DIAMOND CITY NEWS, SURAT
એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડીંગના 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં સંપન્ન થયો.
1 માર્ચ થી 3 માર્ચ સુધી જામનગરમાં આવેલા રિલાયન્સ ગ્રીન્સમાં દેશ-દુનિયાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ અનંત અંબાણીની માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચૅરમૅન નીતા અંબાણીએ કોકટેલ પાર્ટી દરમિયાન પહેરેલી કરોડો રૂપિયાની ડાયમંડ ઇયરીંગ ચર્ચામાં રહી હતી.
અંબાણી પરિવારનો ડાયમંડ પ્રત્યેનો પ્રેમ આખી દુનિયા માટે જાણીતો છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા હોય કે નીતા-મુકેશની દીકરી ઇશા અંબાણી હોય, તેમની ડાયમંડ જ્વેલરી હંમેશા ઊડીને આંખે વળગે તેવી હોય છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણીએ તાજેતરમાં જ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને તેમની થનારી પત્ની રાધિકા મર્ચન્ટ માટે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફૅસ્ટિવલનું આયોજન કર્યું હતું.
અનંત-રાધિકાના પ્રી-વેડીંગ કાર્યક્રમ નીતા અંબાણીએ કઇ જ્વલેરી પહેરી હતી એ જાણવામાં અનેક લોકોને રસ છે.
જામનગરમાં યોજાયેલા પ્રી-વેડીંગ કાર્યક્રમમાં બોલીવૂડ સિતારાઓ, દુનિયાની જાણીતી હસ્તીઓ ફેસબુકના ઝુકર બર્ગ તેમના પત્ની પ્રિસિલા ચાન, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ તેમની ગર્લ ફ્રેન્ડ પૌલા હર્ડ સહિત અનેક મહાનુભાવોનો જમાવડો હતો.
આ કાર્યક્રમમાં અમેરિકાની ટોપ પોપ સિંગર રિહાનાએ જબરદસ્ત પરફોર્મન્સ આપીને આમંત્રિત મહેમાનોને ડોલાવી દીધા હતા.
ન્યુયોર્કના સોશિયલ મીડિયા ઇન્ફ્લૂઅંર્સ જુલિયા ચાફે કે જેમના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે તેમણે નીતા અંબાણીએ પહેરેલી ઇયરીંગ વિશે માહિતી આપી છે. નીતા અંબાણીએ ગ્રીન એમરલ્ડ ઇયરીંગ પહેર્યા હતા. તેમના કહેવા મુજબ આ ઇયરીંગમાં 2 મોટા ડાયમંડ છે, જે દરેક 30 કેરેટના છે.
કોકટેલ નાઈટ માટે, નીતા અંબાણી કસ્ટમ-મેઇડ વાઇન કલરના શિઆપેરેલી ગાઉનમાં આકર્ષક લાગતા હતા. તેમણે ડાયમંડ અને નીલમણિ બ્રેસલેટ, કાનની બુટ્ટીઓ અને ડાયમંડ રિંગનો પહેર્યા હતા. દરેક પીસમાં હીરાનો આધાર હતો અને ત્રિ-સ્તરીય વર્ટિકલ્સ સાથે ઝુમકી પેટર્નમાં સ્ટાઇલ કરવામાં આવી હતી.
નીતા અંબાણીએ પહેરેલા બ્રેસલેટમાં દરેક એક નીલમણિ 25 કેરેટ કરતા વધારે છે.
અનંત અંબાણીએ 18 કરોડ રૂપિયાની Patek Philippe Grandmaster Chime ઘડિયાળ પહેરી હતી જે જોઇને માર્ક ઝુકરબર્ગની પત્ની અવાચક થઇ ગઇ હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM