સુરતનો ડાયમંડ ઉદ્યોગ ખુબ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. સુરતમાં ડાયમંડ કટીંગ માટેના મશીનો વિદેશથી આવતા હોય છે. વર્ષોથી આ જ રીતે મશીનોનો ઉપયોગ સુરતના અલગ-અલગ મોટા યુનિટોમાં પણ કરવામાં આવે છે.
વિદેશની કંપનીઓ દ્વારા સુરત શહેરની ૨૦૦ કરતાં વધુ કંપનીઓ ઉપર કોપીરાઇટનો કેસ દાખલ કર્યા બાદ હવે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસોસિએશન દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રીતે વિદેશી મશીનોને કારણે કોપીરાઇટનો કેસ કરવામાં આવી રહ્યો છે તેને વખોડી કાઢતાં ડાયમંડ એસોસિયેશનના તેમજ અન્ય એસોસિએશનના હોદ્દેદારો દ્વારા એક સૂરમાં વિદેશી મશીનોની મોનોપોલી તોડવા માટેની હાકલ કરવામાં આવી રહી છે.
જે ડાયમંડ મશીનો કરોડો રૂપિયાના ભાવે સુરતના ઉદ્યોગકારો ખરીદતા હતા તે જ પ્રકારના મશીનો સુરત શહેરમાં બની રહ્યા છે માત્ર 8 લાખ થી 25 લાખ સુધીમાં તૈયાર થઇ જાય છે જે ખૂબ જ સારી રીતે ફંકશન કરી રહ્યા છે અને ખૂબ જ સસ્તા દરે પ્રાપ્ત થઈ જાય છે.
વિદેશની ઈઝરાઈલ બેસ્ટ કંપની છે. તેના કોપીરાઈટ અમેરિકા પાસે છે. તેના દ્વારા સુરતની ડાયમંડ કંપનીઓએ સામે કોપીરાઇટનો કેસ કરવામાં આવ્યો છે.
જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, હીરાઉદ્યોગ સામે કોપીરાઇટનો જે મુદ્દો આવીને ઊભો રહ્યો છે તે ખૂબ જ પેચીદો છે. પરંતુ કોઈ પણ વિદેશી કંપનીના ખોટા આક્ષેપોના તાબે હીરાઉદ્યોગ થશે નહીં.
તેમણે જણાવ્યું કે વિદેશી કંપનીઓના હીરા કટિંગ કરવાના મશીનોની જેમ મોનોપોલી છે તે હવે સુરત શહેર તોડીને રહેશે. વડાપ્રધાન પોતે પણ “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ઉપર વિશેષ કામ કરી રહ્યા છે ત્યારે સુરતમાં હવે સ્થાનિક કરેજ હીરા કટીંગ મશીન તૈયાર થાય તે દિશામાં કામ આગળ થવું જરૂરી છે.
લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુ વાકાણીએ કહ્યું કે, વિદેશી કંપનીઓ ભલે ગમે તે રીતે કોપીરાઇટનો કેસ કરવા માંગતા હોય પરંતુ આપણે તેમને કાયદાકીય રીતે જવાબ આપીશું. આપણી લીગલ ટીમ કાયદેસર રીતે લડશે.
હીરાઉદ્યોગ અને સામે જે પ્રકારે વિદેશી કંપનીઓ પોતાની લડત શરૂ કરી છે ત્યારે સુરત ડાયમંડ એસોસિયેશન, ડાયમંડ એસોસિયેશન અને સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસોસિએશન ત્રણેય સાથે રહીને આ લડાઈને આગળ વધારીશું.
કોપીરાઈટ કેસમાં વકીલ તરીકે પ્રવીણભાઈ દેવમુરારી હીરાઉદ્યોગ તરફથી લડી રહ્યા છે. પ્રવીણભાઈ એ કહ્યું કે, વર્ષોથી ચાલતા હીરાઉદ્યોગમાં આ સ્થિતિ ઊભી થવા પાછળ ઉદ્યોગમાં જોડાયેલા લોકોના ઉદારપણું જવાબદાર છે. આ સમગ્ર કેસ સંભાવના અને શક્યતા ઉપર આધારિત છે. વિદેશી કંપનીઓએ કહ્યું છે કે, અમને જાણવા મળ્યું છે કે અમારા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોઈપણ એક કામ હોય તેને બાબતનો સોફ્ટવેર એકબીજાને મળતું આવે તે સ્વાભાવિક છે તેનાથી ડરી જવાની જરૂર નથી. કંપની પાસે એમનો સોફ્ટવેર વાપરવામાં આવે છે તેને લઈને કયા પુરાવા છે તે અંગે આપણને કોઈ માહિતી નથી.
પેટન્ટ એક્ટ હેઠળ કોઈ શોધ પ્રથમ વખત કરી હોય તેની કોઈ ડુપ્લિકેશન કરવામાં આવ્યો હોય તો જવાબદારી બને છે. બહેરીન યુનિયન સમજૂતી થયેલી હોય એમાં જે દેશ સભ્ય હોય તે દેશ આ કાયદા હેઠળ કોપીરાઈટ મેળવી હોય તો તેનો અમલ કરાવી શકાય છે. પરંતુ આ કેસ માત્ર શક્યતા અને સંભાવનાને લઇને આગળ ચાલી રહ્યો છે.