કર્મચારીએ ગોળીબાર કર્યો અને લૂંટારા જ્વેલરી શોરૂમમાંથી ભાગી છૂટ્યા

તાજેતરની લૂંટમાં પાંચમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે એમ પોલીસે જણાવ્યું છે, બાકીના 4ની શોધખોળ ચાલુ છે.

Employee opened fire and the robbers fled the jewellery showroom
ફોટો સૌજન્ય : મેનહટન બીચ પોલીસ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના એક જ્વેલરી સ્ટોર્સમાં લૂંટારા લૂંટ કરવા પહોંચી ગયા હતા, પરંતુ સ્ટોરના કર્મચારીની સતર્કતાને કારણે મોટી લૂંટ થતા અટકી ગઇ હતી.

કર્મચારીએ ગોળીબાર કરતા લૂંટારા ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા.અમેરિકાના કેલિફોર્નિયામાં એક જ્વેલરી સ્ટોરમાં કર્મચારીએ ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા, પરંતુ થોડા ઘરેણાં લઇ જવામાં સફળ રહ્યા હતા.

મેનહટન બીચમાં મેનહટન વિલેજ શોપિંગ મોલની અંદર પ્રેસ્ટિજ જ્વેલર્સના શોકેસમાં પ્રવેશ કરવા માટે પાંચ માસ્કધારી શંકાસ્પદોએ હથોડાનો ઉપયોગ કર્યો હતો.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, સ્ટોરના કર્મચારીએ શકમંદો પર બંદૂક ચલાવીને જવાબ આપ્યો હતો.

લૂંટારા મોલની બહાર વાહનમાં રાહ જોઇ રહેલા સાથી સાથે ભાગી છૂટ્યા હતા. જો કે કોઇ કર્મચારીને ઈજા નથી થઇ. લૂંટારા કેટલાંક ઘરેણાં લઇ જવામાં સફળ રહ્યા હતા એમ પોલીસે જણાવ્યું હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ ઑગસ્ટ 2014માં આ જ સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યારે હથોડાઓથી સજ્જ હુમલાખોરોએ 2,50,000 ડોલરની રોલેક્સ ઘડિયાળો અને હીરા લૂંટીને ફરાર થઇ ગયા હતા.

તાજેતરની લૂંટમાં પાંચમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે એમ પોલીસે જણાવ્યું છે, બાકીના 4ની શોધખોળ ચાલુ છે

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS