Elton Johns yellow gold leopard print Rolex sold for $176,400
ફોટો સૌજન્ય : ક્રિસ્ટીઝ
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

એલ્ટન જ્હોનની યલો ગોલ્ડ લેપર્ડ પ્રિન્ટ રોલેક્સ Daytona ક્રિસ્ટીઝ ન્યૂ યોર્ક ખાતે 1,76,400 ડોલરમાં વેચાઈ ગઇ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રોલેક્સ ઘડિયાળ માટે 40,000 થી 60,000 ડોલરની કિંમત મળશે એવી ધારણા રાખવામાં આવી હતી, પરંતુ તેને બદલે લગભગ 3 ગણો ભાવ મળ્યો છે.

હીરા અને નારંગી નીલમથી જડેલી ઘડિયાળ એ કલેક્શનની વિશેષતા હતી જેમાં 13 કાર્ટિયર્સ, પાંચ ચોપાર્ડ્સ, ચાર Hublots, બે Audemars Piguets અને બે Franck Mullersનો સમાવેશ થાય છે. રોલેક્સ ડેટોનાએ મૉડલ માટે નવો વર્લ્ડ ઓક્શન રેકોર્ડ બનાવ્યો.

તાજેતરમાં થયેલી હરાજી આઠની શ્રેણીમાં પ્રથમ હતી જેમાં 76 વર્ષીય રોકેટમેન ગાયક પીચટ્રી રોડ, એટલાન્ટા, યુએસએ ખાતેના તેના ઘરની સામગ્રીની હરાજી કરી હતી. તેણે કુલ 8 મિલિયન ડોલર ભેગા કરી દીધા હતા, જેમાં ગ્રાન્ડ પિયાનો માટે 200,000 ડોલર અને મોનોગ્રામવાળા સિલ્વર શૂઝની જોડી માટે લગભગ 100,000નો સમાવેશ થાય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC