જ્વેલરી ઇન્ફલુઅન્સર અને બિઝનેસ વુમન પ્રેરણા મખારીયા સાથે ઇન્ટરવ્યૂ : ભારતની પહેલી જ્વેલરી Influencer છે જેણે દેશની પરંપરાગત જ્વલેરીને વિદેશમાં પહોંચાડી

ડાયમંડ સિટીની વ્યક્તિ વિશેષ કોલમમાં આ વખતે દેશની પહેલી જ્વેલરી ઇન્ફલુઅન્સર પ્રેરણા મખારિયા વિશે વાત કરીશું, ભારતીય પરંપરાગત જ્વેલરીને વૈશ્વિક કક્ષાએ લઇ જવાનું તેનું મિશન છે.

Exclusive Interview with jewellery influencer and businesswoman Prernaa Makhariaa Diamond City 416-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

  • ભારતમાં પેટ જવેલરી શરૂ કરનારી પહેલી મહિલા
  • પ્રેરણા 22 વર્ષથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે
  • જ્વેલરી સ્ટાઇલિસ્ટ છે, જ્વેલરી ડિઝાઈનર, બ્રાઇડલ જ્વેલરીની નિષ્ણાત ફિલ્ડ જેમોલોજિસ્ટ, ભારતની પહેલી જ્વેલરી Influencer, બિઝનેસ વુમન, જેમ એન્ડ જવેલરી કન્સલટન્ટ, જર્નાલિસ્ટ છે
  • સમગ્ર દેશમાં ડિઝાઈન, પ્રસ્તુત, સ્ટાઇલ અને લોન્ચ કર્યા છે. દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય અગ્રણી ડિઝાઈન પુરસ્કારો જીત્યા છે

જો તમે જૂના સમયના રાજા મહારાજાઓને જુઓ તો તેઓ ઘણા પ્રકારના ઘરેણાં પહેરતા હતા, જેમાં ગળાનો હાર, બુટ્ટી, મુગટ, કડા અને વીંટીનો સમાવેશ થતો હતો. આ તમામ આભૂષણો રાજાઓનું ગૌરવ ગણાતા. રાજાઓની સાચી ઓળખ આ આભૂષણો દ્વારા નક્કી કરવામાં આવતી હતી.

જ્વેલરી જેણે હજારો વર્ષોથી મનુષ્યોને આકર્ષિત કર્યા છે અને આજે પણ તે ચાલુ છે. લગ્નો, વર્ષગાંઠો અથવા જન્મદિવસો જેવા ખાસ પ્રસંગો પર જ્વેલરી ઘણીવાર ભેટ તરીકે આપવામાં આવે છે. તેનો ઉપયોગ લાગણીઓ વ્યક્ત કરવા અથવા નિવેદન આપવા માટે પણ થઈ શકે છે.

આ જવેલરીના વાત એટલા માટે માંડી છે કે આ વખતે એવી એક મહિલાની વાત કરવી છે જે જ્વેલરી સ્ટાઇલિસ્ટ છે,જ્વેલરી ડિઝાઈનર, બ્રાઇડલ જ્વેલરીની નિષ્ણાત ફિલ્ડ જેમોલોજિસ્ટ, ભારતની પહેલી જ્વેલરી Influencer, બિઝનેસ વુમન, જેમ એન્ડ જવેલરી કન્સલટન્ટ, જર્નાલિસ્ટ, સૌંદર્ય નારી અને છે મતલબ કે એક મલ્ટીટેલેન્ટેડ માનુનીની લાઈફ સ્ટોરી વિશે જાણીશું

ડાયમંડ સિટીની વ્યક્તિ વિશેષ કોલમમાં આ વખતે દેશની પહેલી જ્વેલરી ઇન્ફલુઅન્સર પ્રેરણા મખારિયા વિશે વાત કરીશું, ભારતીય પરંપરાગત જ્વેલરીને વૈશ્વિક કક્ષાએ લઇ જવાનું તેનું મિશન છે. મુંબઇમાં આજે પ્રેરણા એક જ્વલેરી પ્રભાવક, ડિઝાRનર અને જ્વલેરી મેન્યુફેકચર્સ તરીકે જાણીતું નામ છે.

પ્રેરણાએ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારો માટે ડિઝાઈન, વિકસિત મર્ચેન્ડાઇઝ અને ઉત્પાદિત જ્વેલરી જેમાં હાઈ એન્ડ કસ્ટમાઇઝ જ્વેલરીનો સમાવેશ થાય છે. વિવિધ જ્વેલરી ટ્રંક શો સમગ્ર દેશમાં ડિઝાઈન, પ્રસ્તુત, સ્ટાઇલ અને લૉન્ચ કર્યા છે. દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય અગ્રણી ડિઝાઈન પુરસ્કારો જીત્યા છે.

પ્રેરણા નેશનલ કે ઇન્ટરનેશનલ સ્તરે યોજાતા બધા જેમ એન્ડ જ્વેલરી શોમાં જાય છે અને ત્યાં જોવા મળતા જેટલા પણ જ્વેલરી ટ્રેન્ડ હોય છે તેના વિશે જણાવે છે.પ્રેરણા લોકોને જ્વેલરી ખરીદવામાં મદદ કરે છે અને મોટા મોટ વેડીંગમાં જે લોકોને જ્વેલરી શોપિંગની જરૂર હોય છે તેમને મદદ કરે છે. પ્રેરણાને નવા ડિઝાઈન અને સ્ટાઇલ વિકલ્પો શોધવાનું અને તેના પ્રેક્ષકોને પ્રદર્શિત કરવાનું પસંદ છે.

કલાએ હંમેશા પ્રેરણાનું ધ્યાન આકર્ષિત કર્યું, જેના કારણે તેણીએ બેચલર ઓફ કોમર્સની સાથે જ્વેલરીનો અભ્યાસ કર્યો છે અને ઘણા એવોર્ડ્સ જીત્યા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA), ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) અને જેમ એન્ડ જ્વેલરી સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (GJSCI)ની સક્રિય સભ્ય પણ છે.

પ્રેરણાએ જ્વેલરી નેટવર્કીંગનું પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે. જયાં જેટલા લોકો સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં છે, જેમ એન્ડ જવેલરીમાં સર્વિસ પ્રોવાઇડર છે તેમને કનેક્ટ કરવાનું કામ આ પ્લેટફોર્મ છે. જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જે ગેપ હતો તે પુરું કરવાનું કામ પ્રેરણાએ કર્યું છે.

આજે પ્રેરણા GIA ઇન્ડિયાના ગેસ્ટ લૅક્ચરર, સક્રિય GIA એલ્યુમિની, મુંબઈ ચૅપ્ટર અને WJA (વુમન્સ જ્વેલરી એસોસિએશન, ઇન્ડિયા ચૅપ્ટર)ના સભ્ય છે.

પ્રેરણા મખારિયા સ્ટાઇલ પ્રેરના સ્થાપક અને મુખ્ય સંપાદક છે જે એક જેમ્સ એન્ડ જ્વેલરી બ્લોગ છે અખબારો, સામયિકો, ડિજિટલ, સોશિયલ મીડિયા અને ટીવી ઇન્ટરવ્યુમાં તેણીના લેખિત કાર્યથી તેણીને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં ઓળખ મેળવવામાં મદદ મળી.

તેણીએ સ્ટાઈલપ્રેરની શરૂઆત એક માધ્યમ તરીકે કરી અને પોતાની જાતને એક બ્લોગ લાઈબ્રેરીના રૂપમાં વ્યક્ત કરી, જેમાં ઘરેણાં, ઘડિયાળો અને કલાની દુનિયાના અનુભવનું સારગ્રાહી મિશ્રણ છે. પ્રેરણાએ 12 વર્ષ જ્વેલરી મેન્યુફેક્ચરર તરીકે કામ કર્યું છે.

પ્રેરણાએ ગ્રાહક ઉત્પાદન અને ખરીદીની ભાવનાઓની વિગતવાર સમજ સાથે ભારતીય જ્વેલરી માર્કેટનું વિસ્તૃત સર્વેક્ષણ પણ કર્યું હતું. સમય જતાં તેણીએ પોતાની જાતને જ્વેલરી પ્રભાવક તરીકે સ્થાપિત કરી છે.

જાન્યુઆરી 2020માં ફ્રાન્સેસ્કા કાર્ટિયર બ્રિકેલના પુસ્તક The Cartiers માટે બુક સાઈનિંગ ઈવેન્ટનું આયોજન કર્યું હતું અને વર્ષ 2019 અને તે પહેલાં, મ્યાનમારમાં મેગોક, શ્રીલંકામાં રત્નાપુરા 4 માઇન્સની શોધખોળ કરવા પ્રવાસે ગઈ હતી.

પ્રેરણાને નવા ડિઝાઈન અને સ્ટાઇલ વિકલ્પો શોધવાનું અને તેના પ્રેક્ષકોને પ્રદર્શિત કરવાનું પસંદ છે

પ્રેરણાએ કહ્યું કે, એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં જ્વેલરી ઉદ્યોગ દૂર દૂર સુધી પહોંચ્યો છે. જોકે, આજની જેમ વિવિધ કાર્યો અને સ્વરૂપોમાં જ્વેલ પીસની લવચીકતા માટે ક્યારેય માંગ કરવામાં આવી નથી. Gen Z ને એવી કોઈ વસ્તુની જરૂર હોય છે જે ઘણી વખત પહેરી શકાય અને છતાં એક અનોખી અથવા દુર્લભ વસ્તુનો અનુભવ થાય. તે તે છે જ્યાં ડિઝાઈન વિચાર એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કોઇ શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન આપતી નથી

પુરુષ આધિપત્ય ધરાવતા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં એક મહિલા તરીકે તમને પડકારોનો સામનો કરવો પડે છે? એવો સવાલ અમે પ્રેરણાને પૂછ્યો તો તેણે જવાબ આપ્યો કે, શરૂઆતમાં એવું બનતું કે કેટલાંક લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હતા. તેઓ માનતા કે આ એક સ્ત્રી છું શું કરી શકવાની છે.

પરંતુ મેં જ્વેલરી ઉદ્યોગમાં પગ મૂક્યો ત્યારથી મારું ફોકસ મારા કામ પર જ નક્કી છે. કોણ શું કહે છે તેના વિશે મારે કશી લેવા દેવા નથી. મને એ વાત ખબર હતી કે, લોકો હંમેશા કામને જ ઓળખે છે. મારું કામ આજે બોલે છે અને જેમ ઉદ્યોગમાં મને સ્વીકારી લેવામાં આવી છે. જિંદગીમાં પડકારો તો અનેક આવ્યા, પરંતુ મારા પેશનને કારણે એ પડકારો લાંબા સમય સુધી ટકી ન શક્યા.

9 વર્ષ પહેલાં પ્રેરણા પહેલી જ્વેલરી ઇન્ફલુઅન્સર બની

પ્રેરણાએ કહ્યું કે, જ્વલેરી પ્રત્યે મને પહેલાથી લગાવ હતો અને એટલે જ મારું જ્વલેરી ઉદ્યોગમાં પેશન રહ્યું. 2015માં જ્યારે જ્વલેરી વિશે વાત કરવા માંડી અને ઇન્ટરવ્યૂ લેતી ત્યારે મને લોકો પુછતાં કે આ કઇ ચેનલમાં આવશે? મતલબ કે લોકોને ઇન્ફ્લુઅન્સર વિશે ખબર જ નહોતી.

એ પછી કોરાના મહામારીના સમયમાં લોકો પાસે સમય હતો એટલે ઓનલાઇન વધારે સક્રિય થયા અને સોશિયલ મીડિયાને વધારે સમજતા થયા અને ઓનલાઇન માર્કેટીંગમાં ક્રાંતિ આવી. ભારતમાં પછી ઇન્ટરનેશનલ ઇન્ફ્લુઅન્સરની એન્ટ્રી થઇ. પ્રેરણાના અનેક ઇન્ટરવ્યૂમાં કહેવાયું છે કે તેણી પહેલી જ્વેલરી ઇન્ફલુઅન્સર છે અને આ દાવાનો આજુ સુધી કોઈએ નકાર્યો પણ નથી.

સ્ટાઇલિશ હોવાનો અર્થ એ નથી કે કોઈ સેલિબ્રિટી અથવા ફેશનિસ્ટાને અનુસરવું

પ્રેરણાએ કહ્યું કે, Being stylish is not about following a celebrity or fashionista. It’s about creating your own style quotient. It’s about being elegant and tasteful, evolving yourself than changing the natural you. Just let loose and unleash the stylish you!”

મતલબ કે, સ્ટાઇલિશ હોવાનો અર્થ એ નથી કે કોઈ સેલિબ્રિટી અથવા ફેશનિસ્ટાને અનુસરવું. તે તમારી પોતાની શૈલી બનાવવા વિશે છે. તે ભવ્ય અને સ્વાદિષ્ટ બનવા વિશે છે, તમારા કુદરતી સ્વભાવને બદલવાને બદલે પોતાને વિકસાવવા વિશે છે. ફક્ત તમારી જાતને છૂટી મુકી દો તમે સ્ટાઇલિશ છો એવું માનો.

જે કામ કરો તેમાં પેશન જરૂર રાખો, ક્યારે તેને છોડો નહી

પ્રેરણાએ યંગ એન્ટરપ્રિન્યોર અને યંગ જનરેશનને મેસેજ આપતા કહ્યું છે કે, જે કામ કરો તેમાં પેશન જરૂરી છે, જે કામ હાથમાં પકડો તેને ક્યારેય છોડો નહીં. એ વાત યાદ રાખો કે સ્લો એન્ડ સ્ટેડી વિન ધ રેસ. ઇન્સ્ટન્ટ સફળતા જિંદગીમાં ક્યારેય મળતી નથી.કશું પણ સફળાપૂર્વક કરવા માટે, જો ઓછામાં ઓછા દસ વર્ષ સુધી ઘસાવા તૈયાર ન હોઇએ, તો આપણે તે કામને લઇને ગંભીર નથી. રાતોરાત સફળતા વર્ષો પછી આવે છે.

કોઈ સફળ લેખક, ખેલાડી, આંત્રપ્રેન્યોર, કલાકાર કે પ્રોફેશનલ માણસ દસ-બાર મહિના મહેનત કરીને ત્યાં નથી પહોંચ્યો. ફૂટબોલના શ્રેષ્ઠ ખેલાડી પેલેએ કહ્યું હતું કે સફળતા અકસ્માતે નથી આવતી. એ પરિશ્રમ, દ્રઢતા, અભ્યાસ, શીખવાની વૃત્તિ, બલિદાન અને વિશેષ તો કામ પ્રત્યેના અસીમ પ્રેમમાંથી આવે છે.

શ્રેષ્ઠતાનો શૉર્ટકટ નથી હોતો. તેના માટે કામને સમર્પિત થવું પડે અને તેને લગતી તમામ નાની મોટી જટિલતાઓ સમજવી પડે. એવી માસ્ટરી ઓછામાં ઓછા દસ વર્ષના અનુભવ પછી આવે છે કારણ કે તેમાં રોજ તમે એક્સપર્ટ થતા જાવ છો, શીખો છો, અવરોધોના ઉપાય કેળવો છો, આવડતને ધાર કાઢો છો.

તમે વૈજયંતીમાલા કે પ્રભુ દેવાને મંચ પર નૃત્ય કરતા જોયા છે? કેવા પાણીના રેલાની જેમ અનાયાસ (Effortless) નૃત્યની મુદ્રાઓ કરે છે! તેમના એ અનાયાસ નૃત્યની પાછળ દાયકાઓનો આયાસ (Effort) કારણભૂત છે.

પ્રેરણા મખારીયા દેશમાં જ્વેલરી નેટવર્કીંગનું પ્લેટફોર્મ શરૂ કરનાર પહેલી મહિલા

જેમ એન્ડ જ્વલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા મુંબઈમાં આયોજિત ભવ્યાતિભવ્ય India International Jewellery Show (IIJS) 2024માં 9 ઓગસ્ટે પ્રેરણા મખારિયાએ દેશમાં પહેલીવાર જ્વેલરી નેટવર્કીંગનું પ્લેટફોર્મ લોંચ કર્યું.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે Joyalukkasના માલિક ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. ઉપરાંત GJEPCના ચૅરમૅન વિપુલભાઇ શાહ અને વાઈસ ચૅરમૅન કિરિટભાઇ ભણશાળી અને GIA તથા પ્લૅટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલના ડિરેક્ટર પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.

જ્વેલરી નેટવર્કીંગના લોચિંગ વિશે પ્રેરણા મખારીયાએ કહ્યું કે, જ્વેલરી નેટવર્કિંગમાં, આપણે બધા “CEEN” બનવાની ઈચ્છા રાખીએ છીએ. અમારું મિશન એક જીવંત સમુદાય બનાવવાનું છે જે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં તમારી વ્યાપક બિઝનેસ ડિરેક્ટરી તરીકે સેવા આપે છે. અમારું પ્લેટફોર્મ સેવા પ્રોવાઇડર, પ્રોફેશન્લસ, રિટેલર્સ, મેન્યુફેકર્સ, હોલસેલર્સ અને ઇન્ડીપેન્ડન્ટ ડિઝાઈનર્સ વગેરે વચ્ચે વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપે છે.

આ જ્વેલરી નેટવર્કીંગ પ્લેટફોર્મ તમારી દરેક બિઝનેસ જરૂરિયાત માટેનું વન સ્ટોર ડેસ્ટીનેશનનું તમારા માટે ગેટ વે છે.

બિલ્ડીંગ રિલેશનશીપ,મહત્વપૂર્ણ માહિતીની આપ-લે કરવા પરસ્પર સફળતાને આગળ ધપાવતા સહયોગ બનાવવા માટે એક આદર્શ તક છે. આ સભ્યપદ એ બિઝનેસ વર્લ્ડમાં આગળ વધવા માટે તમારું આવશ્યક ટુલ છે.

પ્રેરણાએ કહ્યું કે, અમારા ઓનલાઈન વર્કશોપ વૈશ્વિક પ્રેક્ષકો માટે સર્જનાત્મકતા પ્રજ્વલિત કરવા, નવી કૌશલ્યો વિકસાવવા અને ગતિશીલ મંથન સત્રો દ્વારા વ્યવસાયિક વ્યૂહરચનાઓનું અન્વેષણ કરવા માટે રચાયેલા છે અને એક્શન ઓરિએન્ટેડ પ્લાન દ્વારા પૂરક છે.

અમારી ઑફલાઇન વર્કશોપ્સ પ્રેક્ટીકલ્સ ઇન્સાઇટ્સ અને વ્યક્તિગત વ્યૂહરચનાઓ સુનિશ્ચિત કરે છે, અર્થપૂર્ણ જોડાણોને પ્રોત્સાહન આપે છે જે વિશ્વાસ અને કુશળતા સાથે વ્યવસાયના વિકાસને પ્રોત્સાહન આપે છે. ગતિશીલ સત્રોમાં જોડાઓ જ્યાં નેટવર્કિંગ અને કૌશલ્ય-નિર્માણ એકસાથે આવે છે, તમારી બિઝનેસ જર્નીમાં નક્કર પ્રગતિનો માર્ગ મોકળો કરે છે.

સમગ્ર વેપારમાં જ્વેલરી નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં સમાન વિચારધારા ધરાવતા લોકોના ગતિશીલ સમુદાયને તમે શોધી શકશો

PGI ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વૈશાલી બેનરજીએ કહ્યું કે, જ્વેલરી નેટવર્કિંગ એ કનેક્શન્સ બનાવવા અને તેને મજબૂત કરવા અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં અંતરને દૂર કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ હશે. વાઇબ્રન્ટ અને ઇન્ટરેક્ટિવ સમુદાય બનાવવા માટે પ્લેટફોર્મનું સમર્પણ સ્પષ્ટ છે, અને અમે તેમને આ પ્રયાસમાં શુભેચ્છા પાઠવીએ છીએ.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS