DIAMOND CITY NEWS, SURAT
સુરતના SEZમાં આવેલા શરણમ્ જ્વેલર્સે વિરુદ્ધ ઇડીએ તપાસ કરી હતી. ઇડીની તપાસમાં ખુલાસો થયો હતો કે જ્વેલરીની કંપનીએ શેલ કંપનીઓ બનાવી હવાલાથી બે હજાર 284 કરોડ વિદેશ મોકલ્યા છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના નામે મોટું હવાલા કૌભાંડ ચાલતું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જ્વેલર્સના પ્રમોટર્સની અમદાવાદ, સુરત, અસમ અને UAEમાં આવેલી ઓફિસોમાં ઇડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઈડીએ તપાસ દરમિયાન રૂ. 1.14 કરોડ રૂપિયાના બૅલેન્સ સાથે સંકળાયેલી સંસ્થાઓના બેન્ક ખાતાઓ ફ્રીઝ કર્યા છે. શેલ કંપનીઓ મારફતે આશરે 5 હજાર કરોડથી વધુની એન્ટ્રીઓ મળી આવતા ઈડીએ એફએએસએલ સહિતની મદદ મેળવીને તપાસ ચાલુ કરી છે. SEZમાં શરણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમો પર તપાસ કરાઈ હતી. જેમાં શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. કંપનીએ છેલ્લા બે વર્ષમાં રૂ. 3,700 કરોડના વ્યવહારો કર્યા હતા. ઇડીને શંકા છે કે આ કંપનીએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે 2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે. અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલાકાંડ ઝડપાયું હતું.
ઇડીએ 1999ના ફેરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ શરણમ જ્વેલર્સ LLPના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક અને તેના સહયોગીઓ, વંશ માર્કેટિંગ આશિક પટેલના અમદાવાદ, સુરતમાં આવેલી ઓફિસોમાં સર્ચ કર્યું હતું. ઇડીએ જણાવ્યું હતું કે તેને માહિતી મળી હતી કે આ કંપનીઓ મોટા પાયે ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સામેલ છે. સર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે શરણમ જ્વેલ્સ દ્વારા સુરતના SEZ ખાતે એક યુનિટ ચલાવે છે અને જેમ્સ અને જ્વેલરીની આયાત-નિકાસ કરે છે. છેલ્લા બે વર્ષમાં કંપનીએ રૂ. 3,700 કરોડની આયાત અને નિકાસ કરી છે. જોકે, EDને કંપનીના ખાતામાં વિસંગતતાઓ મળી. કંપનીએ તેના હિસાબના ચોપડામાં રૂ. 520 કરોડનો ક્લોઝિંગ સ્ટોક દર્શાવ્યો હતો, પરંતુ ભૌતિક ચકાસણી પર માત્ર રૂ. 19.7 લાખનો સ્ટોક જ મળ્યો હતો. EDએ વિશ્વસનીય માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી કે આ કંપનીઓ મોટા પાયે ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સામેલ હતી. એવી શંકા છે કે ઈન્વોઈસની આયાત પતાવટ માટે ચુકવણી તરીકે રૂ. 2,284 કરોડ દેશની બહાર મોકલવામાં આવ્યા હતા.
શરણમ જ્વેલ્સ LLP અને તેની સહયોગી કંપની, વંશ માર્કેટિંગ પર આરોપ છે કે તેણે નિકાસ અને આયાતના નામે વ્યવહારોના જટિલ માળખા દ્વારા વિવિધ લોકો અને કંપનીઓને હવાલાના રૂ. 5,000 કરોડથી વધુની એન્ટ્રીની સુવિધા આપી હતી. આ વ્યવહારો પેપર કંપનીઓની મદદથી કરવામાં આવ્યા હતા, જેના કારણે હવાલાની એન્ટ્રીઓ શંકાસ્પદ હતી.
ઠગ ટોળકીએ સુરતના તમાકુના વેપારીની દુકાન બોગસ દસ્તાવેજોથી 43 લાખમાં વેંચી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે વેસુ પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધ્યો હતો. ગઠિયાઓએ મહિલા તબીબના નામે ખાતું ખોલાવી બે લાખનું ટ્રાન્ઝેક્શન કરતાં ભાંડો ફૂટ્યો હતો. વેપારી ભુપેશ તમાકુવાલાના નામે નકલી આધારકાર્ડ, પાનકાર્ડ અને દસ્તાવેજ બનાવીને છેતરપિંડી આચરી હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM