DIAMOND CITY NEWS, SURAT
હોંગકોંગના માર્કેટમાં સતત સુધારો અને યુએસમાં મજબૂત ડિમાન્ડ વચ્ચે સ્વિસ વોચની નિકાસ નવેમ્બર મહિનામાં વધી હતી. અત્યાર સુધીનો સૌથી વધુ એક્સપોર્ટના આંકડા ધરાવતો મહિનો તે બન્યો હતો.
નવેમ્બરમાં ટાઈમપીસની શિપમેન્ટ વાર્ષિક 3.1 ટકાના દરે વધી હતી. તે 2.88 બિલિયન ડોલર પર પહોંચી હતી. ફેડરેશન ઓફ સ્વિસ વોચ ઈન્ડસ્ટ્રીએ એક રિપોર્ટમાં કહ્યું કે પાછલા ત્રણ મહિના સ્વિસ વોચ ઈન્ડસ્ટ્રી માટે ઉત્સાહજનક રહ્યાં છે.
ત્રણ મહિના દરમિયાન સતત ઉત્તરોત્તર સ્વિસ વોચની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. આ મહિનાઓ દરમિયાન યુએસના બજારોનું પ્રદર્શન સારું રહ્યું છે. તે ઉપરાંત ચીન અને હોંગકોંગના બજારોના સંયુક્ત પરિણામો સારા રહ્યાં છે. હોંગકોંગ છેલ્લા 10 મહિનાથી સુધારાના માર્ગ પર આગળ વધી રહ્યું છે.
યુએસને પુરવઠો 0.9 ટકા વધીને 466.8 મિલિયન ડોલર થયો છે અને હોંગકોંગમાં નિકાસ 13 ટકા વધીને 239.6 મિલિયન ડોલર થઈ છે. કોરોના મહામારીના નિયંત્રણો દૂર થયા બાદ સરહદો ખુલતા પ્રવાસીઓની સંખ્યા વધતાં હોંગકોંગમાં બજારો સુધર્યા છે.
આ તરફ યુકેમાંથી ઓર્ડર 17 ટકા વધીને 213.1 મિલિયન ડોલર થયા હતા. જાપાનમાં શિપમેન્ટ 12 ટકા વધીને 203.2 મિલિયન ડોલર થયા હતા. આ આંકડાઓ મુજબ 235.6 મિલિયન ડોલરની ચીનમાં નિકાસ થઈ હતી જે 3.7 ટકાનો ઘટાડો દર્શાવે છે.
231 ડોલરથી ઓછી કિંમતની ઘડિયાળોની નિકાસમાં 1.1 ટકાનો વધારો થયો છે. જ્યારે 577 ડોલર સુધીની વોચમાં 8 ટકાનો ઘટાડો થયો છે. 3,463 ડોલર સુધીની વોચના વેચાણમાં 2.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી તીવ્ર વધારો 3,463થી વધુ કિંમતની ઘડિયાળોી નિકાસમાં જોવા મળ્યો છે. તેમાં 5 ટકાનો વધારો ફેડરેશને નોંધ્યો છે.
વર્ષના પહેલાં 11 મહિના દરમિયાન સ્વિસ વોચની નિકાસ 8 ટકા વધીને 28.4 બિલિયન ડોલર થઈ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM