DIAMOND CITY NEWS, SURAT
તનિષ્ક કંપનીએ તાજેતરમાં Unbound’ સુરતમાં લૉન્ચ કર્યું ત્યારે Pelki Tshering સુરત આવ્યા હતા.
દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇનીંગ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની ટોચની જ્વેલરી રિટેલ બ્રાન્ડ્સ તનિષ્કે વધુ ભારતીય ગ્રાહકોને નેચરલ ડાયમંડ દુર્લભતા અને વૅલ્યુ સાથે જોડવા અને તેમની વધતી જતી સંખ્યામાં વધારો કરવા માટે લોંગ ટર્મ કોલોબ્રેશની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ડાયમંડ સિટી ન્યૂઝ પેપરે પેકી શેરીંગ સાથે મુલાકાત કરી હતી.
Unbound સુરતમાં લૉન્ચ કર્યું છે ત્યારે પેકી શેરીંગે કહ્યું હતું કે, તનિષ્ક અનબાઉન્ડ એ માત્ર એક કલેક્શન નથી, પરંતુ દુનિયાને સન્માન છે. “અનબાઉન્ડ” જેવા કલેક્શન અને ડી બીયર્સ ગ્રુપ સાથેના અમારા સહયોગ સાથે, અમારું લક્ષ્ય આજે અને આવનારી પેઢીઓ માટે દરેક મહિલાની વ્યક્તિત્વ અને આકાંક્ષાઓને ઉજવવાનું અને સન્માન આપવાનું છે.
સ્ત્રી ઘરની રાણી તો છે જ, પરંતુ સાથે સાથે હવાઈ જહાજ પણ ચલાવી શકે છે, સરહદ પર દુશ્મનના દાંત પણ ખાટા કરી શકે છે, કોર્પોરેટમાં મોટી જવાબદારી પણ સંભાળી શકે છે અને સ્કુબા ડાઇવીંગ પણ કરી શકે છે.
આજે ભાગ્યે જ કોઇ એવું ક્ષેત્ર હશે જ્યા મહિલાઓએ તેમની પાંખ ફેલાવી ન હોય. નારી આજે દરેક ક્ષેત્રમાં પાવરફુલ બની રહી છે.
આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક પહાડી છોકરી ભારતની સૌથી મોટી જેમ એન્ડ જ્વેલરી બ્રાન્ડ તનિષ્કમાં ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) તરીકેની મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમનું નામ છે પેકી શેરીંગ.
તનિષ્ક એ દેશની સૌથી પહેલી કોર્પોરેટ બ્રાન્ડ છે અને કંપનીના 500થી વધારે સ્ટોર્સ આવેલા છે. એક મહિલા દેશની ટ્રસ્ટેડ બ્રાન્ડને ઊંચાઇએ પહોંચાડવાનું કામ કરી રહી છે.
તનિષ્ક કંપનીએ તાજેતરમાં Unbound’ સુરતમાં લૉન્ચ કર્યું ત્યારે Pelki Tshering સુરત આવ્યા હતા. દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇનીંગ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની ટોચની જ્વેલરી રિટેલ બ્રાન્ડ્સ તનિષ્કે વધુ ભારતીય ગ્રાહકોને નેચરલ ડાયમંડ દુર્લભતા અને વૅલ્યુ સાથે જોડવા અને તેમની વધતી જતી સંખ્યામાં વધારો કરવા માટે લોંગ ટર્મ કોલોબ્રેશની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ડાયમંડ સિટી ન્યૂઝ પેપરે પેકી શેરીંગ સાથે મુલાકાત કરી હતી. પેકીએ એવી પર્સનાલિટી છે જે એકદમ સૌમ્ય અને મૃદુ ભાષામાં વાત કરે છે. હિંદી, અંગ્રેજી ભાષા પર તેમનું અદભુત પ્રભુત્વ, ચહેરા પર તેજ અને સ્વભાવમાં સરળતા.
તેમણે પહેરેલી જ્વેલરી પણ ખૂબ આકર્ષક લાગતી હતી. એક ટોચ પર બેઠેલી વ્યક્તિ કેટલી સોફેસ્ટીકેટેડ અને આત્મવિશ્વાસથી વાત કરી શકે તે પેકી પાસેથી શીખવું પડે. પેકી સાથે વાત કરો તો તમને એમ લાગે કે એમને સાંભળ્યા જ કરીએ.
Unbound’ સુરતમાં લૉન્ચ કર્યું છે ત્યારે પેકી શેરીંગે કહ્યું હતું કે, તનિષ્ક અનબાઉન્ડ એ માત્ર એક કલેક્શન નથી, પરંતુ દુનિયાને સન્માન છે. અનબાઉન્ડ’ જેવા કલેક્શન અને ડી બીયર્સ ગ્રુપ સાથેના અમારા સહયોગ સાથે, અમારું લક્ષ્ય આજે અને આવનારી પેઢીઓ માટે દરેક મહિલાની વ્યક્તિત્વ અને આકાંક્ષાઓને ઉજવવાનું અને સન્માન આપવાનું છે.
જેમ્સ અને જ્વેલરી માર્કેટનો ભારતનો સ્થાનિક વપરાશ 85 બિલિયન ડૉલર છે અને તે 2030 સુધીમાં 120 બિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. ભારતનું અર્થતંત્ર હાલમાં 3.5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર છે અને 2030 સુધીમાં તે 7.9 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે.
તનિષ્કના ચીફ માર્કેટીંગ ઓફિસર પેકી શેરિંગનો જન્મ કાલિમપોંગમાં થયો હતો અને શાળાકીય શિક્ષણ પછી તેણી તેના ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી ગઈ હતી.
તે 12 વર્ષના બાળકની માતા છે અને ફુરસદના સમયમાં આઉટીંગ કરવાનું પસંદ કરે છે. તે બૌદ્ધ ફિલોસોફી વાંચવાનું પસંદ કરે છે અને નેટફ્લિક્સ પર ફિલ્મ જોવામાં સમય પસાર કરે છે.
પેકી દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી ઇકોનોમિકનો અભ્યાસ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીમાંથી M.B.A કર્યું હતું. 19 વર્ષના અનુભવી પછી પેકી આજે ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના ચીફ માર્કેટીંગ ઓફિસર (CMO) તરીકે કામ કરી રહ્યા છે.
પેકીએ તનિષ્કમાં મોટી જવાબાદીર સંભાળતા પહેલા તેમણે અનેક જાયન્ટ કંપનીઓમાં અનુભવ મેળવ્યો છે. આસિસ્ટન્ટ મેનેજર, માર્કેટીંગ તરીકે વર્ષ 2003માં જોબ શરૂ કરી અને 1 વર્ષ અને એક મહિના સુધી નોકરી કરી. એ પછી હિંદુસ્તાન કોકા-કોલામાં એક વર્ષ અને 7 મહિના માર્કેટીંગનું કામ કર્યું.
એ પછી એસોસિયેટ મેનેજર અને ચેનલ મેનેજર તરીકે કામ કર્યું અને ફરી હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસમાં 3 વર્ષ અને 2 મહિના નોકરી કરી. ગુડગાંવમાં કોકા-કોલા ઇન્ડિયામાં 3 વર્ષ 10 મહિના કામ કર્યું અને ઇન્ડિયન હૉટલ કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી સંભાળી અને અત્યારે મોસ્ટ ટ્રસ્ટેડ જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના CMOની જવાબદારી સંભાળી રહ્યા છે.
કાલિમપોંગ એ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં એક નગર અને જિલ્લાનું મુખ્ય મથક છે. તે 1,250 મીટર (4,101 ફૂટ)ની સરેરાશ ઊંચાઈ પર સ્થિત છે. આ શહેર કાલિમપોંગ જિલ્લાનું મુખ્ય મથક છે.
આ પ્રદેશ ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એ ડમિનિસ્ટ્રેશન હેઠળ આવે છે જે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર એક સ્વાયત્ત વહીવટી સંસ્થા છે. ભારતીય સેનાનું 27 માઉન્ટેન ડિવિઝન શહેરની બહારના ભાગમાં સ્થિત છે.
કાલિમપોંગ તેની શૈક્ષણિક સંસ્થાઓ માટે જાણીતું છે, જેમાંથી ઘણી બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન સ્થપાઈ હતી. તે ચીનના તિબેટના જોડાણ અને ચીન-ભારત યુદ્ધ પહેલા તિબેટ અને ભારત વચ્ચેના વેપારમાં પ્રવેશદ્વાર તરીકે ઉપયોગ થતો હતો.
મતલબ કે એક પહાડી વિસ્તારમાંથી આવેલી છોકરી પોતાની મહેનત અને ધગશથી તનિષ્કના ચીફ માર્કેટીંગ ઓફિસર સુધી પહોંચી શક્યા છે. પેકીની એક ખાસિયત છે તેણી ખૂબ સારી સ્ટોરી ટેલર છે.
તનિષ્ક લોકોને સસ્તી જ્વેલરી વેચશે?
તનિષ્કના CMO પેકી શેરીંગને અમે સવાલ પૂછ્યો હતો કે ટાટા ગ્રુપ હંમેશા લોકોની જરૂરિયાત મુજબ પ્રાઇસ રાખે છે જેમ કે ટાટાએ સસ્તી કાર નેનો બહાર પાડેલી. સામાન્યમાં સામાન્ય માણસ પણ કપડાંની ખરીદી કરી શકે એના માટે ટાટાએ ઝુડીયોના શો-રૂમમાં એકદમ સસ્તાં કપડાં વેચે છે. તો શું તનિષ્ક પણ લોકોને સસ્તી જ્વેલરી વેચશે?
જેના જવાબમાં પેકી શેરીંગે કહ્યું કે, તનિષ્કના હાર્ટમાં હંમેશા ગ્રાહકો રહેલા છે. અમે જે ગ્રાહકોને વૅલ્યુ જોઇએ છે તેમના માટે એ પ્રકારની જ્વેલરી રાખીએ છીએ અને જે ગ્રાહકોને બજેટ સાથે વૅલ્યુ જોઇએ છે એમને એ રીતે જ્વલેરી બનાવીએ છીએ. તનિષ્કના શો-રૂમમાં તમને 10,000 રૂપિયાથી ઓછા ભાવની ઇયરીંગ પણ મળી શકે છે. અમારા માટે કસ્ટમર ઇઝ કિંગ છે.
માર્કેટીંગ માટેની સૌથી મહત્ત્વની વાત કઇ છે?
પેકીએ કહ્યું કે, મારી જિંદગીમાં મને જે શીખવા મળ્યું જે અનુભવો મને આઇકોનિક બ્રાન્ડમાંથી મળ્યા તેના પરથી એટલું કહી શકું કે, માર્કેટીંગના બે બેઝીક ફંડામેન્ટલ્સ છે.
માર્કેટીંગનો પહેલો પ્રિન્સીપલ એ છે કે અંડરસ્ટેન્ડ યોર કસ્ટમર મતલબ કે તમારા ગ્રાહકોને જાણો અને બીજો પ્રિન્સીપલ એ છે કે તમારી બ્રાન્ડના હેતુને ધ્યાનમાં રાખો.
પેકીએ કહ્યું કે અમે હંમેશા ગ્રાહકોની જરૂરિયાતનું ધ્યાન રાખીએ છીએ ગ્રાહકો અમારા દીલમાં છે એમને શું જોઇએ છે તેનું અમે રિસર્ચ કરીએ છીએ.
તનિષ્કમાં અમે જોયું કે આજે મહિલાઓ કોર્પોરેટમાં જોબ કરે છે તો દરેક વખતે હેવી જ્વેલરી પહેરી ન શકે એટલા માટે અમે ડેઇલી વેરમાં પહેરી શકાય તેવી જ્વેલરી બનાવી. પહેરવામાં હલકી અને મહિલાને વધુ ખુબસુરત બનાવે તેવી.
સ્કુબા ડાઇવીંગ કરવાની પ્રેરણા કેવી રીતે મળી?
પેકી શેરીંગ કહ્યું કે, મારા 12 વર્ષના દીકરાને કારણે હું અમેચ્યોર સ્કુબા ડાઇવર બની. પેકીએ કહ્યું કે સ્કુબા ડાઇવીંગ મારા માટે થેરાપી, યોગા, મેડીટેશન છે.
જ્યારે તમે સ્કુબા ડાઇવીંગ કરો ત્યારે તમે તમારા શ્વાસ પર ફોકસ કરી શકો છો. મધર નેચરનો અવાજ સાંભળી શકો છો. સ્કુબા ડાઇવીંગ એટલે દરિયાની અંદર ખાસ શ્વાસના સાધનો સાથેનું વોટર સ્પોર્ટસ.
શું કોર્પોરેટ જ્વેલર્સને કારણે ફેમિલી જ્વેલર્સની પરંપરા ખતમ થઇ જશે?
પેકીને અમે સવાલ પૂછ્યો હતો કે ભારતમાં વર્ષોથી એવી પરંપરા છે કે જેમ ફેમિલી ડોક્ટર હોય તેમ પહેલા ફેમિલી જ્વેલર્સ પણ હતા, પરંતુ કોર્પોરેટ કંપનીઓએ જ્વેલરી બ્રાન્ડ શરૂ કરી પછી શું આવા ફેમિલી જ્વેલર્સ ખતમ થઇ જશે?
જેના જવાબમાં પેકીએ કહ્યું કે, જ્વેલરી ઉદ્યોગમાં ગજબનું ફોર્મલાઇઝેશન થઇ રહ્યું છે. જે ફેમીલી જ્વેલર્સ છે તેઓ કોર્પોરેટ તરફ આગળ વધી રહ્યા છે. તનિષ્ક પણ એક ફેમિલી જ્વેલર જ છે. એટલા માટે જ અમે સુરત આવ્યા છીએ કે અહીંના 1.60 લાખ પરિવારોનું અમે સન્માન કરી શકીએ.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel