DIAMOND CITY NEWS, SURAT
દક્ષિણ આફ્રિકાના પશ્ચિમી દરિયા કિનારે મરીન ડાયમંડ માઈનીંગ સામે સ્થાનિક માછીમારોએ વિરોધ નોંધાવી કાનૂની પડકાર ઊભો કર્યો છે. માછીમારોનો દાવો છે કે સમુદ્ર અને 85 કિ.મી. જમીનના પટ્ટા પર ખાણકામના અધિકારીઓ તેઓ પાસે છે. તેઓ સાથે ચર્ચા કર્યા વિના નિયમો બદલવામાં આવ્યા છે.
વેસ્ટર્ન કેપ હાઈકોર્ટમાં 29 ઓગસ્ટે આ મામલે અદાલતી કાર્યવાહી શરૂ થઈ. તેનો ટ્રાંસ હેક્સ ઓપરેશન્સ દ્વારા વિરોધ કરાયો છે. આ કંપની દક્ષિણ આફ્રિકા, નામિબીયા ઉપરાંત અંગોલમાં પણ હિત ધરાવે છે. 1994 અને 1998 દરમિયાન ટ્રાંસ હેક્સ (પૂર્વ મૂનસ્ટોન ડાયમંડ માર્કેટિંગ)ને ખાણકામના અધિકાર સોંપાયા હતા.
2015માં મિનરલ રિસોર્સી ડિપાર્ટમેન્ટે કેપ ટાઉન ખાતેના ટ્રાન્સ હેક્સના ત્રણ સમુદ્રી કોન્ટ્રાક્ટને 30 વર્ષ માટે લંબાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના સૂત્રો અનુસાર આ ટેન્ડર પુરસ્કારોમાં કોઈ સાર્વજનિક ભાગીદારીની જાહેરાત કરાઈ નથી.
પર્યાવરણીય ગેર લાભકારી સંગઠન, પ્રોટેક્ટ ધ વેસ્ટ કોસ્ટ, માછીમારો કે તેમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરાઈ નથી. તેથી આ તમામ લોકો મિનરલ રિસોર્સીસ ડિપાર્ટમેન્ટને અહીં મરીન ડાયમંડ માઈનીંગને રોકવા અપીલ કરી રહ્યું છે. તે સાથે જ કાયદેસર તેને પડકારી રહ્યાં છે.
ટ્રાન્સ હેક્સ જે ચાર સમુદ્રી હીરાના જહાજોનું સંચાલન કરે છે તેનું કહેવું છે કે કાયદેસરના પડકારમાં સફળતાની કોઈ સંભાવના નથી. માછીમારો ખોટી મહેનત કરે છે. કારણ કે તેમની કંપની પાસે પર્યાવરણ નિયમોનું પાલન અંગેનો સારો રેકોર્ડ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM