12મી ઑક્ટોબર, 2022ના GJEPC પત્રના જવાબમાં, એર કાર્ગો કૉમ્પ્લેક્સ, જયપુરે લેખિત સ્પષ્ટતા જારી કરી છે કે રત્ન અને ઝવેરાતના નિકાસકારો હવે જયપુર એરપોર્ટ કાર્ગો મારફત એક જ શિપમેન્ટમાં ₹20 લાખથી વધુની કિંમતના માલની નિકાસ પર ડ્યૂટી ડ્રોબેકનો દાવો કરી શકે છે.
GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમને આ મુદ્દા પર ઠરાવ મળતા આનંદ થાય છે કારણ કે તે નિકાસકારોની લાંબા સમયથી પડતર માંગ હતી, જેમને અગાઉ ડ્યુટી ડ્રોબેકનો દાવો કરવા માટે શિપમેન્ટને વિભાજિત કરવાની ફરજ પડી હતી અને પરિણામે વધારાના ખર્ચનો ભોગ બનવું પડ્યું હતું.”
____________________________________________________________
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ડાયમંડ સિટી ન્યુઝપેપર સાથે સોશ્યિલ મીડિયામાં જોડાઓ
ફેસબુક| ટ્વિટર | ટેલિગ્રામ | Pinterest | LinkedIn | ઇન્સ્ટાગ્રામ