DIAMOND CITY NEWS, SURAT
હમાસ સાથેના ઇઝરાયલના યુદ્ધની વચ્ચે ઇઝરાયેલની Farber Auction House સખાવતી સંસ્થાઓ માટે ભંડોળ ઊભું કરવા માટે ઘરેણાંના 210થી વધુ પીસીસનું વેચાણ ઓફર કરશે.
ન્યુ જર્સી સ્થિત ફેબરે જણાવ્યું હતું કે, 28 નવેમ્બરે યોજાયેલી હરાજી, જેને પ્રિશિયસ એઇડ કહેવાય છે, તેમાં વૈશ્વિક જ્વેલરી ઉદ્યોગ દ્વારા દાન કરાયેલી વસ્તુઓનો સમાવેશ થશે. તેમાં Tiffany & Co., Bulgari અને Cartier સહિતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના પીસીસ અને Le Vian, David Yurman અને Mary Lichtenbergના ઘરેણાંનો સમાવેશ થાય છે.
ફેર્બર ઓક્શન હાઉસે રિલિઝ કરેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું હતું કે,જ્વેલરી દાનમાં આપનારા તમામ ઝવેરીઓ વિવિધ શૈલીના ઘરેણાં બનાવે છે, વિવિધ સામગ્રી સાથે કામ કરે છે અને વિશ્વભરમાં સ્થિત છે, પરંતુ જે તેમને એકસાથે જોડે છે તે રાહતો છે, ઇઝરાયલમાં જેમણે બધું ગુમાવ્યું અને જેઓ બંધકોને ઘરે લાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે તેઓને સહાય અને સમર્થન આપવાની ઇચ્છા છે.
હરાજીમાંથી મળેલી તમામ રકમ માનવતાવાદી સહાય સંસ્થા IsraAid અને રાષ્ટ્રીય કટોકટી તબીબી સેવા મેગેન ડેવિડ એડોમને આપવામાં આવશે. વેચાણમાં સૌથી આગળ મૌબૌસિનનો નેક્લેસ છે, જેમાં આશરે 17 કેરેટના હીરા તેમજ નીલમ છે. તેનો પૂર્વ-વેચાણ અંદાજ 40,000 થી 50,000 ડોલર છે.
રેપાપોર્ટના રેપનેટનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન અને રેપાપોર્ટના ચૅરમૅન માર્ટિન રેપાપોર્ટ સાથે એક કલાકનો વિશિષ્ટ પરામર્શ પણ ઓફર કરવામાં આવ્યું છે. જેનું છૂટક મૂલ્ય 1,400 ડોલર છે, તેની કિંમત 500 અને 1,000 ડોલર વચ્ચે હોવાનો અંદાજ છે.
આ હરાજીમાં ઝવેરીઓ દ્રારા દાનમાં આપવામાં આવેલી પીસીસ જે હરાજીમાં મુકાશે :
આ ડેવિડ વેબ ડાયમંડ કાર્નેલિયન ચેલ્સેડોની બીડ ફ્રોગ ટોર્સેડ નેકલેસની પ્રીસેલ કિંમત 20,000 થી 30,000 ડોલર જેટલી છે.
કાર્ટિયર દ્વારા ફૂલોની બુટ્ટીઓની જોડીમાં મોતીના કેન્દ્રો અને આશરે 9.28 કેરેટ હીરાનો સમાવેશ થાય છે. જેને 26,000 થી 28,000 ડોલરનો ભાવ મળવાનો અંદાજ છે.
ફાર્બર હાઉસે કેરેરા વાય કેરેરા દ્વારા આ સોનાનું બ્રેસલેટ આપ્યું છે જેમાં આશરે 17.50 કેરેટ હીરા છે જેની ઊંચી કિંમત 25,000 ડોલર છે.
કુચિન્સકી દ્વારા આ સોનું, નીલમણિ અને હીરાનું બ્રેસલેટ 20,000 થી 25,000 ની વચ્ચે વેચાવાનો અંદાજ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM