DIAMOND CITY NEWS, SURAT
ફ્રાન્સના એક ટુરિસ્ટને અમેરિકાના Arkansasમાં ડાયમંડ સ્ટેટ પાર્કમાં એક મોટા ખાડામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો હીરો મળ્યો છે. ભારે વરસાદને કારણે માટીનું ધોવાણ થયું અને ટુરિસ્ટને મોટો ડાયમંડ મળ્યો. આને કહેવાય નસીબ.
ફ્રાન્સના જુલિયન નવાસે 7.64 કેરેટનો ચોકલેટ બ્રાઉન સ્ટોન શોધી કાઢ્યો, ભારે વરસાદના દિવસો પછી માટીનું ધોવાણ થઇ ગયું હતું.
પ્રવાસીઓ 37 એકરના વિસ્તારમાં બેઝિક સાધાનોનો ઉપયોગ કરીને ડાયમંડ શોધે છે. મુસાફરો ધાતુ અને ડાયમંડની શોધ કરતા રહે છે અને જે કઇ પણ મળે તે પોતાની પાસે રાખી લે છે.
ફ્રાન્સના ટુરિસ્ટ જુલિયન નવાસને 7.64 કેરેટનો ડાયમંડ મળ્યા પછી કહ્યું હતું કે, તેણે, ડાયમંડનું નામ તેની ફિયાન્સીના નામ પરથી Carine Diamond રાખ્યું છે. તેણે એમ પણ કહ્યું કે, મને આશા છે કે આ સ્ટોનને કાપીને બે હીરા બનાવીશ અને તેમાંથી એક મારી ફિયાન્સીને આપીશ એક મારી પુત્રીને આપીશ.
નવાસે કહ્યું કે મને જે મળ્યું તે મારી ફિયાન્સી બતાવવા ખુબ જ ઉત્સૂક છે, કારણકે ડાયમંડ મળવાની મને ઘણી ખુશી છે.
આસિસ્ટન્ટ પાર્ક સુપરિન્ટેન્ડેન્ટ વેમેન કોક્સે જણાવ્યું હતું કે: અમે હીરા ધરાવતી જમીનને ઢીલી કરવા અને કુદરતી ધોવાણને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે શોધ વિસ્તાર ખેડીએ છીએ. જેવો વરસાદ ખેતરમાં પડે છે, તે ગંદકીને ધોઈ નાખે છે અને સપાટીની નજીકના ભારે ખડકો, ખનિજો અને હીરાને બહાર કાઢે છે.
કેવિન કિનાર્ડને 9.07-કેરેટનો કિનાર્ડ ફ્રેન્ડશિપ ડાયમંડ મળ્યો ત્યારથી 2020 પછી પાર્કમાં આ સૌથી મોટી શોધ છે અને 1972માં હીરા ખોદવા માટે પાર્ક ખોલવામાં આવ્યો ત્યારથી આઠમો સૌથી મોટો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM