ફૅન્સી કલર ડાયમંડ પરિવાર દ્વારા ફૅન્સી પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું

ફૅન્સી કલર ડાયમંડ પરિવાર દ્વારા તાજેતરમાં ચોથી ફૅન્સી પ્રિમિયર લીગ યમુના એફપીએલ (FPL)નું આયોજન કરવામાં આવ્યું હતું.

Fancy Premier League organized by Fancy Colour Diamond family-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમા યમુના એફપીએલનું આયોજન કર્યું હતું.

ક્રિકેટે એવી લોકપ્રિય રમત છે કે બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોને મજા પડી જાય છે. આ રમત આવી છે જેમાં લોકો એકબીજા સાથે જોડાય છે, ખેલદીલીના ગુણ ખીલી છે. આરોગ્ય તંદુરસ્ત રહે છે અને સૌથી વધારે મહત્ત્વની વાત ક્રિકેટ રમવામાં અને જોવામાં આનંદ આવે છે.

Fancy Premier League organized by Fancy Colour Diamond family-2

ફેમિલી સાથે મજા માણી શકાય તેવી આ રમત છે. સુરતમાં પણ ડાયમંડના વેપારીઓના એક ગ્રુપે તાજેતરમાં ક્રિકેટ પ્રિમિયર લીગનું આયોજન કર્યું હતું. ફૅન્સી કલર ડાયમંડ પરિવાર દ્વારા તાજેતરમાં ચોથી ફૅન્સી પ્રિમિયર લીગ યમુના એફપીએલ (FPL)નું આયોજન કરવામાં આવ્યું હતું.

Fancy Premier League organized by Fancy Colour Diamond family-3

તમને થશે કે ફૅન્સી ડાયમંડ પરિવાર એટલે કોઇ ફેમિલી દ્વારા આયોજન થયું હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઇ પરિવાર દ્વારા નહીં, પરંતુ ફૅન્સી કલર ડાયમંડના બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓ કે જેઓ 35 વર્ષથી જોડાયેલા છે તેમનું ગ્રુપ એટલે ફૅન્સી કલર ડાયમંડ પરિવાર. અને તેમનો ઉદેશ્ય છે ફૅન્સી પરિવાર માટે, ફૅન્સી પરિવાર દ્વારા રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ.

ફૅન્સી પરિવાર જીવંત રહે તેના માટે FPLનું આયોજન કરે છે. ફૅન્સી કલર ડાયમંડ પરિવારનું કહેવું છે કે, FPLનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે એક તો ઉદ્યોગમાં એકતા બની રહે, ફેમિલી ગેધરીંગ થાય અને બધાને ખુશી મળે.

Fancy Premier League organized by Fancy Colour Diamond family-5

આ વખતે કેનાલ રોડ પર આવેલા RR ગ્રાઉન્ડ પર રમાઈ હતી. કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને 18થી માંડીને 45 વર્ષના ખેલાડીઓ આ મેચમાં રમ્યા હતા. મુંબઈ અને બેલ્જીયમથી પણ ખાસ ક્રિકેટે રમવા ખેલાડીઓ આવ્યા હતા.

રોમાંચક ભરેલી મેચોમાં જેમાં મીનાક્ષી માર્વેલ્સ તથા PPR રોયલ્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાય હતી જેમાં મીનાક્ષી ડાયમંડના માલિક ધનજીભાઈ રાખોલીયાની ટિમ મીનાક્ષી માર્વેલ્સએ ચૅમ્પિયન થઇ હતી. મીનાક્ષી માર્વેલ્સને વિજયી કપ એનાયત કરવામાં આવ્યો હતો અને PPR રોયલ્સને પણ રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

Fancy Premier League organized by Fancy Colour Diamond family-4

FPLને સફળ બનાવવામાં ઘનશ્યામભાઈ સવાણી, અતુલભાઈ માંગુકિયા તથા ઘનશ્યામભાઈ કોઠીયા અને દિગેશભાઈ સવાણી સહયોગી બન્યા હતા. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવામાં દલાલ ભાઈઓનો પણ મોટો સહયોગ રહ્યો હતો. ફૅન્સી પ્રિમિયર લીગ (FPL) એ નેચરલ ફૅન્સી કલર ડાયમંડનો બિઝનેસ કરતા લોકો માટે પારિવારિક મિલન સમાન છે. જેમાં લોકોએ 3 દિવસ બધુ ભુલીને મન મુકીને ક્રિકેટનો મેચનો આનંદ માણે છે.

FPL એટલે ફૅન્સી પરિવાર દ્વારા ફૅન્સી પરિવાર માટે રમાતી ટૂર્નામેન્ટ : ઘનશ્યામ સવાણી

ફૅન્સી કલર ડાયમંડ પરિવારના ઘનશ્યામ સવાણીએ કહ્યું હતું કે, અમારા માટે FPL એટલે ફૅન્સી પરિવાર માટે ફૅન્સી પરિવાર દ્વારા રમાતી ક્રિકેટ ટૂર્નામેન્ટ. આ પ્રિમિયર લીગને કારણે હમેંશા ફૅન્સી પરિવાર લાઇવ રહે છે.

FPL એટલે પરિવારને એક રાખવાનો ઉત્સવ : અતુલ માંગુકિયા

ફૅન્સી કલર ડાયમંડ પરિવારના અતુલ માંગુકિયાએ કહ્યું કે, FPL એટલે એક મોટા પરિવારનો લાગણી પૂર્વકનો અને પરિવારને એક-મેક કરવાનો ઉત્સવ.

FPL એટલે ફેમિલી સાથે આનંદ પ્રમોદ કરવાનો મહોત્સવ : હરેશ ધાનાણી

FPL એટલે દરેકના ફેમિલીના લોકો માટે આનંદ-પ્રમોદનો મહોત્સવ રહ્યો હતો. મહિલાઓ, બાળકો સાથે પરિવારના લોકો માટે ગ્રાઉન્ડ પર દરરોજ મજા માણતા હતા અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS