ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રોમોશન કાઉન્સીલ (GJEPC) દ્વારા ‘તાજેતરમાં ભારત-દુબઈ વચ્ચે થયેલા CEPA કરારો તથા ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે CECA વ્યાપાર કરારો’થી આયાત-નિકાસક્ષેત્રે થનારા ફાયદાઓ વિશેનો જનજાગૃતિ સેમિનાર કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં કતારગામ ખાતે યોજાયો હતો.
સમસ્ત પાટીદાર સમાજ વાડી ખાતે આયોજીત કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત સાથે દુબઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા કરારો ઉધોગજગતનુ મનોબળ પુરુ પાડનારા છે. જેનો સૌથી વધુ લાભ જેમ્સ એન્ડ જ્વેલરી ઉધોગને થવાનો છે. આજે ઓર્ગેનિક ફુડની ડિમાન્ડ વધી રહી છે ત્યારે તેની માંગને પુરી પાડવાની તાકાત ભારતના ખેડૂતો પાસે રહેલી છે. આ સરકાર લોકોની વચ્ચે જઈને તેમની પાસેથી સુચનો મેળવીને બજેટમાં નિર્ણયો લે છે. ભારતની વિશ્વમા અનેરી શાંખ ઉભી થઇ છે ત્યારે તેનો લાભ લેવા ઉધોગકારોને અનુરોધ કર્યો હતો.
આ અવસરે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ભારત સાથે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે થયેલા કરારોના કારણે ગુજરાત સાથે 25 ટકા વેપાર થવાનો છે. કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના 400 મિલીયન એક્સપોર્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આવનારા સમયમાં સંભવિત બજારને વધુમાં વધુ હાંસલ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. ટુંક સમયમાં જુની ટફ સ્કીમના ક્લિયરન્સ માટેના કેમ્પ કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. મંત્રીએ સુરતથી 135 ટેક્ષટાઈલની ટ્રેનો રવાના કરવામાં આવી હોવાનું જણાવીને રેલ્વે અને પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી પાર્સલ સુવિધાઓની વિગતો આપી હતી.
આ અવસરે ભારત સરકારના કોમર્સ વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રીકાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, ભારત-UAE વચ્ચે થયેલા કોમ્પેહેન્સીવ એન્ડ ઈકોનોમિક પાર્ટરશીપ અગ્રીમેન્ટ તથા ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા ઈકોનોમિકસ કોમ્પરેટીવ એન્ડ ટ્રેન્ડ એગ્રીમેન્ટના કારણે જેમ્સ એન્ડ જવેલરી, ઓઈલ, ગોલ્ડ,કોપર, મિનરલ ફયુલજેવા અનેકક્ષેત્રે આવનારા દિવસોમાં આયાત-નિકાસના વેપારમાં થનારા ફાયદા વિશેની વિગતો આપી હતી.
આ અવસરે GJEPCના રીજનલ મેનેજર દિનેશભાઈ નાવડિયા, કોમર્સ વિભાગના જોઇન્ટ સેક્રેટરી વિપુલ બંસલ તથા ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.