રશિયન ડાયમંડ પર પ્રતિબંધની યુરોપિયન દેશોની હિલચાલ વચ્ચે તાજેતરમાં ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરનો ઉઝબેક જ્વેલરી ફેર યોજાયો હતો. આ જ્વેલરીફેરમાં રશિયા ઉપરાંત ઈટાલી, ઓસ્ટ્રિયા, તુર્કી સહિત 20 દેશોની 100થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. ગઈ તા. 28મી મેના રોજ આ ઈવેન્ટનું સમાપન થયું છે.
આ ઈવેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શકોમાં રશિયન સોકોલોવ, સાનિસ, એલેક્ઝાન્ડ્રા, ઓસ્ટ્રિયાના બિયાલોન્સિક, ભારતના ગણેશ ડાયમંડ અને ઈટાલિયન લેગોરનો સમાવેશ થાય છે. મોટા ભાગના પ્રદર્શકો ઉઝબેક ઉત્પાદકો અને ડિઝાઈનરો હતા, જેઓની જ્વેલરી ખૂબ જ આકર્ષક જણાતી હતી.
ઉઝબેકના નાયબ પ્રધાન ખુર્રમ તેશાબેવાએ કહ્યું કે, સ્ટેટના સહકારના લીધે આ ઈવેન્ટ શક્ય બની. રિપબ્લીક સ્ટેટની જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ ઉઝબેકિસ્તાનમાં આગવું સ્થાન હાંસલ કર્યું છે. હાલમાં રોકાણ ઉદ્યોગ અને વેપારના મામલે ઉઝબેકિસ્તાનની જ્વેલરી ઇન્ડસ્ટ્રી સારું પ્રદર્શન કરી રહી છે. અહીં 448 સાહસો કાર્ય કરી રહ્યાં છે. જે 2017ની સરખામણીએ 4.2 ગણા વધુ છે. સ્ટેટની પાર્ટનરશીપ સાથે નવી કંપનીઓ સોફિઝર, ગવહાર જ્વેલ ગ્રુપ, ફોનન વગેરે પ્રગતિ કરી રહ્યાં છે.
ઈવેન્ટના છેલ્લાં દિવસે ઉઝબેક જ્વેલરી ફેર કાર્યક્રમમાં ચાર્મિંગ ઈસ્ટ કોમ્પિટીશનનું આકર્ષણ જોવા મળ્યું હતું. આ કોમ્પિટીશનના પરિણામો જાહેર કરાયા હતા, જેમાં વિવિધ 5 કેટેગરીમાં સ્પર્ધકોએ પોતાની કૃતિ સબમીટ કરી પુરસ્કાર જીત્યા હતા.
પ્રદર્શકોના સ્ટેન્ડ પર પ્રસ્તુત કૃતિઓમાંથી વિજેતાઓ નક્કી કરાયા હતા, જેમાં બોસ્ટ ગોલ્ડ જ્વેલરી કેટેગરીમાં ઉઝબેકિસ્તાનના ગેંચ માર્કિવઝ પેન્ડન્ટ અને જુલિયા કુતોવાયા, બેસ્ટ સિલ્વર જ્વેલરીમાં ઉઝબેકિસ્તાનના યુલિયા કુતોવાયાના ધ ગ્રેટ સિલ્ક રોડની ઈયરિંગ્સ, હેરિટેજ જ્વેલરી કેટેગરીમાં જયોર્જિયાના મેરિલિસીની મ્યુઝ કંપનીના બ્રેસલેટ તેમજ જ્વેલરીની ન્યુ ડિઝાઈન કેટેગરીમાં ઓસ્ટ્રિયાની એરડિલાઈટ કંપનીના ટાઈટેનિયમમાંથી બનેલા ઈયરિંગ્સ, બેસ્ટ સ્ટોન જ્વેલરી કેટેગરીમાં ઉઝબેકિસ્તાનની મોરેના કંપનીની રિંગ સોફિયા જ્વેલરીને પુરસ્કાર મળ્યા હતા. આ કોમ્પિટીશન તાશ્કંદમાં પ્રદર્શન કંપની એક્સપો ટુર ગ્રુપ દ્વારા આયોજિત કરાયું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM