DIAMOND CITY NEWS, SURAT
ડાયમંડ સિટી સુરત વિશ્વના ફલક પર ચમકી રહ્યું છે. અહીં દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ ખુલ્લી મુકાયા બાદ હવે આખાય વિશ્વની સુરત પર નજર છે. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, બ્રિજ સિટી અને હવે સ્માર્ટ સિટી જેવા અનેક ઉપનામ ધરાવતા આ શહેરે દોઢ દાયકા પહેલાં જ ઈકોનોમિકલી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીની ખ્યાતિ મેળવી દીધી હતી.
ખરેખર પાછલા દોઢ દાયકામાં સુરત શહેરે અકલ્પનીય પ્રગતિ કરી છે. પૂર, મંદી જેવી કુદરતી અને કૃત્રિમ આપદાઓનો સામનો કરી શહેરના ઉદ્યોગકારોએ અપ્રતિમ સફળતા હાંસલ કરી છે, તેના જ પરિણામે પાછલા દોઢ દાયકામાં સુરત શહેરમાંથી હીરાની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
દોઢ દાયકા પહેલાં વર્ષ 2008-09માં જ્યારે અમેરિકાની બેન્ક કરપ્સીના લીધે વૈશ્વિક મંદી આવી હતી ત્યારે સુરતનો હીરા ઉદ્યોગ પણ તકલીફમાં મુકાયો હતો. અનેક કારખાના બંધ થયા હતા. હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા હતા.
ક્યારેય નહીં જોયા હોય તેવા કપરાં દિવસો હીરા ઉદ્યોગે જોયા હતા, પરંતુ મંદીમાંથી હીરા ઉદ્યોગ ફરી બેઠું જ ન થયું પરંતુ પૂરપાટ ઝડપે દોડ્યું. તેનું જ પરિણામ છે કે જ્યાં વર્ષ 2008-09માં ડાયમંડનું એક્સપોર્ટ 68,000 કરોડ હતું તે વર્ષ 2023માં 1.76 લાખ કરોડે પહોંચી ગયું છે. આમ દોઢ દાયકામાં 1 લાખ કરોડનું ડાયમંડ એક્સપોર્ટ વધ્યું છે.
સુરતનો હીરા ઉદ્યોગ આસમાને પહોંચ્યો છે. કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં કુલ 10 હીરાનું કટ એન્ડ પોલિશ્ડ થાય તેમાંથી 9 હીરા સુરતમાં બને છે. અત્યાર સુધી સુરતના વેપારીઓ દ્વારા મુંબઈ અથવા અન્ય શહેરોમાંથી હીરાનું એક્સપોર્ટ કરવામાં આવતું હતું પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સમાંથી હીરાનું એક્સપોર્ટ કરવામાં આવશે.
દોઢ દાયકામાં હીરાની નિકાસ 1 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. વર્ષ 2008-9માં 68 હજાર કરોડનું તૈયાર હીરાનું એક્સપોર્ટ હતું જે વર્ષ 2022-23માં 1.76 લાખ કરોડ થયું છે. વર્ષ 2023-24માં આંતરાષ્ટ્રીય મંદીને કારણે હીરાની માંગ ઘટી હતી પરંતુ દિવાળી બાદ ફરી માંગમાં વધારો થયો છે એટલે હવે ફરી એક્સપોર્ટમાં વધારો થશે.
ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીને લઈને રિવોલ્યુએશન આવ્યું છે. પરંપરાગતની જગ્યાએ હવે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મશીનરીનો ઉપયોગ થાય છે. જે પહેલાં 15થી 20 ટકા રિઝલ્ટ આવતું હતું તે હવે કટ એન્ડ પોલિશ્ડમાં 45 ટકા સુધી પહોંચી ગયું છે.
આ પરિબળોને કારણે એક્સપોર્ટ વધ્યું છે. હવે સુરત ડાયમંડ બુર્સ શરૂ થઈ ગયું છે. જેના કારણે માઈક્રો અને સ્મોલ યુનિટો ચલાવતા સભ્યો ડાયરેક્ટર વિદેશી ગ્રાહકો સાથે ડીલ કરી શકશે. જેના કારણે સુરત અને ગુજરાતથી હીરાનું એક્સપોર્ટ વધશે.
કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ
વર્ષ | એક્સપોર્ટ (જીજેઈપીસના ડેટા પ્રમાણે – કરોડમાં) |
2008-09માં | 68799.63 |
2009-10માં | 91360.16 |
2010-11માં | 139245.09 |
2011-12માં | 127023.67 |
2012-13માં | 117543.34 |
2013-14માં | 148185.4 |
2014-15માં | 141514.28 |
2015-16માં | 135401.23 |
2016-17માં | 152682.6 |
2017-18માં | 152898.69 |
2018-19માં | 166573.51 |
2019-20માં | 132017.89 |
2020-21માં | 120153.57 |
2021-22માં | 182114.79 |
2022-23માં | 176722.76 |
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM