સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ જુમાની મુશ્કેલી વધી છે. હીરાના વેપારી લુઈસ લિબેનબર્ગે ઝૂમાને ભૂતકાળમાં આપેલા ડોનેશનની હવે કંપનીની લિગલ ટીમે ઉઘરાણી કાઢી છે. લિગલ ટીમે આ મામલે ઝૂમાને નોટીસ ફટકારી છે.
સાઉથ આફ્રિકાના વર્તમાન પ્રમુખ સિરિલ રામાફોસા, પત્રકાર કેરિલ મૌઘન અને સ્ટેટ એડવોકેટ બિલી ડાઉનર વિરુદ્ધ ગુપ્ત કાર્યવાહી માટે લુઈસ લિબેનબર્ગ પાસે ઝુમાએ લગભગ 170,000 ડોલર લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ગુપ્ત મેડિકલ રેકોર્ડ લીક થયા બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.
81 વર્ષીય ઝૂમાએ તેમના કાર્યકાળ દરમિયાન આચરાયેલા ભ્રષ્ટ્રાચારના કેસમાં જુબાની આપવાનો ઇનકાર કર્યો હતો જેના લીધે જૂન 2021માં તેમને 15 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેના લીધે જીવલેણ રમખાણો ફાટી નીકળ્યા હતા. સજા ફટકારાયાના બે મહિના બાદ ઝુમાને મેડિકલ પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો.
લુઈસ ટેરિઓમિક્સ ડાયમંડ કંપનીના ફાઉન્ડર અને કો ડિરેક્ટર છે. ગ્રાહકોની ફરિયાદો પછી કંપનીને ફેબ્રુઆરીમાં કામચલાઉ લિકવિડેશનમાં મૂકવામાં આવી હતી.
બિઝનેસ ન્યુઝ વેબસાઈટ ફિન 24ના રિપોર્ટ અનુસાર હાલ નાદારીની તપાસ દરમિયાન ઝુમાને અપાયેલા દાનની વિગતો બહાર આવી હતી. લુઈસ દ્વારા ખૂબ જ ઉદારતાપૂર્વક આ નાણાં ઝુમાને આપવામાં આવ્યા હતા, જેની વસૂલાત હવે આવશ્યક છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM