G7 દેશો અને યુરોપિયન યુનિયને રશિયામાંથી નીકળતા હીરાની આયાત સામે દંડની વસૂલવાની વિચારણા શરૂ કરી છે. અમેરિકના એક અખબારના અહેવાલ અનુસાર G7 અને EU રશિયાની ખાણમાંથી નીકળેલા હીરાની આયાત કરનાર દેશ સામે દંડ કરવાની યોજના બનાવી રહ્યા છે, જેમાં પોલિશ્ડ અને ભારત સહિત વિદેશમાં કાપવામાં આવેલા હીરાનો સમાવેશ થાય છે.
G7 દેશો ઔપચારિક રીતે પ્રતિબંધો જારી કરે તેવી ધારણા છે, અહેવાલ અનુસાર, કસ્ટમ્સ દસ્તાવેજો ઉપરાંત, અમુક ઝવેરાતને ટ્રેક કરવા અને શોધવા માટેનું મિકેનિઝમ ઊભું કરવામાં આવી રહ્યું છે. યુરોપમાં આગામી ક્રિસમસની સિઝન પહેલા દાગીનાના ખરીદદારોને હીરા કયા દેશમાંથી નીકળ્યા છે, તેનું ઓરિજિન જોયા પછી જ લેવાની ચેતવણી આપી છે.
એક વર્ષથી વધુ સમયથી, G7 દેશોએ રશિયન હીરા પર દંડ લાદવાની ચર્ચા કરી રહ્યાં છે. પણ ભારત અને બેલ્જિયમ વિરોધ નોંધાવી ચૂક્યા છે. રશિયાની આવકને ઘટાડવા G7નાં કેટલાક દેશો અને EU યુક્રેન સાથેના યુદ્ધને લઈ વિરોધ નોંધાવી રહ્યાં છે. આ દેશોનો ઈરાદો USD 4.5 બિલિયન રશિયન હીરાના વેપારને ઘટાડવા માટેનો જણાય છે.
રશિયા વૉલ્યુમની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો હીરા નિકાસકાર દેશ છે, જેમાં રાજ્યની માલિકીની કંપની, અલરોસા, 2021માં ઉત્પાદિત તમામ હીરામાંથી લગભગ ત્રીજા ભાગનું ખાણકામ કરે છે. દોઢ વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ જો બિડેને રશિયામાંથી રફ હીરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો અને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે અલરોસા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી બ્રિટને પ્રતિબંધ મૂક્યો હતો.
રશિયન હીરાના વેપારમાં બેલ્જિયમનાં એન્ટવર્પના પ્રતિસ્પર્ધી તરીકે દુબઈ અને ભારત ઊભરી આવ્યા છે. જો એમ થશે તો G 7 રાષ્ટ્રોના જૂથમાં અમેરિકા બ્રિટન પછી કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન ઉપર પ્રતિબંધ મૂકવા દબાણ વધશે જો એમ થશે તો ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતમાં સ્થિતિ વધુ વિકટ બનશે.
G7 દેશો માત્ર એક કેરેટ અથવા તેનાથી મોટા તૈયાર હીરા પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં છે. જો કે પછીથી નાના રત્નોનો સમાવેશ થઈ શકે છે. ચીન અને યુએઈ હવે રશિયન હીરા માટેનું મુખ્ય નવા બંદર બની ગયા છે, અને આર્મેનિયા અને બેલારુસ જેવા ભૂતપૂર્વ સોવિયેત રાજ્યોમાં નવા કટિંગ અને પોલિશિંગ હબ ઊભા થઈ રહ્યાં છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM