તાજેતરમાં દક્ષિણ ભારતમાં પહેલીવાર બેંગ્લોર ખાતે તા. ૧૭થી ૨૦ માર્ચ દરમિયાન IIJS દ્વારા યોજાયેલા IIJS તૃતીયા ૨૦૨૩માં ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (IIGJ)ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ ડિઝાઈનર જ્વેલરીનું પ્રદર્શન કર્યું હતું. ચાર દિવસીય પ્રદર્શનમાં IIGJની બંને એકેડેમિક અને લેબોરેટરી વિંગે સક્રિય ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ પ્રદર્શનકારીઓ તેમજ વિઝિટર્સને મળવાની તક ઝડપી હતી અને તેમને ટ્રેઈન્ડ જ્વેલરી પ્રોફેશનલ્સ ક્ષેત્રમાં અપાર તકો હોવાની સમજ આપી હતી તેમજ જ્વેલરીના લેબ ટેસ્ટિંગ વિશે સમજણ આપી હતી.
IIGJની મુંબઈ સ્થિત મુખ્ય બ્રાન્ચના હેડ ભારત વાસવાનીએ આ પ્રદર્શનમાં ભાગ લેવાની તક આપવા બદલ IIJSનો આભાર માનતા કહ્યું કે, આ ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો. અમે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યાં છીએ. પ્રદર્શનકારીઓ અને વિઝિટર્સ તરફથી અમારા સ્ટુડન્ટ્સને ખૂબ જ સારો અને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો. અમુક જ્વેલરી કંપનીએ અમારી સંસ્થા સાથે જોડાણ કરવામાં પણ રસ દાખવ્યો છે, જેઓ IIGJ ના સ્ટુડન્ટ્સને ઈન્ટર્નશીપ અને રિક્રુટમેન્ટ્સ આપવા તૈયારી બતાવી રહ્યાં છે. આ પ્રદર્શનમાં અમારા સ્ટુડન્ટ્સ દ્વારા જે જ્વેલરીનું પ્રદર્શન કરાયું તેનાથી તેમજ વિવિધ પ્રોગ્રામ્સ અને કોર્સથી વિઝિટર્સ પ્રભાવિત થયા હતા, જે અમારા માટે સારી બાબત રહી.
હાલમાં દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાંના વિવિધ શહેરોમાંથી યુવકો IIGJના વિવિધ કોર્ષમાં ભાગ લઈ રહ્યાં છે, ત્યારે સંસ્થાનો ઉદ્દેશ પ્રાદેશિક સ્તરે જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં એકેડેમિક અને લેબોરેટરી બંને ક્ષેત્રે વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને આ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરે તે માટે સંસ્થાનું વિસ્તરણ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે IIJS તૃતીયા ૨૦૨૩માં IIGJના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અસાધારણ કામગીરીનું પ્રદર્શન કર્યું હતું અને પોતાના અસાધારણીય કામગીરીનું પ્રદર્શન કર્યું હતું, જેની વિઝિટર્સ તરફથી ખૂબ સરાહના કરવામાં આવી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM