શિવ નારાયણ જ્વેલર્સે આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો

સ્ટાર-સ્ટડેડ ઈવેન્ટમાં બોલિવૂડની ફેશન આઈકોન, દિશા પટણીએ શિવ નારાયણના ઉત્કૃષ્ટ ઉચ્ચ જ્વેલરી પીસમાંના એકમાં શણગારેલા રેમ્પ પર વોક કર્યું હતું.

Shiv Narayan Jewellers Sets Unprecedented Record with Eight Guinness World Records-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હૈદરાબાદ સ્થિત લેગસી જ્વેલરી બ્રાન્ડ, શિવ નારાયણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, આશ્ચર્યજનક આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ® ટાઈટલ હાંસલ કરીને ઇતિહાસમાં પોતાનું નામ લખી ચૂક્યું છે, જે આવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ઝવેરી બન્યા છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરવા માટે, હૈદરાબાદના જાજરમાન તાજ ફલકનુમા પેલેસમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી, જેમાં શિવ નારાયણના પ્રસિદ્ધ વારસાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સ્ટાર-સ્ટડેડ ઈવેન્ટમાં બોલિવૂડની ફેશન આઈકોન, દિશા પટણીની હાજરી જોવા મળી હતી, જેમણે શિવ નારાયણના ઉત્કૃષ્ટ ઉચ્ચ જ્વેલરી પીસમાંના એકમાં શણગારેલા રેમ્પ પર વોક કર્યું હતું. આકર્ષક લાવણ્યયુક્ત બ્રાન્ડની ક્રિયેશન્સ અને દિશાની હાજરીએ ઉજવણી માં ચાર ચાંદ લગાવી દીધા હતા. સાંજ ફેશન, ગ્લેમર અને ઍક્સટ્રાઓર્ડિનરી જ્વેલરીના મનમોહક પ્રદર્શન તરીકે ખીલી ઉઠી હતી, જેમાં કેન્દ્રસ્થાને અભૂતપૂર્વ “એક્સપિરિએન્શિયલ ઝોન” – રેકોર્ડ તોડતા ઝવેરાતનું પ્રદર્શન કરતો એક ઇમર્સિવ અનુભવ કરાવતો હતો. ચાર ઝોનમાં વિભાજિત, દરેક ચોક્કસ સર્જનને સમર્પિત, પ્રદર્શનમાં દરેક માસ્ટરપીસ પાછળની પ્રેરણા, નવીનતા અને જટિલતાઓની આંતરદૃષ્ટિ પ્રદાન કરવામાં આવી હતી.

પ્રથમ ઝોનમાં ગણેશ પેન્ડન્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેણે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ® ટાઈટલ મેળવ્યા હતા : 1011.150 ગ્રામ વજનનું “ધ હેવીએસ્ટ પેન્ડન્ટ” અને 11,472 હીરાની આશ્ચર્યજનક ગણતરી સાથે “ધ મોસ્ટ ડાયમંડ સેટ ઓન અ પેન્ડન્ટ” ઝીણવટપૂર્વક હાથથી બનાવેલ, પેન્ડન્ટને પૂર્ણ કરવામાં સાડા છ મહિના લાગ્યા, જે ઉત્કૃષ્ટ કારીગરી માટે બ્રાન્ડની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.

રેકોર્ડ-બ્રેકિંગની છડી ચાલુ રાખીને, શિવ નારાયણ જ્વેલર્સે રામ દરબાર પેન્ડન્ટ સાથે તેમની પોતાની સિદ્ધિને વટાવી દીધી. આ ભવ્ય પીસએ 1681.820 ગ્રામ વજનનું “ધ હેવીએસ્ટ પેન્ડન્ટ” અને 54,666 હીરાની આશ્ચર્યજનક ગણતરી સાથે “ધ મોસ્ટ ડાયમંડ સેટ ઓન અ પેન્ડન્ટ” નો ખિતાબ મેળવ્યો. નોંધનીય રીતે, તે ભગવાન રામના જટિલ શિલાલેખ સાથે “સૌથી ભારે ડાયમંડ પેન્ડન્ટ” હોવાનો ગૌરવ પણ ધરાવે છે, પાછળ પર પણ. પેન્ડન્ટનું સર્જન સાડા આઠ મહિના સુધી ચાલ્યું હતું, જે ચોક્સાઈ અને ડિઝાઈન પ્રત્યે બ્રાન્ડના સમર્પણ પર વધુ ભાર મૂકે છે.

Shiv Narayan Jewellers Sets Unprecedented Record with Eight Guinness World Records-3

ધ સતલાડા નેકલેસ, 315 એમેરલ્ડ અને 1971 સુંદર હીરાથી શણગારવામાં આવેલ એક અદભુત સાત-સ્તરવાળો નેકલેસ, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ® ટાઈટલનો દાવો કરે છે : “ધ મોસ્ટ એમરાલ્ડ્સ સેટ ઓન એ નેકલેસ” અને “ધ મોસ્ટ ડાયમંડ સેટ ઓન એ નેકલેસ.” આ નેકલેસ માટે જેમ્સની ઝીણવટભરી ખરીદીમાં અઢી વર્ષનો સમય લાગ્યો હતો અને તેના ક્રિયેશનમાં ચાર મહિનાની કુશળ કારીગરી સામેલ હતી. નિઝામના પ્રાચીન ખજાનાને શ્રદ્ધાંજલિ આપતા, શિવ નારાયણના વારસાનો એક અભિન્ન ભાગ, ધ સતલાડા નેકલેસ બ્રાન્ડના અતૂટ સમર્પણ અને વિગતવાર ધ્યાનના એક ભવ્ય પ્રમાણપત્ર તરીકે ઊભો છે.

પોતાના જ રેકોર્ડ્સને તોડતા, શિવ નારાયણ જ્વેલર્સે ધ મેગ્નિફાઈંગ ગ્લાસનું અનાવરણ કર્યું, જે $108,346 ની આશ્ચર્યજનક કિંમત સાથે ખરેખર અસાધારણ રચના છે, અને તેને “સૌથી ખર્ચાળ મેગ્નિફાઈંગ ગ્લાસ”નું બિરુદ મળ્યું. આ નોંધપાત્ર ભાગ સીમાઓને આગળ વધારવા અને લક્ઝરીને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તુષાર અગ્રવાલ, શિવ નારાયણ જ્વેલર્સ પ્રા. લિ.ના સ્વપ્નદ્રષ્ટા મેનેજિંગ ડિરેક્ટર તેમનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, “આઠ ગીનીસ વર્લ્ડ રેકોર્ડ® ટાઈટલ હાંસલ કરતા અમે ખરેખર વિન્રમતાપૂર્વક આનંદિત છીએ. આ માત્ર અમારી બ્રાન્ડ માટે જ નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ લેન્ડમાર્ક છે. અમે અમારા સમર્પણ , સખત પરિશ્રમ અને જુસ્સાને વૈશ્વિક સ્તરે ઓળખવામાં આવી છે માટે આભારી છીએ. અમારો ઉદ્દેશ્ય ઉદ્યોગમાં પાયાની નવીનતામાં અગ્રેસર રહીને અને નવી ઊંચાઈ સુધી પહોંચવાનો છે.”

Shiv Narayan Jewellers Sets Unprecedented Record with Eight Guinness World Records-5

આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ® ટાઇટલ મેળવવાની તેમની અપ્રતિમ સિદ્ધિ સાથે, શિવ નારાયણ જ્વેલર્સે જેમ અને જ્વેલરી ઉદ્યોગના શિખર પર પોતાનું સ્થાન નિશ્ચિતપણે સ્થાપિત કર્યું છે. હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનના પ્રતિષ્ઠિત મુખ્ય ઝવેરી શેઠ શ્રી શિવ નારાયણ જી દ્વારા સ્થાપિત, બ્રાન્ડનો પ્રતિષ્ઠિત વારસો કંપનીના વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલ કિશોર અગ્રવાલ અને તુષાર અગ્રવાલના નેતૃત્વ હેઠળ ચાલુ છે. એમેરલ્ડ જ્વેલરીમાં વિશેષતા ધરાવતા, શિવ નારાયણ જ્વેલર્સે અસંખ્ય શ્રેષ્ઠ કૃતિઓ બનાવી છે જે ભારતીય કારીગરીની કાલાતીત સુંદરતાને મૂર્ત બનાવે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS