જેમ સર્ટિફિકેશન એન્ડ ઈન્સ્યોરન્સ લેબ (GCAL) દ્વારા સિંગાપોરની જ્વેલરી રિટેલરના સપોર્ટથી પોતાના 8x કટ ગ્રેડને પેટન્ટ અને સ્પેશ્યાલિટી ડાયમંડના આકારમાં વિસતારવામાં આવ્યો છે.
GCALએ માર્ચના પહેલાં અઠવાડિયામાં કહ્યું હતું કે તેમના પહેલાં 8x પ્રોપ્રાયટરી સર્ટિફિકેટ જાનપૌલ ડાયમંડના સપોર્ટથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સર્ટિફિકેટની મદદથી ગ્રાહકો પોતાની બ્રાન્ડને લોગો સાથે સર્ટિફાઈડ કરી શકે છે.
ન્યુયોર્ક સ્થિત GCALએ 2021માં 8x પ્રસ્તુત કર્યો હતો. શરૂઆતી તબક્કામાં રાઉન્ડ હીરા માટે ટ્રિપલ એક્સ બેન્ચમાર્કની સરખામણીએ તે વધુ સટીક ગ્રેડ દર્શાવતુ હોવાનો દાવો કરાયો હતો. આ ગ્રેડ કટ ક્વોલિટીના આઠ સંદર્ભોને દર્શાવવા ઉપયોગ કરવામાં આવે છે.
GCALના મુખ્ય અધિકારી અને સહમાલિક એંજેલો પાલ્મીરીએ કહ્યું કે, 2020માં પહેલી વાર GCALની લેબોરેટરીની મદદથી પ્રશંસકોની સંખ્યા રેકોર્ડ કર્યો છે. આ કામગીરી ચાલુ રાખવાની સાથે સંગઠને ગયા વર્ષે ઓવલ અને ધ પ્રિન્સેસ આકારમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેનો કુશન અને રેડિયન્ટમાં વિસ્તાર કરાયો હતો.
પાલ્મીરીએ કહ્યું કે પ્રોપ્રાયટરી કટ્સ 8x કેટેગરીમાં એક વ્યાજબી એડિશન છે. જાન્યુઆરીમાં ઈઝરાયલના હેડક્વાર્ટરમાં સરીન ટેકનોલોજીએ જાહેરાત કરી હતી કે તેઓ GCALનો મૅજોરિટી શેર ખરીદવા તૈયાર છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM