ફોરએવરમાર્કે જ્વેલરી બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા ડી બિયર્સનું નામ ડ્રૉપ કર્યું

ફોરએવરમાર્ક જ્વેલરી બ્રાન્ડ ફોકસ કરશે, 2026 જાન્યુઆરી સુધી રિટેલમાં હીરાનું વેચાણ નહીં કરે: ડી બીયર્સ શરૂઆતમાં ભારતમાં નવું મોડલ વિકસાવશે.

Forevermark dropped De Beers name to refocus on jewellery brand
ફોટો : લૂપ દ્વારા જોવામાં આવેલો લૂઝ ફોરએવરમાર્ક હીરો. (બેન પેરી/આર્મરી ફિલ્મ્સ/ડી બીયર્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડી બિયર્સની ફોરેએવરમાર્કે રિટેલમાં હીરાની સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે કંપની ભારત કેન્દ્રિય જ્વેલરી બ્રાન્ડ બનશે અને માત્ર પોતાના બ્રાન્ડેડ સ્ટોર્સ પર જ હીરા વેચશે. જ્વેલરી બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે.

ખાણકંપનીના એક્ઝિક્યુટિવ્સે ફોરએવરમાર્કમાં ભાગીદારી ધરાવતા ભાગીદારોને એક પત્ર લખી જણાવ્યું હતું કે, હવે ડી બિયર્સના નામનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ત્રણ વર્ષ પહેલાં હાથ ધરવામાં આવેલા રિબ્રાન્ડને ઉલટાવી દેવાશે. આ ફેરફાર એપ્રિલ 2024થી લાગુ થશે અને જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેશે.

ફોરેવરમાર્કે 2008માં તેની શરૂઆતથી જ કુદરતી હીરાના માર્કેટિંગ અને રિટેલ વેચાણને આગળ વધારવામાં અભિન્ન ભૂમિકા ભજવી છે. ડી બિયર્સની બ્રાન્ડ્સના સીઇઓ સેન્ડ્રિન કન્સિલર અને ડાયમંડ ટ્રેડિંગ માટે તેના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ પૌલ રાઉલીએ પત્રમાં લખ્યું છે કે, અમે વ્યવસાયીક રીતે સફળ ભવિષ્ય માટે બ્રાન્ડને વિકસિત કરવાનું ચાલુ રાખીશું. અમે નક્કી કર્યું છે કે, જાન્યુઆરી 2026 સુધીમાં ફોરએવરમાર્કને માત્ર એક જ્વેલરી બ્રાન્ડ તરીકે ડેવલપ કરવા માટે જ ફરીથી ફોકસ કરવામાં આવશે.

અત્યાર સુધી બ્રાન્ડ મુખ્યત્વે છૂટક પોલિશ્ડ હીરાનું વેચાણ કરે છે જે છૂટક વેચાણમાં ઓફર કરવામાં આવતા દાગીનામાં સમાપ્ત થાય છે. આ ફોરએવરમાર્ક ફિનિશ્ડ જ્વેલરીના વેચાણમાં શિફ્ટ થશે, જે બ્રાન્ડને ધ્યાનમાં લેવામાં આવી હતી પરંતુ 2022માં નકારી કાઢવામાં આવી હતી.

આ ફેરફાર માટેના સંક્રમણના સમયગાળા દરમિયાન ફોરએવરમાર્ક જ્વેલર્સ ફોરએવરમાર્ક લૂઝ હીરા અને દાગીના ખરીદવા અને વેચવા માટે સક્ષમ હશે, એમ ડી બીયર્સના વ્યૂહાત્મક સંચારના વડા ડેવિડ જોન્સને નોંધ્યું હતું.

વધુમાં જાન્યુઆરી 2026 સુધી ફોરએવરમાર્ક જ્વેલરી અન્ય સ્ટોર્સની અંદર ઉપલબ્ધ વસ્તુઓને બદલે ફક્ત ફ્રેન્ચાઈઝ્ડ અને સંપૂર્ણ માલિકીના સ્ટોર્સમાં વેચવામાં આવશે, એમ જ્હોન્સને રેપાપોર્ટ ન્યૂઝને જણાવ્યું હતું.

ડી બીયર્સ શરૂઆતમાં ભારતમાં નવું મોડલ વિકસાવશે. જ્યાં વેપારી ક્ષમતા સૌથી વધુ હોવાની અપેક્ષા કંપની રાખે છે. કંપનીના કાઉન્સિલ રોલીએ કહ્યું કે, કંપની અન્ય ગ્રાહક બજારોમાં તકો પર વિચાર કરશે.

જ્હોન્સને કહ્યું કે, ભારતમાં ફોરએવરમાર્ક નામની ખરેખર મજબૂત બ્રાન્ડ છે. એક બ્રાન્ડ તરીકે ભારતમાં ખરેખર સારું કામ થયું છે. ફોરએવરમાર્ક દેશમાં શું કરી રહ્યું છે તેમાં ઘણીવાર રસ હોય છે. તે એક એવી જગ્યા છે જ્યાં અમે સામાન્ય રીતે કુદરતી હીરાની ગ્રાહક માંગ માટે સારું પ્રદર્શન જોઈ રહ્યા છીએ.

ડી બીયર્સ નામના ઉપયોગથી દૂર સંક્રમણ આગામી મહિનાઓમાં શરૂ થશે. કંપનીએ ઉત્ક્રાંતિની દેખરેખ રાખવા માટે અનુભવી ગ્રાહક-બ્રાન્ડ એક્ઝિક્યુટિવ શ્વેતા હરિતને ફોરએવરમાર્કના સમર્પિત વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કર્યા છે.

આ ફેરફારો ડી બીયર્સની તેની ડાઉનસ્ટ્રીમ પ્રવૃત્તિઓની વ્યાપક સમીક્ષાનો એક ભાગ છે, જેનું પરિણામ કંપની JCK લાસ વેગાસ શોમાં જાહેર કરશે, જે 31 મેથી શરૂ થશે, એમ જ્હોન્સને વધુમાં જણાવ્યું હતું.

ડી બીયર્સે તેના “એ ડાયમંડ ઇઝ ફોરએવર” ઝુંબેશને સમેટી લીધી તે સમયની આસપાસ ફોરએવરમાર્ક લોન્ચ કર્યું હતું. જેણે તેના સામાન્ય માર્કેટિંગ પ્રયત્નોના અંતનો સંકેત આપ્યો હતો. તેણે ગયા વર્ષે પ્રસિદ્ધ ટેગલાઇનને ફરીથી રજૂ કરી હતી અને નવી ડી બીયર્સ વ્યૂહરચના કેટેગરી તરીકે હીરાના માર્કેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, એમ જોન્સને જણાવ્યું હતું.

જ્હોન્સને વધુમાં કહ્યું કે, અમે ડી બિયર્સના વ્યવસાયમાં અમારી વ્યૂહરચના જોઈ રહ્યા છીએ. તેનો એક ભાગ અમારી ડાઉનસ્ટ્રીમ અને રિટેલ-ફેસિંગ પ્રવૃત્તિઓને જોઈ રહ્યો છે અને તે દિશામાં કેવી રીતે શ્રેષ્ઠ રીતે પ્રગતિ કરવી તે અંગે વિચારણા કરી રહ્યો છે. જ્હોન્સને એમ પણ કહ્યું હતું કે ડી બીયર્સનો ફોરએવરમાર્કને વેચવાનો કોઈ ઈરાદો નથી.

સમગ્ર સ્ટ્રેટજી સમીક્ષા દરમિયાન ધ્યાન વ્યવસાયીક રીતે સફળ દરખાસ્ત મેળવવા પર છે. અમે વિકલ્પોની શ્રેણી જોઈ છે, પરંતુ તે અમારા કુદરતી-હીરાના પ્રમોશન અને ભિન્નતાના કાર્યનો મુખ્ય ભાગ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS