DIAMOND CITY NEWS, SURAT
લુકારા ડાયમંડ કોર્પોરેશનની ભૂતપૂર્વ સીઈઓ ઈરા થોમસ હવે લિથિયમ, ગોલ્ડ એન્ડ ડાયમંડ ખાણ ક્ષેત્રની મોટી કંપની નોર્થ એરો મિનરલ્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સંભાળશે. ઈરા પોતાના પિતાનું સ્થાન લેશે.
થોમસે ગઈ તા. 28 ફેબ્રુઆરીથી પોતાની નવી જવાબદારીનો ભાર ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. થોમસ માઈનિંગ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે એબર ડાયમંડ કોર્પોરેશન, કામનાક ગોલ્ડ કોર્પોરેશન અને લુકારા સહિત અનેક કંપનીઓમાં એક્ઝિક્યુટીવ અને બોર્ડ મેમ્બર તરીકેના હોદ્દા પર કામ કર્યું છે. થોમસે સનકોર એનર્જીના ડિરેક્ટર તરીકે 17 વર્ષ પણ ગાળ્યા હતા.
તેમના પિતા ડી ગ્રેનવિલે થોમસ સાથે ઈરા થોમસે કેનેડામાં ડાયવિક ડાયમંડ માઈન શોધવાની કામગીરી કરી હતી. તે લુકારાના ફાઉન્ડર સભ્યો પૈકીની એક પણ છે. નોર્થ એરોના પ્રેસિડેન્ટ તરીકે 17 વર્ષ વિતાવનાર ગ્રેન થોમસ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે.
નોર્થ એરોના સીઇઓ કેન આર્મસ્ટ્રોંગે જણાવ્યું હતું કે, ઇરાનો આ ક્ષેત્રમાં લાંબો અને સફળ ટ્રેક રેકોર્ડ છે. ખાસ કરીને જુનિયર માઇનિંગ સ્પેસમાં તકો ઓળખવા અને નિર્માણ કરવા માટે તે જાણીતી છે. હું ગ્રેનનો આભાર માનવા સાથે તેમની પ્રશંસા કરવા માંગુ છું. અધ્યક્ષ તરીકે માર્ગદર્શન અને કંપનીના ડિરેક્ટર તરીકે તેમની સતત સક્રિયતાની અમે રાહ જોઈ રહ્યાં છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM