પૂર્વ Baywatch અભિનેત્રી પામેલા એન્ડરસન પન્ડોરાનો નવો ફેસ બની

એક સમયની પ્લેબોય મોડલ અને અત્યારે 56 વર્ષની વયે પહોંચેલી પામેલ એન્ડરસન ડેનિશ જ્વેલરના ‘ડાયમંડ્સ ફોર ઓલ’ કેમ્પેઇનમાં જોડાઈ રહી છે.

Former Baywatch actress Pamela Anderson becomes the new face of Pandora-1
સૌજન્ય : માઈક કોપ્પોલા/ગેટી ઈમેજીસ ફોર પાન્ડોરા
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

પૂર્વ Baywatch અભિનેત્રી પામેલા એન્ડરસન પન્ડોરાના નવા લેબગ્રોન ડાયમંડ કલેકશન્સનો ફેસ બની છે.મતલબ કે જાજરમાન અભિનેત્રી પામેલા પન્ડોરાનીની સ્પોક પર્સન બની છે.

એક સમયની પ્લેબોય મોડલ અને અત્યારે 56 વર્ષની વયે પહોંચેલી પામેલ એન્ડરસન ડેનિશ જ્વેલરના ‘ડાયમંડ્સ ફોર ઓલ’ કેમ્પેઇનમાં જોડાઈ રહી છે.

56 વર્ષની સોનેરી વાળ ધરાવતી બોમ્બશેલ પામેલા એન્ડરસન જે આ વર્ષે ‘Love Pamela’ બુકથી ફરી ચર્ચામાં આવી હતી. જે બુક વોગ એડિટર ગ્રેસ કોડિંગ્ટન અને મોડલ પ્રિશિયસ લી, અન્ય લોકો વચ્ચે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી માટેની ઝુંબેશનો એક ભાગ છે.

પામેલા એન્ડરસને શેર કર્યું હતું કે તે લેબગ્રોન ડાયમંડની જવેલરી પહેરીને ખુશ છે. પામેલાએ તે વખતે કહ્યું હતું કે મને લેબગ્રોન ડાયમંડ પહેરીને સારું લાગે છે. તે વાસ્તવમાં વધુ આકર્ષક અને ગ્લેમરસ લાગે છે. તેણે રિસાયકલ કરેલ સોનાનો ઉપયોગ કરતી બ્રાન્ડ વિશે કહ્યું. અને જાહેરાતમાં તેણીએ કહ્યું કે હીરા પહેરવાનું Fun હતું.

પન્ડોરાએ તાજેતરમાં 3 નવા કલેક્શન લૉન્ચ કર્યા છે, જેમાં પન્ડોરા નોવા, પન્ડોરા ઇરા અને પન્ડોરા તલિસ્મનનો સમાવેશ થાય છે.

પન્ડોરાના નવા કલેક્શન કેમ્પેઇનમાં અમેરિકન સાઇન લેંગ્વેજ ઈન્ટરપ્રીટર અને આર્ટિસ્ટ જસ્ટિના માઈલ્સ, ભૂતપૂર્વ મોડલ અને વોગ ક્રિએટિવ ડિરેક્ટર-એટ-લાર્જ ગ્રેસ કોડિંગ્ટન, અભિનેત્રી અમિતા સુમન, મોડલ્સ પ્રિશિયસ લી અને શેરી શિયા અને સંગીત કલાકાર અને નૃત્યાંગના વિન્સન ફ્રેલી પણ છે.

પામેલા એન્ડરસન પન્ડોરાના હાઈ-પ્રોફાઇલ મોડેલિંગ અભિયાનમાં ઉતરી છે. ભૂતપૂર્વ બેવોચ અભિનેત્રી હવે ડેનિશ જ્વેલરી બ્રાન્ડ પાન્ડોરાની નવી પ્રવક્તા છે. એન્ડરસન મોડેલિંગ પાન્ડોરાની ફોલ ડિઝાઈન દર્શાવતી પ્રથમ જાહેરાત તાજેતરમાં શેર કરવામાં આવી હતી.

પામેલા ડેનિસ એન્ડરસન કેનેડિયન-અમેરિકન અભિનેત્રી, મોડલ અને મીડિયા પર્સનાલિટી છે. તે પ્લેબોય મેગેઝિનમાં તેના મોડેલિંગ કામ માટે અને 1992 થી 1997ના સમયગાળામાં લોકપ્રિય બનેલી ટેલીવિઝન સિરિઝ Bay Watchમાં “C.J” તરીકેની ભૂમિકા માટે જાણીતી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS