DIAMOND CITY NEWS, SURAT
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુ અને હૈદરાબાદ એરપોર્ટ પરથી 13 કરોડ રૂપિયાના હીરા અને વિદેશી ચલણ સાથે 4 દાણચોરોને ઝડપી પાડ્યા છે. પેસેન્જર તરીકે ચાર જણા દાણચોરીના હીરા લઈ દુબઈ જઈ રહ્યાં હતાં ત્યારે ડીઆરઆઈએ તેઓની ધરપકડ કરી હતી.
રૂપિયા 7.77 કરોડની કિંમતના 8,053 કેરેટના કુદરતી અને સ્વદેશી હીરા અને 4.62 લાખ રૂપિયાના વિદેશી ચલણની બેંગલુરુ થી દુબઈ સુધી દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે શખ્સોની કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.
દુબઈ તરફ જઈ રહેલા અન્ય બે મુસાફરોને હૈદરાબાદ એરપોર્ટ પર રૂ. 6.03 કરોડના 5,569 કેરેટના હીરા અને રૂ. 9.83 લાખ વિદેશી ચલણ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું કે ચોકલેટના પેકેટમાં હીરા છુપાવેલા મળી આવ્યા હતા. તેઓએ કહ્યું કે મુસાફરોની અટકાયત કરવામાં આવી છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બે દિવસ પહેલા મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ બે મુસાફરોને રોક્યા હતા. આ પેસેન્જરો ગુદામાર્ગમાં છુપાવીને રૂ. 50 લાખની કિંમતનું સોનું સ્મગલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને મુસાફરો એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ્સ IX816 અને IX814 દ્વારા અનુક્રમે અબુ ધાબી અને દુબઈ થી મેંગલોર પહોંચ્યા હતા.
સુરક્ષા તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે તેમના ગુદામાર્ગમાં છુપાયેલા નાના પેકેટમાં પેસ્ટના રૂપમાં સોનાની દાણચોરી કરવામાં આવી રહી હતી.તેમની પાસેથી કુલ 24 કેરેટ વજનનું 815 ગ્રામ સોનું મળી આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ ચાલી રહી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM