ભારત ડાયમંડ બુર્સના કર્મચારીઓ સુરત જવા નથી માંગતા : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

આપણે માત્ર મુંબઈથી જ 38 બિલિયન ડોલરની જેમ એન્ડ જ્વેલરીની નિકાસ કરીએ છીએ. જે દેશની કુલ નિકાસના 75 ટકા છે. : દેવેન્દ્ર ફડણવીસ

Employees of Bharat Diamond Bourse do not want to move to Surat Maharashtra Deputy Chief Minister Devendra Fadnavis
દેવેન્દ્ર ફડણવીસ - નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

મુંબઈનો ડાયમંડ ઉદ્યોગ ગુજરાતમાં શિફ્ટ થઇ રહ્યો છે એવો મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષોએ સવાલ પૂછ્યો તેનો નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો હતો. ફડણવીસે કહ્યું કે, મુંબઇનો ડાયમંડ ઉદ્યોગ સુરતમાં ગયો નથી. ભારત ડાયમંડ બુર્સના કર્મચારીઓ સુરત જવા માંગતા નથી.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો બહાર જવાના વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો. રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે વિપક્ષી દળોએ સુરત ડાયમંડ બુર્સનો ઉલ્લેખ કરતા સવાલો ઉઠાવ્યા હતા કે હીરા ઉદ્યોગ મુંબઈથી ગુજરાતમાં શિફ્ટ થઈ રહ્યો છે. આ અંગે ફડણવીસે કહ્યું કે, શિવાજી મહારાજના સમયથી સુરત હીરાનું મોટું બજાર રહ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું કે, અમે મુંબઈમાં નવો જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવા માટે જગ્યા આપી છે. અમે અહીં દેશનો સૌથી આધુનિક જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવી રહ્યા છીએ. તેનું નિર્માણ મુંબઈમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉદ્યોગો રાજ્યની બહાર જતા નથી પરંતુ અહીં આવી રહ્યા છે.

ફડણવીસે કહ્યું, અમે નિકાસ કરીએ છીએ. તેનું ઉત્પાદન સુરતમાં થાય છે. સુરતમાં ઉત્પાદન થઈ રહ્યું હોવા છતાં હજુ એક પણ ઉદ્યોગ સુરતમાં શિફ્ટ થયો નથી. તેનાથી વિપરીત આપણો હીરા ઉદ્યોગ વિકસી રહ્યો છે. મુંબઈ ભારત ડાયમંડ બુર્સના કર્મચારીઓએ કહ્યું કે તેઓ સુરત શિફ્ટ થવા માંગતા નથી.

તેમણે કહ્યું કે, આપણે માત્ર મુંબઈથી જ 38 બિલિયન ડોલરની જેમ એન્ડ જ્વેલરીની નિકાસ કરીએ છીએ. જે દેશની કુલ નિકાસના 75 ટકા છે. તેમાં સુરતનો હિસ્સો 12 ટકા છે. જ્યારે જયપુરનો હિસ્સો 3.12 ટકા છે.

ફડણવીસે આગળ કહ્યુ કે, કુલ નિકાસમાં પોલીશ્ડ ડાયમંડનો હિસ્સો 97 ટકા છે. કોવિડ-19 સમયગાળા દરમિયાન, ભારત ડાયમંડ બુર્સ અમને નિકાસ કરવાની મંજૂરી આપવા માટે કહેતા હતા, પરંતુ તે પછી મહા વિકાસ અઘાડી સરકારે અમને ખોલવાની મંજૂરી આપી ન હતી. પરિણામે, 2020-21માં અમારી નિકાસમાં 94 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે 2 ટકા નિકાસ કરતું સુરત ઘટીને 7 ટકા થયું હતું. ફડણવીસે કહ્યું કે, મેં પોતે તે સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. પરંતુ તેઓએ ખૂબ મોડેથી નિકાસની પરવાનગી આપી. નિકાસ 8 મહિના સુધી બંધ રહી હતી.

જયારથી સુરત ડાયમંડ બુર્સ બન્યું છે ત્યારથી એવી ચર્ચા શરૂ થઇ છે કે શું મુંબઇનો ડાયમંડ ઉદ્યોગ સુરતમાં શિફ્ટ થઇ જશે? સુરત ડાયડમં બુર્સના ચેરમેન વલ્લભભાઇ લખાણીએ ઉદઘાટન સમયે સ્ટેજ પરથી કહ્યું હતું કે, અમે અમારી મુંબઇની ઓફિસને તાળા મારીને સુરત શિફ્ટ કરી દીધી છે અને મુંબઈ ઓફિસના 1200 કર્મચારી સુરત આવી ગયા છે. બીજી કંપનીઓ પણ ઓફિસો બંધ કરીને સુરત આવી રહી છે.

સુરતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા ન હોવાને કારણે ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં નંબર વન હોવા છતા સુરતના ડાયમંડ ઉદ્યોગકારોએ મુંબઇમાં ડાયમંડ ટ્રેડીંગ કરવું પડતું હતું. એક અંદાજ મુજબ સુરતના ડાયમંડ વેપારીઓની 1000 જેટલી મુંબઈમાં આવેલી છે.

જેમ એન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ના ચેરમેન વિપુલભાઇ શાહે કહ્યું હતું કે,સુરત ડાયમંડ બુર્સ બનવાને કારણે ન તો સુરતને ફરક પડશે કે ન તો મુંબઈને. બધા બંને બાજુએ પગ રાખશે. આ એક એક્સપાન્શન છે અને એ ઉદ્યોગ માટે સારું છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS