું છે. ફર્નિચર અને ફર્નિશિંગમાં વાર્ષિક ધોરણે 1.2 ટકાનો ઘટાડો થયો છે.

માસ્ટરકાર્ડ ઇકોનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટના ઉત્તર અમેરિકાના મુખ્ય અર્થશાસ્ત્રી મિશેલ મેયરે જણાવ્યું હતું કે, “ખર્ચના નિર્ણયોને ચલાવવાનું પ્રાથમિક પરિબળ આવક છે અને માત્ર આજની આવક નહીં, પરંતુ આવતીકાલની આવકની અપેક્ષા છે. લેબર માર્કેટની મજબૂતાઈ એ ગ્રાહકની ખરીદ શક્તિ માટે નિર્ણાયક ટેકો છે અને અમે જાન્યુઆરી માટેના અમારા આંતરદૃષ્ટિમાં આ પ્રતિબિંબિત થતું જોઈ રહ્યા છીએ.”

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS