DIAMOND CITY NEWS, SURAT
આગામી ઓક્ટોબર મહિનામાં ન્યૂયોર્કના શિકાગો સ્થિત ઓક્શન હાઉસ હિન્દમેનમાં પહેલાં ન્યૂયોર્ક સિટીનું ઓક્શન કરાશે, જેમાં ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વ્રીક્સની દુર્લભ ઘડિયાળોનો સંગ્રહ મૂકવામાં આવશે.
ટાઈમ અને સ્પેસ : આગામી તા. 18 ઓક્ટોબરે મેનહટનના સોહોના 21 ગ્રીન સેન્ટ ખાતે યોજાનાર આ ઓક્શનમાં ગ્લેન ડી વ્રીક્સના કલેકશનમાંથી ઘડિયાળો રજૂ કરવામાં આવશે.
ડી વરીસ 1990ના દાયકાના મધ્યમાં કોલંબિયા પ્રેસ્બિટેરિયન મેડિકલ સેન્ટરમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા ત્યારે તેમણે ક્લિનિકલ ટ્રાયલ માટે સોફ્ટવેર વિકસાવતી ટેક્નોલૉજી કંપની મેડીડેટાના સ્થાપના કરી હતી. તેમણે ધ પેશન્ટ ઈક્વેશનમાં પણ સહલેખન કર્યું હતું, જે પ્રિસિઝન મેડિસિન રિવોલ્યુશન ઈન ધ એજ ઓફ કોવિડ-19 એન્ડ બિયોન્ડ વિષય પર હતું. આ સંશોધન 2020માં પ્રકાશિત થયું હતું.
તબીબી ક્ષેત્રની બહાર ડી વ્રીસને અવકાશ યાત્રાનું આકર્ષણ રહ્યું હતું. તે જેફ બેઝોસની માલિકીની બ્લુ ઓરિજિન ન્યુ શેફર્ડ રોકેટની બીજી માનવસહિતની ફ્લાઇટમાં સવાર હ્યુમન પેસેન્જર પૈકીના એક હતા. તેઓ ઓક્ટોબર 2021માં વિલિયમ શેટનરની સાથે સ્પેસ ટૂર પર ગયા હતા. એક મહિના પછી જ્યારે તેઓ નાના પ્લેનમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું. ન્યુ જર્સીના સસેક્સ કાઉન્ટીના જંગલવાળા વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા 49ની વયે તેમનું મૃત્યુ થયું હતું.
હિન્દમેન હરાજી ગૃહે જણાવ્યું હતું કે, 30 વિવિધ બ્રાન્ડની 100થી વધુ ઘડિયાળનું તેમનું કલેક્શન અલગ અલગ ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવ્યું હતું. તે ઘણી દુર્લભ છે. મોડલ, સાયન્સ અને ટેક્નોલૉજીની દ્રષ્ટિએ તે બધાથી અલગ છે. હરાજીમાં એફપી જર્ન ટુરબિલન સોવરેન બ્લેક લેબલ 250,000 થી 450,000 ડોલરમાં વેચાઈ તેવો અંદાજ છે. તેમજ રિચાર્ડ મિલે 150,000 થી 250,000 ડોલર, બેથનની આરએમ-6101 યોહાન બ્લેક ઘડિયાળનો પણ સમાવેશ થાય છે. ડીબી28એક્સપી ઘડિયાળ 80,000 થી 120,000 ડોલરમાં વેચાય તેવો અંદાજ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM