હીરાનું પેમેન્ટ નહીં કરનાર પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર

80 દિવસમાં પેમેન્ટ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ આરોપીઓ 80 દિવસ બાદ પણ પેમેન્ટ નહીં ચૂકવી ફરાર થઈ ગયા હતા.

Father sons anticipatory bail plea rejected for non-payment of diamonds
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

મહીધરપુરાના હીરા વેપારી સાથે રૂપિયા 55.48 લાખ રૂપિયાના હીરા ખરીદી નાણા નહીં ચૂકવી છેતરપિંડી કરનાર સિંગણપોરના પિતા-પુત્રએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા ભરતભાઈ જયંતિભાઈ શાહ મહીધરપુરામાં હીરાનો વેપાર કરે છે. આરોપી નિલેશ માણિયા અને તેના પિતા કાંતીભાઈ માણિયા(બંને રહે. સિંગણપોર)એ ભરતભાઈને મળીને તેમની પાસેથી 55.48 લાખ રૂપિયાના હીરા ઉધારમાં ખરીદ્યા હતા. તેમણે 80 દિવસમાં પેમેન્ટ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ આરોપીઓ 80 દિવસ બાદ પણ પેમેન્ટ નહીં ચૂકવી ફરાર થઈ ગયા હતા.

આ બાબતે વેપારી ભરતભાઈએ આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી પિતા પુત્રએ ધરપકડથી બચવા માટે એડવોકેટ મારફત કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ વિપુલ રૂપારેલિયાએ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બંને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS