ડી બીયર્સની સાથે સાથે પેરન્ટ કંપની એંગ્લો અમેરિકનના ભૂતપૂર્વ ચૅરમૅન અને CEO Julian Ogilvie Thompsonનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા.
ડી બીયર્સે માહિતી આપી હતી કે,દક્ષિણ આફ્રિકામાં જન્મેલા Julian Ogilvie Thompson સૌપ્રથમ 1956માં એંગ્લો અમેરિકનમાં જોડાયા હતા. એક વર્ષ પછી તેમને તત્કાલિન અધ્યક્ષ Harry Oppenheimerના અંગત સહાયક તરીકે બઢતી આપવામાં આવી હતી. 1966માં તેઓ ડી બીયર્સના બોર્ડમાં જોડાયા અને 1982માં તેઓ ડેપ્યુટી ચૅરમૅન બન્યા. ત્રણ વર્ષ પછી, Julian Ogilvie Thompsonએ ડી બીયર્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જ્યારે Oppenheimerના પુત્ર, નિકીએ તેમની અગાઉની ભૂમિકા સંભાળી હતી.
1997માં, Julian Ogilvie Thompson ચૅરમૅન તરીકે નિવૃત્ત થયા પરંતુ 2002માં કંપનીમાંથી પદ છોડ્યું ત્યાં સુધી તેઓ વાઈસ ચૅરમૅન રહ્યા હતા. તેઓ મંડેલા રોડ્સ ફાઉન્ડેશન સાથે 18-વર્ષનું જોડાણ રચીને સમગ્ર આફ્રિકામાં યુવા નેતાઓના વિકાસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ હતા, જે સમગ્ર ખંડમાં યુવાનોને શિષ્યવૃત્તિ અને નેતૃત્વ કાર્યક્રમો પ્રદાન કરે છે.
ડી બિયર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, Julian Ogilvie Thompson બિઝનેસ કમ્યુનિટીમાં ‘JOT’ તરીકે વધારે જાણીતા હતા. તેઓ માત્ર ડી બિયર્સ અને એંગ્લો અમેરિકનના ઇતિહાસમાં જ નહીં, પરંતુ વિશાળ દક્ષિણ આફ્રિકાના લેન્ડસ્કેપમાં પણ અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ હતા.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM